Gujarat Election 2022: મોરબી પુલ દુર્ઘટના દરમિયાન નદીમાં કૂદીને 'મસીહા' બનેલા પૂર્વ MLAને ભાજપે ટિકિટ આપી

Gujarat Election 2022: તાજેતરમાં મોરબી પુલ દુર્ઘટના વખતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા માત્ર ટ્યૂબ પહેરીને પાણીમાં કૂદ્યા હતા. તેમણે અનેક લોકોની જિંદગી બચાવી હતી.

Gujarat Election 2022: મોરબી પુલ દુર્ઘટના દરમિયાન નદીમાં કૂદીને 'મસીહા' બનેલા પૂર્વ MLAને ભાજપે ટિકિટ આપી

Gujarat Election 2022: ભારતીય જનતા પાર્ટી મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને આ વખતે ચૂંટણીમાં મોટો ફાયદો થયો છે. ભાજપે મોરબી દુર્ઘટના બની ત્યારે નદીમાં કૂદીને અનેક લોકોની જિંદગી બચાવનાર નેતાને વિધાનસભાની ટિકિટ આપી છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં મોરબી પુલ દુર્ઘટના વખતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા માત્ર ટ્યૂબ પહેરીને પાણીમાં કૂદ્યા હતા. તેમણે અનેક લોકોની જિંદગી બચાવી હતી. એવું કહેવામાં આવે છે કે પહેલા તેઓ ટિકીટની યાદીમાં નહોતા, પરંતુ આ સાહસ કર્યા બાદ તેઓને બીજેપીએ ટિકીટ આપી છે.

મોડી રાત સુધી ચાલેલી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 160 જેટલા નામોને મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 182 સીટોવાળી વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે 8 ડિસેમ્બરે પરિણામો જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં હાલમાં કુલ 4.90 કરોડ મતદારો છે, જેમાંથી 2.53 કરોડ પુરુષ, 2.37 કરોડ મહિલા અને 1,417 ત્રીજા જેન્ડરના મતદારો છે. 3.24 લાખ નવા મતદારો છે. મતદાન માટે કુલ 51,782 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાં 182 મોડેલ મતદાન મથકો હશે. 50 ટકા મતદાન મથકોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. 33 મતદાન મથકો પર યુવા મતદાન ટીમો રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news