આ પિતાની વેદના સાંભળી આંખો ભીંજાઈ જશે! સુરતમાં તબીબોએ પુત્રની સારવાર માટે પરિવારને ધક્કે ચઢાવ્યો
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ગરીબો માટે આશીર્વાદ સમાન ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં રોજબરોજ હજારો લાખો દર્દીઓ આવે છે. પરંતુ ઘણીવખત તબીબોની લાપરવાહી અને આળસના કારણે દર્દીઓએ હેરાન થવાનો વારો આવે છે. એક બાજુ સ્ટાફની અછત તો બીજી બાજુ રેસિડેન્ટ ડોક્ટરોની આડોડાઈ સાથે જ રેસિડેન્ટ તબીબોનો હોસ્પિટલમાં સંકલનના અભાવે એક પિતાની આંખોમાં આંસુ ભરી દીધા હતા.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ગરીબો માટે આશીર્વાદ સમાન ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં રોજબરોજ હજારો લાખો દર્દીઓ આવે છે. પરંતુ ઘણીવખત તબીબોની લાપરવાહી અને આળસના કારણે દર્દીઓએ હેરાન થવાનો વારો આવે છે. એક બાજુ સ્ટાફની અછત તો બીજી બાજુ રેસિડેન્ટ ડોક્ટરોની આડોડાઈ સાથે જ રેસિડેન્ટ તબીબોનો હોસ્પિટલમાં સંકલનના અભાવે એક પિતાની આંખોમાં આંસુ ભરી દીધા હતા.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળકની સારવાર માટે આવેલા પરિવારને રેસિડેન્ટ ડોક્ટરોS ધક્કે ચડાવ્યો હતો. નઘરોળ તંત્રના કારણે પરિવારજનોને ભારે હાલાકી ભોગવવી પડી છે. આળસુ તંત્રથી કંટાળીને બાળકના પિતાએ વીડિયો વાયરલ કર્યો હતો. પોતાના 6 વર્ષના બાળકને પગમાં ફોલ્લો થતાં હોસ્પિટલ લવાયો હતો. પરંતુ અહીં ડોક્ટરોએ માસૂમ બાળકના પિતાને તંત્રએ ધક્કે ચડાવ્યા હતા. સવારથી લઈને સાંજ પડી છતાં સારવાર મળી નહોતી. ત્યારબાદ ડોક્ટરોથી કંટાળીને પિતાની આંખમાંથી આસું નીકળી ગયા હતા. આખરે CMOની મધ્યસ્થીથી સારવાર મળી હતી.
આ પિતાની વેદના સાંભળી આંખો ભીંજાઈ જશે! સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ પુત્રની સારવાર માટે પરિવારને ધક્કે ચઢાવ્યો #Viral #ViralVideo #Gujarat #Surat pic.twitter.com/lQgB4bW4t3
— Zee 24 Kalak (@Zee24Kalak) September 27, 2023
આખરે CMOની મધ્યસ્થીથી સારવાર મળી
વિડિયો વાઇરલ થતાં બાળક ને ઇન્ફેક્શન વધવા ને ભ્યે સિવિલ નો સ્ટાફ દોડતો થયો હતો,અંતે પિતાની આંખમાંથી આંસુ નીકળી જતા CMO દ્વારા સ્ટ્રેચર અને સારવાર બંને પરિવાર ને મળ્યા હતા.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સુવિધાને બદલે હાલાકી ભોગવવી પડી. પુત્રની સારવાર કરાવવા આવેલા એક પિતાને રઝળવાનો વારો આવ્યો હતો. મૂળ બિહારના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં રહેતા નિતેશ ભાસ્કરભાઈ પાંડે ડ્રાઇવિંગ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
તેમના પરિવારમાં પત્ની, બે પુત્રી અને એક પુત્ર છે, જેમાથી છ વર્ષના પુત્રને પગમાં ફોલ્લો થઈ ગયો હતો, જેની સારવાર માટે તેઓ તેને લઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તબીબોના સંકલનના અભાવે પિતાને રઝળવાનો વારો આવ્યો હતો. સવારથી સાંજના પાંચ વાગ્યા સુધી યોગ્ય સારવાર મળી ન હોવાનું જાણવા મળ્યું હતું. આખરે પિતાની આંખમાંથી આંસુ સરી પડ્યાં હતાં. બાળકને બેસાડવા માટે સ્ટ્રેચર પણ આપવામાં આવ્યું નહિ. પિતા વાતની જાણ આખરે સીએમઓને થતાં મધ્યસ્થી કરીને રેસિડન્ટ ડોક્ટરની ઝાટકણી કાઢી હતી. બાળકને યોગ્ય સારવાર અને સ્ટ્રેચર આપવા જણાવ્યું હતું.
જોકે મહત્ત્વનું છે કે આ પ્રકારની ઘટનાથી સમજી શકાય છે કે સિવિલ હોસ્પિટલનું તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સુવિધાને બદલે હાલાકી ભોગવવી પડી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે