સાવકા ભાઇએ જ બહેન સાથે આચર્યું દુષ્કર્મ, પીડિતાએ આપ્યો બાળકને જન્મ

તાપીમાં સાવકા ભાઇએ જ કર્યું અસ્થિર મગજની બહેન પર દુષ્કર્મ, યુવતીએ હોસ્પિટલમાં આપ્યો બાળકને જન્મ

સાવકા ભાઇએ જ બહેન સાથે આચર્યું દુષ્કર્મ, પીડિતાએ આપ્યો બાળકને જન્મ

વિનાયક જાદવ/તાપી: સમાજમાં જ્યારે ભાઈ અને બહેનના સબંધને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને ભાઈએ બહેનની રક્ષા કરવાની હોય છે. ત્યારે તાપી જિલ્લામાં સાવકા ભાઈએ જ તેની અસ્થિર મગજ ધરાવતી બહેન સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી દીધી છે. આ પ્રકારનો કિસ્સો સામે આવતા પંથકમાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

યુવતીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો
ચાર માસ અગાઉ તાપી જિલ્લના સોનગઢ તાલુકાના એક ગામડામાં રહેતી અસ્થિર મગજની યુવતીને પેટમાં દુખાવો ઉપડતા તેણીને સારવાર માટે વ્યારાની જનરલ હોસ્પિટલમાં એક પરિવારજનો લઇ ગયા હતા. ત્યારે આ યુવતીને નવ માસનો ગર્ભ હોવાનું બહાર આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. જમાના ના કાવાદાવાથી બેખબર અને નિર્દોષ યુવતી સાથે કોને દુષ્કર્મ આચર્યું હશે અને આવા હવસખોર વ્યક્તિને કડક સજા થાય તે માટે પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી.

tapi-Police-Satation

યુવતીએ હોસ્પિટલમાં આપ્યો બાળકને જન્મ 
ડોલવણ પોલીસમાં અસ્થિર મગજની યુવતી પર દુષ્કર્મ આચરાયાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે બીજી તરફ આ અબોધ યુવતીએ વ્યારાની જનરલ હોસ્પીટલમાં એક બાળકને જન્મ આપ્યો છે. પોલીસ સામે આ બાળકનો પિતા કોણ..? તે શોધવાનો પડકાર ઉભો થયો હતો. ડોલવણ પોલીસે આ બાળકના ડીએનએ લીધા અને ત્યાર બાદ આ યુવતીના સંપર્કમાં આવતા અને શકમંદોના ડીએનએ એ લઈને તપાસ શરુ કરી જો કે પોલીસને શરૂઆતમાં કોઈ પણ સફળતા મળી ન હતી. પરંતુ પોલીસને તેના પરિવારજનો અંગે શંકા જતા પરિવારના પુરુષોના પણ ડીએનએ લઇ તપાસ અર્થે મોકલી દીધા હતા. ત્યારે ડીએનએ રીપોર્ટ આવતા પોલીસ ચોંકી ઉઠી. આ અસ્થિર મગજની યુવતીના પિતા એ યુવતીની માસી સાથે બીજા લગ્ન કર્યા હતા આ માસીના પુત્ર રણજીત રતિલાલ કોલધાએ આ નિર્દોષ યુવતી સાથે દુષ્કર્મ આચર્યો હોવાનું બહાર આવ્યો અસ્થિર મગજની આ યુવતીનો બાયોલોજીકલ પિતા એનો જ સાવકો ભાઈ હોવાનું બહાર આવ્યું છે.

જન્મેલા બાળકનું ભવિષ્ય ચિંતાનો વિષય 
સમાજને હચમચાવી નાખનાર આ ઘટનાને પગલે એક તરફ આ અસ્થિર મગજની યુવતીના પુત્રના ભવિષ્ય સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. યુવતીના માતાપિતાતો હાલ હયાત છે. પરંતુ ભવિષ્યનો જો વિચાર કરીએ આ બાળકનું ભવિષ્ય કેવી રીતે બનશે. જો કે વાસના લોલુપ એવા સાવકા ભાઈ પર અને તેની ગંદી હરકત પર પંથકમાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news