રાજ્યમાં 6 મહાનગર પાલિકાઓમાં પ્રચાર પડઘમ શાંત, રવિવારે થશે મતદાન
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ વાગ્યે શાંત થઇ ચુક્યો છે. રવિવારે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થસે અમદાવાદના 48 વોર્ડમાં 192 સીટ માટે આશસે 46 લાખ જેટલા મતદારો મતદાન કરશે. આજ સાંજથી સોશિયલ મીડિયા અને ખાનગી બેઠકો કરી અને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે. અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ પક્ષે વિવિધ મહાનગરોમાં અલગ અલગ વિસ્તારોમાં લાંબી લાંબી રેલીઓ કરીને મતદાતાઓને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો.
ભાજપ નેતાઓના દ્વારા મેરેથોન બેઠકો અને રેલીઓનું આયોજન કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત સ્થાનિક સ્તરનાં નેતાઓ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરીને અભિયાન ચલાવાયું હતું. આજે નીતિન પટેલ, સી.આર પાટીલ સહિતનાં અનેક ઉચ્ચ નેતાઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના નેતાઓના અનુસાર તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્વલંત પ્રચાર કર્યો છે અને કામ પણ કર્યા છે. જનતા જરૂર અમને મત આપશે અને ફરી એકવાર અમે તમામ મહાનગરપાલિકાઓ કબ્જે કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે મુખ્યત્વે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. આ ઉપરાંત એનસીપી, સીપીઆઇ, બસપા, જેડીએસ અને સપા અને એઆઇએમઆઇએમ સહિતના પક્ષો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત અનેક અપક્ષ ઉમેદવારો પણ સ્થાનિક સ્તરે ઉભા રહ્યા છે. 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકામાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં કુલ 1,14,67,358 મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે.
જાણો ગુજરાતમાં કેટલી પાલિકા અને કેટલી મહાનગરપાલિકાઓ? | ||||||
ચૂંટણી | સંખ્યા | વોર્ડ સંખ્યા | બેઠકો | ભાજપ | કોંગ્રેસ | અન્ય |
મહાનગરપાલિકા | 6 | 144 | 576 | 385 | 183 | 8 |
નગરપાલિકા | 81 | 680 | 2,088 | 984 | 587 | 517 |
જિલ્લા પંચાયત | 31 | 988 | 988 | 292 | 472 | 224 |
તાલુકા પંચાયત | 231 | 4,778 | 4,778 | 1,718 | 2,102 | 958 |
કુલ | 324 | 6,590 | 8,430 | 3,379 | 3,344 | 1,707 |
કઈ મનપામાં કેટલા પુરૂષ અને મહિલા મતદારો | ||||
કોર્પોરેશન | પુરુષ | મહિલા | ટ્રાન્સજેન્ડર | કુલ |
અમદાવાદ | 24,14,451 | 22,09,976 | 165 | 46,24,592 |
રાજકોટ | 567002 | 526984 | 19 | 10,94,005 |
વડોદરા | 7,40,898 | 7,05,110 | 204 | 14,46,212 |
સુરત | 18,17,186 | 14,71,047 | 110 | 32,88,343 |
જામનગર | 2,50,502 | 2,38,937 | 12 | 4,89,451 |
ભાવનગર | 2,70,501 | 2,54,225 | 29 | 5,24,755 |
કુલ | 60,60,540 | 54,06,279 | 539 | 1,14,67,358 |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે