NHAI એ ટોલ વસૂલીના 100% કેશલેસ બનાવવા માટે FASTag ને કર્યું ફ્રી, જાણો ક્યાં સુધી Valid છે ઓફર
ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટીએ (NHAI) દેશભરમાં ટોલ ટેક્સ વસૂલાત કેન્દ્રોને કેશલેસ બનાવવા માટે તૈયારી કરી રહી છે. આ માટે, NHAI એ FASTag નો ઉપયોગ જરૂરી બનાવ્યો છે. જલદી લોકોએ FASTag નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું
Trending Photos
નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટીએ (NHAI) દેશભરમાં ટોલ ટેક્સ વસૂલાત કેન્દ્રોને કેશલેસ બનાવવા માટે તૈયારી કરી રહી છે. આ માટે, NHAI એ FASTag નો ઉપયોગ જરૂરી બનાવ્યો છે. જલદી લોકોએ FASTag નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, NHAI એ મફત FASTag આપવાની જાહેરાત કરી છે. NHAI આગામી કેટલાક દિવસોમાં ટોલ્ટેક્સના સંગ્રહને સંપૂર્ણ રીતે કેશલેસ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
15-16 ફેબ્રુઆરની અડધી રાતથી જરૂરી કરવામાં આવ્યું FASTag
National Highway Authority of India (NHAI) આખા દેશમાં નેશનલ હાઇવેની જાળવણી અને ટોલ એકત્રિત કરે છે. તેમણે આપેલી માહિતીમાં એમ કહેવામાં આવ્યું છે કે માત્ર બે દિવસમાં જ 2.5 લાખથી વધુ FASTag ખરીદવામાં આવ્યા. એટલું જ નહીં, 17 ફેબ્રુઆરીએ એક દિવસમાં સૌથી વધુ ઓનલાઇન કલેક્શનનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો, જ્યારે આખા દિવસમાં FASTag દ્વારા 95 કરોડ રૂપિયાની ટોલ વસૂલ કરવામાં આવ્યો હતો.
1 માર્ચ સુધી મફતમાં મળશે FASTag
રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટીએ કહ્યું છે કે તે 1 માર્ચ સુધીમાં FASTag નિ:શુલ્ક આપશે. એત્યારે આ માટે 100 રૂપિયાના ચાર્જનો લાગતો હતો. પરંતુ 1 માર્ચ સુધી તે સંપૂર્ણપણે નિ:શુલ્ક કરવામાં આવ્યું છે. જેથી બાકીના લોકો પણ વહેલી તકે ફાસ્ટાગ ખરીદે. ફાસ્ટાગને રિચાર્જ કરવા માટે MHAI એ દેશભરમાં 40 હજારથી વધુ બૂથ બનાવ્યા છે. આ ઉપરાંત ઘણા ઓનલાઇન પ્લેટફોર્મથી પણ રિચાર્જ કરી શકાય છે.
આ પણ વાંચો:- પહેલીવાર રોકાણ કરો છો, તો રાખજો આ વાતનું ધ્યાન
My FASTag App નો ઉપયોગ કરો
જો તમે FASTag કરો છો, તો તમારે My FASTag App ડાઉનલોડ કરવી પડશે. તેમાં ઘણી સુવિધાઓ છે. જ્યાં તમે તમારું બેલેન્સ ચકાસી શકો છો અને જ્યારે તમે રિચાર્જ કરવા માંગતા હો, ત્યારે તમને આ એપ્લિકેશન પર માહિતી પણ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે