'ચૈતર વસાવાને શક્તિ પ્રદર્શન કરવાની જરૂર નથી, પોતે જ એક શક્તિ છે', AAPના આ નેતાનું મોટું નિવેદન

આ મામલે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ચૈતર વસાવા પોતે જ એક શક્તિ છે. ચૂંટણીમાં ડેડિયાપાડાની જનતાએ તાકાત બતાવી છે. ભાજપ ખોટા કેસો કરી પોતાની શક્તિ બતાવે છે. ચૈતર વસાવા લોક નેતા છે.

Trending Photos

'ચૈતર વસાવાને શક્તિ પ્રદર્શન કરવાની જરૂર નથી, પોતે જ એક શક્તિ છે', AAPના આ નેતાનું મોટું નિવેદન

ઝી બ્યુરો/અમદાવાદ: AAP ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થઈ ચૂક્યા છે. AAP ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા છે. નોંધનીય છે કે એક મહિના અગાઉ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી ચૈતર વસાવા ભૂતર્ભમાં ઉતરી ગયા હતા. 

નકલી કચેરીઓ, ભ્રષ્ટાચારકાંડમાં ભાજપના નેતાઓ સામેલ
આ મામલે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ચૈતર વસાવા પોતે જ એક શક્તિ છે. ચૂંટણીમાં ડેડિયાપાડાની જનતાએ તાકાત બતાવી છે. ભાજપ ખોટા કેસો કરી પોતાની શક્તિ બતાવે છે. ચૈતર વસાવા લોક નેતા છે. સમર્થકોને સંબોધતા ચૈતર વસાવાએ કહ્યું હતું કે હું આદિવાસી સમાજ માટે લડ્યો છું. હું ગુજરાતના શિક્ષિક યુવાનો, આદિવાસી માટે લડ્યો છું. હું શિક્ષણ, રોડ-રસ્તા અને આરોગ્ય માટે લડ્યો છું. મે સરકારના કૌભાંડો બહાર પાડ્યા, એટલે હેરાન કરાય છે. નકલી કચેરીઓ, ભ્રષ્ટાચારકાંડમાં ભાજપના નેતાઓ સામેલ છે. 

ભાજપ અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, જંગલ વિભાગ ચોરની જેમ રાત્રે આવી આદિવાસીઓને હેરાન કરે છે. મારી ઉપર જંગલ વિભાગે ખોટા કેસ કરાવ્યા છે. ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થાય તે અગાઉ પોતાના કાર્યાલય પર પહોંચ્યા હતા. અહી તેમણે પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતા. હજારોની સંખ્યામાં એકઠા થયેલા ચૈતર વસાવાના સમર્થકોએ તેમના સમર્થનમાં નારેબાજી કરી હતી. ચૈતર વસાવા જીંદાબાદના નારા લગાવ્યા હતા. કાયદો વ્યવસ્થા જાળવી રાખવા ચૈતર વસાવાએ સમર્થકોને અપીલ કરી હતી. ચૈતર વસાવાએ ભાજપ અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. 

ડેડિયાપાડા તાલુકો ભારે પોલીસ તૈનાત સાથે કિલ્લામાં ફેરવાઈ ગયો
મહત્વનું છે કે, ગુરુવારની સવારે ડેડિયાપાડા પોલીસ સમક્ષ તેના શરણાગતિની અપેક્ષાએ એકઠા થયા હતા. ભીડમાં મોટાભાગની સ્ત્રીઓમાં તેમની બીજી પત્ની વર્ષા અને બંને સાસુનો સમાવેશ થતો હતો. આ જ કેસમાં ચૈતરની પત્ની શકુંતલા અને તેમના અંગત સહાયક જીતેન્દ્ર વસાવાની ધરપકડ કરવામાં આવી છે.  ડેડિયાપાડા પોલીસ સ્ટેશન પર પહોંચતા પહેલા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુરુવારની સવારે તેમના સમર્થકો દ્વારા એક વીડિયો બહાર પાડ્યો હતો, જેમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાની તેમની યોજનાની પુષ્ટિ થઈ હતી. તેમ છતાં જિલ્લામાં ડેડિયાપાડા તાલુકો ભારે પોલીસ તૈનાત સાથે કિલ્લામાં ફેરવાઈ ગયો છે.

હું લોકોની વચ્ચે રહ્યો છું અને મારાથી બને તેટલી લોકોને મદદ કરી
વીડિયોમાં ચૈતર વાસાવાએ જણાવ્યું હતું કે, જ્યારથી મારી વિરુદ્ધ આ ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે, ત્યારથી હું મારા લોકો અને મારા પરિવારથી દૂર છું. હું તેના માટે માફી માંગુ છું, પરંતુ આજે હું આ કેસમાં આત્મસમર્પણ કરવા પોલીસ સમક્ષ હાજર થઈ રહ્યો છું. 2022ની ચૂંટણીમાં, મારા મતદારોએ મને 56 ટકા મતો સાથે જીત અપાવી હતી. હું ધારાસભ્યોથી વિપરીત છું, જે ચૂંટણી જીત્યા પછી ઘરે બેસી જાય છે; હું લોકોની વચ્ચે રહ્યો છું અને મારાથી બને તેટલી લોકોને મદદ કરી છે.

સરકારે આ ખોટા કેસનું કાવતરું ઘડ્યું
ચૈતર વાસાવાએ જણાવ્યું હતું કે, આરોગ્યસંભાળ, શિક્ષણ, રસ્તા, સિંચાઈ, નળ સે જલ પ્રોજેક્ટ, સિસ્ટમમાં ભ્રષ્ટાચાર, વહીવટી ખામીઓ, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને આદિવાસી લોકોના ગૌરવ માટે હું લડ્યો છું. તે બધું મેં મણિપુર હિંસા અને છોટા ઉદેપુરમાં બોગસ સરકારી ઓફિસ કૌભાંડ સામે પણ વાત કરી છે. તેથી ભાજપ સરકાર મારી હાજરી પચાવી શકી નથી. તેઓએ હાઈકોર્ટમાં પિટિશન કરીને મને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા અરજી પણ કરી હતી, જેમાં તેઓ હારી ગયા હતા. મારી જીતથી તેઓ ગભરાઈ ગયા અને તેઓએ મારા પર દબાણ લાવવા અને મારા પરિવારને પણ હેરાન કરવા માટે આ ખોટા કેસનું કાવતરું ઘડ્યું છે

લોકસભા 2019ની ચૂંટણી પહેલા પણ ફરિયાદો કરાઈ હતી
તેઓ કાનૂની લડાઈ લડવાનું ચાલુ રાખશે એમ કહીને, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમની સાથે ઊભા રહેવા બદલ તેમના સમર્થકોનો આભાર માન્યો. ચૈતર વાસાવાએ જણાવ્યું હતું કે, લોકસભા 2019ની ચૂંટણી પહેલા પણ મારી સામે આવી જ પ્રકારની ગુનાહિત ફરિયાદો દાખલ કરવામાં આવી હતી અને મને ચૂંટણીના અંત સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો. આ એક એવું જ ષડયંત્ર છે

આજે હું પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરીશ
ચૈતર વાસાવાએ જણાવ્યું હતું કે, તેઓ મને જે પ્રલોભનો આપી રહ્યા છે અથવા તેઓ મારા પર જે દબાણ લાવી રહ્યા છે, તેને સ્વીકાર્યા વિના હું આની સામે લડીશ. આ સમય દરમિયાન મને લોકોના સમર્થન માટે હું આભારી છું. હું જે મુદ્દાઓ ઉઠાવી રહ્યો છું, તેના માટે હું લડતો રહીશ, પછી ભલે તે નોકરીઓમાં આઉટસોર્સિંગ હોય કે જ્ઞાન સહાયક યોજના. આજે હું પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરીશ, જય જોહર.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news