મોરબીમાં સસ્તામાં સોનાનું બિસ્કિટ અને અમેરિકન ડોલર આપવાનું કહીને લોકો સાથે છેતરપિંડી

મોરબી પંથકમાં સસ્તામાં સોનાનું બિસ્કિટ અને અમેરિકન ડોલર આપવાનું કહીને લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. જેની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. આ ગુનામાં પોલીસે જે ગેંગ દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી હતી તેના ત્રણ સાગરીતોને પકડી લેવામાં આવ્યા છે

Trending Photos

મોરબીમાં સસ્તામાં સોનાનું બિસ્કિટ અને અમેરિકન ડોલર આપવાનું કહીને લોકો સાથે છેતરપિંડી

મોરબી: મોરબી પંથકમાં સસ્તામાં સોનાનું બિસ્કિટ અને અમેરિકન ડોલર આપવાનું કહીને લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. જેની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. આ ગુનામાં પોલીસે જે ગેંગ દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી હતી તેના ત્રણ સાગરીતોને પકડી લેવામાં આવ્યા છે. તેની સાથે પોલીસના સ્વાંગમાં રેડ કરવા આવીને છેતરપિંડી કરનારા વધુ પાંચ શખસોના નામ સામે આવ્યા છે જેથી કરીને પોલિસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. હાલમાં જે આરોપીઓને પકડવામાં આવ્યા છે તેની પાસે ભારતીય ચલણી નોટ, ડોલરનું બંડલ અને એક કરત તેમજ મોબાઈલ ફોન કબજે કર્યા છે.

મોરબી જીલ્લામાં યેનકેન પ્રકારે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. તેવામાં માળીયા મિયાણા તાલુકામાં હરીપર ગોલાઇ પાસે મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામે રહેતા બીપીનભાઇ અરજણભાઇ પરમારને અમેરીકન ડોલર અડધી કીંમતમાં આપવાના બહાને એક ત્રિપુટી દ્વારા ગત તા. ૧૭-૧૧ ના રોજ બોલાવવામાં આવ્યા હતા. તેઓને અમેરીકન ડોલરનું બંડલ બતાવી તેઓ ડોલરનું બંડલ ગણતા હતા. ત્યારે જે આરોપીઓ ડોલર આપવા માટે આવ્યા હતા. તેના જ અન્ય સાગરીતો પોલીસ બની ત્યાં રેઇડ કરવા માટે આવ્યા હતા. તેઓની પાસેથી રોકડા રૂપીયા ૪,૫૦,૦૦૦ ની રકમ વિશ્વાસધાત કરીને લઈ લીધી હતી. અમેરીકન ડોલરની નોટોનું બંડલ બીપીનભાઇને છેતરપીંડી કરવા બતાવેલ હતું તે પણ આરોપીઓ સાથે લઈને જતાં રહ્યા હતા. જેથી કરીને બિપિનભાઈએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના પાંચ આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબી એલસીબીના પીએસઆઈ એન.બી.ડાભી તથા લીવ રીઝર્વ પીએસઆઈ પી.જી.પનારા અને એલસીબી તેમજ એસઓજીના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે પીએસઆઇ એન.બી.ડાભી તથા પીએસઆઇ પી.જી.પનારાને હકિકત મળેલ હતી કે હાસમભાઇ કરીમભાઇ મૌવર રહે. વીસીપરા મોરબી વાળો તેના સાગરીતો સાથે રાખી લાલ કલરની કીયા કાર લઇ માળીયા તરફ જનાર છે. અગાઉ અનેક વખત અમેરીકન ડોલર તથા સોનાના બીસ્કીટ બતાવી લોકો સાથે છેતરપિંડી કરી છે. જે હકીકત આધારે મુકેશભાઇ ઉર્ફે લાલો, હાસમભાઇ કરીમભાઇ મૌવર અને ઇમ્તીયાઝ યુનુસભાઇ અજમેરી પીંજારાની રોકડા રૂપીયા, મોબાઇલ ફોન, અમેરીકન ડોલર, પીળી ધાતુના બીસ્કીટ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને તેઓની પુછપરછ કરી હતી. ત્યારે તેઓની પાસેથી મળી આવેલ રોકડા રૂપીયા, અમેરીકન ડોલર તથા પીળી ધાતુના બીસ્કીટ બાબતે પુછપરછ કરતા ત્રણેય ઇસમો તથા તેના અન્ય સાગરીતોએ મળી અગાઉ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું.

મોરબી એલસીબીની ટીમે આરોપીઓને પકડ્યા છે. ત્યારબાદ માળીયા મિંયાણા પોલીસ મથકે ત્રણેય આરોપીઓ હાસમભાઇ કરીમભાઇ મૌવર જાતે મિયાણા રહે. વીસીપરા નુરી પાન પાસે મોરબી, મુકેશભાઇ ઉર્ફે લાલો ખેંગારભાઇ રાણવા રહે. ઇન્દીરાનગર વિપુલનગર મોરબી અને ઇમ્તીયાઝ યુનુસભાઇ અજમેરી જાતે પીંજારા રહે. કાંતીનગર મસ્જીદ વાળાની ધરપકડ કર્યો છે તથા અજાણ્યા પાંચ ઇસમો વિરૂધ્ધ આઇપીસી કલમ ૪૦૬,૧૧૪ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે. જે આરોપીઓને પક્દ્વના બાકી છે તેમાં અનવરભાઇ બચુભાઇ જામ રહે. વીસીપરા વિજયનગર મદિના સોસાયટીની બાજુમાં મોરબી, સાજીદ મૌવર રહે. ટાવર પાસે મીયાણા વાડ સુરેન્દ્રનગર, સલીમભાઇ રહે. વઢવાણ, શબ્બીર જામનમામદ રહે. વીસીપરા મદિના સોસાયટી મોરબી મુળ રહે. જામનગર અને મહેબુબભાઇ રહે. અંજાર વાળાનો સમાવેશ થાય છે તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

મોરબી એલસીબીના પીએસઆઈને મળે બાતમીના આધારે પોલીસે મોરબીના કાંતિનગરમાથી અમેરિકન ડોલર તથા સોનાના બિસ્કીટ સસ્તામાં આપવાનું કહીને લોકોની સાથે છેતરપિંડી કરનારી ત્રિપુટીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી કાર સહિત પોલીસે હાલમાં તેની પાસેથી ૨૦ લાખનો મુદામાલ કબજે કર્યો છે. મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી લોકોને અમેરીકન ડોલર તથા સોનાના બીસ્કીટ સસ્તા ભાવે આપવાની લાલચ આપી વિશ્વાસઘાત છેતરપીંડી આ ગેંગ દ્વારા કરવામાં આવી રહી હતી. જો કે, બાકીના આરોપીઓને પકડવામાં આવે ત્યાર બાદ હજુ પણ કેટલાક ચોંકાવનાર ખુલાસા થાય તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news