વાહ ખરા નાયક! દીકરો હોસ્પિટલમાં છતાં એટલા કામગરા કે 22 દિવસ બાદ મુંબઈ પહોંચ્યા, મોદીએ એમ જ નથી બનાવ્યા CM
CM Bhupendra Patel Reached Mumbai: બિપરજોય વાવાઝોડાને કારણે CM ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પુત્રને મળવા જઈ શક્યા નહતા. પરંતુ હવે 22 દિવસ પછી મુંબઈ પહોંચ્યા છે.
Trending Photos
ગુજરાતના ખરા નાયક એટલે ભૂપેન્દ્ર પટેલ. જેમના જેટલા વખાણ થાય એટલા ઓછા નથી. દીકરો સીરિયસ હોવા છતાં પોતાના ખર્ચે પ્લેન લઈને મુંબઈ પહોંચ્યા હતા. સરકાર તરફથી તમામ સગવડો મળતી હોવા છતાં તેઓએ આજદીન સુધી એકપણ લાભ લીધો નથી. સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ હાલ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે સાંજે અમદાવાદ એરપોર્ટથી ફ્લાઈટમાં મુંબઈ પહોંચ્યા હતા. બિપરજોય વાવાઝોડાને કારણે તેઓ 22 દિવસથી પરિવાર અને સારવાર હેઠળ રહેલા પુત્રને મળી શક્યા નહોતા. આથી હવે મુંબઈ પહોચ્યા છે.
અત્રે જણાવવાનું કે અનુજ પટેલ 50 દિવસથી હિન્દુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હવે જો કે તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. બે સપ્તાહથી બિપરજોય વાવાઝોડા સામેની તૈયારીઓ તેમજ ભારે પવન- વરસાદ બાદ રાહત અને બચાવના કામોને કારણે સીએમ ભૂપેન્દ્ર પટેલ આ મહિનાની શરૂઆતમાં મુંબઈ જઈ શક્યા ન હોવાના કારણે સારવાર હેઠળ રહેલા પુત્રને મળી શક્યા નહોતા. આથી હવે તેઓ ગુરુવારે સાંજે પુત્ર અને પરિવારને મળવા મુંબઈ પહોંચ્યા.
CMOના અધિકારીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે રાતે પરત આવશે. શનિવારથી તેમના રાબેતા મુજબના કાર્યક્રમો છે. નોંધનીય છે 30મી એપ્રિલે બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ અનુજ પટેલને અહીની હોસ્પિટલમાં સર્જરી કરાવ્યા બાદ બીજી મેના રોજ મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પરિવાર પણ 50 દિવસથી સારવાર હેઠળ રહેલા અનુજની પડખે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે