કચ્છના સમુદ્રમાં 8 પાકિસ્તાની 30 કિલો હેરોઈન સાથે પકડાયા
એક સંયુક્ત ઓપરેશનમાં ગુરુવારે પાકિસ્તાનના 8 નાગરિકો કચ્છના જખૌ બંદર પાસેથી 30 કિલો હેરોઈન સાથે પકડાયા છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને આ સફળતા મેળવી છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :એક સંયુક્ત ઓપરેશનમાં ગુરુવારે પાકિસ્તાનના 8 નાગરિકો કચ્છના જખૌ બંદર પાસેથી 30 કિલો હેરોઈન સાથે પકડાયા છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને આ સફળતા મેળવી છે.
ઈન્ડિયન કોસ્ટગાર્ડના અનુસાર, આ ઓપરેશન ગુજરાત એટીએસની સાથે મળીને પાર પાડવામાં આવ્યું છે. ગુરુવારે જખૌ બંદર પાસેથી એક બોટ પકડાઈ હતી. જેમાં 8 પાકિસ્તાની નાગરિકો સવાર હતા અને તેમની પાસેથી 30 કિલો હેરોઈન પકડાયું હતું. આ પાકિસ્તાની બોટ ભારતીય જળક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રેખા (IMBL) ની નજીક પકડાઈ હતી.
@IndiaCoastGuard in a joint operation with ATS Gujarat apprehended #Pakistani boat PFB NUH with 08 Pak nationals & 30 Kg of heroin off Jakhau #Guajrat close to IMBL in Indian waters today. @drajaykumar_ias @SpokespersonMoD
— Indian Coast Guard (@IndiaCoastGuard) April 15, 2021
કોસ્ટગાર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, હાલ બોટ હજી પણ સમુદ્રમાં છે. તેને દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત તપાસ માટે કિનારે લાવવામાં આવશે. બોટમાં કોઈ પણ છુપાયેલી વસ્તુઓને યોગ્ય રીતે તપાસવામાં આવશે.
તો બીજી તરફ, પોરબંદરમાં પાકિસ્તાન મેરી ટાઇમ સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય બોટનુ અપહરણ કરાયું છે. એક માછીમારી બોટ સાથે 6 માછીમારોને પાકિસ્તાને બંધક બનાવ્યા છે. અપહરણ કરાયેલી બોટ પોરબંદરની હોવાનું સામે આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે