કાંકરિયામાં રાઈડ તૂટી હતી એ જ કોન્ટ્રાક્ટરને વોટરપાર્ક પઘરાવવાની AMC ની તૈયારી, વિપક્ષનો વિરોધ
Jaldhara Waterpark : કોંગ્રેસે દરખાસ્તને લઈને ભાજપ પર આક્ષેપ કર્યા છે. 2019 માં આ જ કોન્ટ્રાક્ટરના કાર્યકાળમાં રાઈડ તૂટી હતી. કોન્ટ્રાક્ટર પરિવારના એક વ્યક્તિ ભાજપના પૂર્વ કોર્પોરેટર છે. ત્યારે વિપક્ષ દ્વારા વિરોધ કરાયો
Trending Photos
Jaldhara Waterpark : ભાજપ શાસિત AMC વધુ એકવાર નિર્ણય પહેલાં જ વિવાદમાં છે. હવે વધુ વિવાદમાં આવી છે. અમદાવાદના જલધારા વોટર પાર્કને પુન: એ જ એજન્ટને પધરાવવાની પઘરાવી દેવાનો કારસો રચાયો છે. કાંકરિયા પરિસરમાં જલધારા વોટર પાર્ક આવેલો છે. ત્યારે ફરી 15 વર્ષ માટે પાર્ક સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ કંપનીને આપવાની દરખાસ્ત ચાલી રહી છે. આવતી કાલે મળનારી કમિટી માટે દરખાસ્ત આવી છે. કોંગ્રેસે દરખાસ્તને લઈને ભાજપ પર આક્ષેપ કર્યા છે. 2019 માં આ જ કોન્ટ્રાક્ટરના કાર્યકાળમાં રાઈડ તૂટી હતી. કોન્ટ્રાક્ટર પરિવારના એક વ્યક્તિ ભાજપના પૂર્વ કોર્પોરેટર છે. ત્યારે વિપક્ષ દ્વારા વિરોધ કરાયો છે.
ભાજપ સાશિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક વિવાદિત નિર્ણય કરવા તરફ ચક્રો ગતિમાન થયા છે. અમદાવાદના કાંકરિયા પરિસરમાં આવેલા જલધારા વોટર પાર્કને પુનઃ એજ કોન્ટ્રાક્ટરને પધરાવવાની ભાજપની પેરવી ચાલી રહી છે. કોન્ટ્રાકટર સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિમિટેડને 15 વર્ષ માટે કોન્ટ્રાકટ આપવાની રિક્રિએશનલ કમિટીમાં દરખાસ્ત આવી છે. આજે મળનારી કમિટીમાં આવેલી દરખાસ્તને લઈને કોંગ્રેસે ગંભીર આરોપો મૂક્યા છે.
એએમસી વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે આ અંગે વિરોધ કરતા જણાવ્યું કે, 2019 માં કાંકરિયામાં ભાજપના મળતિયા આજ કોન્ટ્રાકટરના સમય દરમ્યાન રાઈડ તૂટતાં 2 લોકોના મોત થયા હતા અને 30 લોકોને ઇજા પહોચી હતી. આ કોન્ટ્રાક્ટરને કાયમી બ્લેકલિસ્ટ કરવાની અમારી માંગ છે. 15 વર્ષ માટે પોતાના માનીતાને વોટર પાર્કનું ટેન્ડર સોંપીને પ્રોપર્ટી ટેક્ષ પણ માફ કરવાની દરખાસ્ત છે, જે અસ્વીકાર્ય છે. આજ કોન્ટ્રાકટર પરિવાર નિર્મિત ગોતા સ્થિત ફન બ્લાસ્ટ એમ્પ્યુઝમેન્ટ પાર્કમાં થોડા દિવસ પહેલા વિકરાળ આગ લાગી હતી. આ કોન્ટ્રાક્ટર પરિવારના એક વ્યક્તિ ભાજપના પૂર્વ કોર્પોરેટર છે. ત્યારે ફરી એ જ વ્યક્તિને પાર્ક પધરાવવો કેટલો યોગ્ય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે