કોંગ્રેસ આ મહારથીઓ આ આપશે આ બુથ પરથી મત, જાણો સમય અને સ્થળ

લોકસભાની ચૂંટણીમાં મતદાન વધારાવા માટે ચૂંટણી પંચ દ્વારા અને દરેક પાર્ટીઓ દ્વારા લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આવતી કાલે (23 એપ્રિલ) સવારે સાત કલાકથી મતદાન શરૂ કરી દેવામાં આવશે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ પોતના મતદાન સ્થળ પર મતદાન કરશે. 
 

કોંગ્રેસ આ મહારથીઓ આ આપશે આ બુથ પરથી મત, જાણો સમય અને સ્થળ

અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં મતદાન વધારાવા માટે ચૂંટણી પંચ દ્વારા અને દરેક પાર્ટીઓ દ્વારા લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આવતી કાલે (23 એપ્રિલ) સવારે સાત કલાકથી મતદાન શરૂ કરી દેવામાં આવશે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ પોતના મતદાન સ્થળ પર મતદાન કરશે.

લોકસભા ચૂંટણી 2019: નરેન્દ્ર મોદી, અમિત શાહ, વિજય રૂપાણી, નીતિન પટેલ અહિં કરશે મતદાન

વિપક્ષના નેતા પરેશ ધાનાણી, મધુસુદન મિસ્ત્રી, અહમત પટેલ, હાર્દિક પટેલ, સી.જે ચાવડા, અર્જુન મોઢવાડિયા, માધવસિંહ સોલંકી, શક્તિસિંહ સોલંકી, સહિતના નેતાઓ વહેલી સવારે મતદાન કરશે. વીવીઆઇપી નેતાઓ દ્વારા મતદાન કરીને લોકોને વધુ મતદાન કરવા માટે પ્રરિત કરશે. ગુજરાતના તમામ 26 બેઠકો પરના ઉમેદવારો દ્વારા ત્રીજા તબ્બકાના મતદાન કરવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

વીઆઇપી મતદારનું નામ મતદાનનો સમય મતદાન કેન્દ્ર (સ્થળ)
પરેશ ધાનાણી સવારે 9.00 કલાકે મંગળાબેન બાલમંદિર, અમરેલી
મધુસુદન મિસ્ત્રી સવારે 7.30 કલાકે પ્રાથમિક શાળા, સેક્ટર-8,ગાંધીનગર
અહમદ પટેલ સવારે 9.45 કલાકે પ્રાથમિક શાળા, પીરામણ ગામ,ભરૂચ
હાર્દિક પટેલ સવારે 10.30 કલાકે કુમાર શાળા નં-8, વિરમગામ
સી.જે.ચાવડા સવારે 8.00 કલાકે સરકારી પ્રાથમિક શાળા સેક્ટર-6A,ગાંધીનગર
એર્જુન મોઢવાડિયા સવારે 9.00 કલાકે મોઢવાડા ગામ,પોરબંદર
માધવસિંહ સોલંકી સવારે 11.30 કલાકે બોરસદ
અમિત ચાવડા સવારે 7.30 કલાકે પ્રાથમિક શાળા, કેશવપુરા,આંકલાવ
ભરતસિંહ સોલંકી સવારે 8.30 કલાકે દેદરડા ગામ, બોરસદ
સિદ્ધાર્થ પટેલ સવારે 9.00 કલાકે ડભોઇ
તુષાર ચૌધરી સવારે 11.00 કલાકે વ્યારા
હિંમતસિંહ પટેલ સવારે 11.00 કલાકે સુખરામનગર, મ્યુનિ.શાળા,અમદાવાદ
ઇમરાન ખેડાવાલા બપોરે 12.30 કલાકે જમાલપુર મહાજન વાડા,અમદાવાદ
રાજુ પરમાર સવારે 7.30 કલાકે ડી.એસ.એ સ્કૂલ, બોડકદેવ,અમદાવાદ
ગીતા પટેલ સવારે 10 કલાકે માધવ સ્કુલ, નિરાંત ચોકડી,વસ્ત્રાલ, અમદાવાદ
અમી યાજ્ઞિક સવારે 9.00 કલાકે સહજાનંદ કોલેજ પાંજરાપોળ, અમદાવાદ
શશીકાંત પટેલ સવારે 10.30 કલાકે ભાવીન સ્કુલ, થલતેજ,અમદાવાદ

Image result for hardik patel congress zee news

ત્રીજા તબ્બકાના મતદાનમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જેને અનુલક્ષીને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ગુજરાતની તમામ 26 સીટો પર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news