રાજ્ય સરકારનો નિર્ણય : 6 નગરપાલિકા વિસ્તારોમાં પણ કોઈ છૂટછાટ નહિ
સીએમઓના સચિવ અશ્વિની કુમારે સરકારના નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું કે, ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. મહાનગરોમાં કોરોનાનાં કેસ વધુ છે, જેના કારણે લોકડાઉનનું ચુસ્ત પાલન કરવું પડશે. રાજ્ય સરકારે કોરોનાગ્રસ્ત શહેરોને જિલ્લાઓમાં વધુ કડકાઈનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય. રાજકોટ ભલે ઓરેન્જ ઝોનમાં હોય, પણ રાજકોટ મહાનગરને પણ રેડ ઝોન જ લાગુ રહેશે. રાજકોટ શહેરને પણ કોઈ વધુ છૂટછાટ નહિ અપાય. આગામી 2 અઠવાડિયામાં કોરોનાનું સંક્રમણ ઘટાડી બહાર આવવાનો લક્ષ્યાંક બનાવાયો છે. 6 નગરપાલિકા વિસ્તારોમાં પણ કોઈ છૂટછાટ નહિ. બોટાદ, બોપલ, ગોધરા, ઉમરેઠ નગરપાલિકા વિસ્તારોમાં પણ પ્રતિબંધ યથાવત રહેશે.
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :સીએમઓના સચિવ અશ્વિની કુમારે સરકારના નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું કે, ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. મહાનગરોમાં કોરોનાનાં કેસ વધુ છે, જેના કારણે લોકડાઉનનું ચુસ્ત પાલન કરવું પડશે. રાજ્ય સરકારે કોરોનાગ્રસ્ત શહેરોને જિલ્લાઓમાં વધુ કડકાઈનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય. રાજકોટ ભલે ઓરેન્જ ઝોનમાં હોય, પણ રાજકોટ મહાનગરને પણ રેડ ઝોન જ લાગુ રહેશે. રાજકોટ શહેરને પણ કોઈ વધુ છૂટછાટ નહિ અપાય. આગામી 2 અઠવાડિયામાં કોરોનાનું સંક્રમણ ઘટાડી બહાર આવવાનો લક્ષ્યાંક બનાવાયો છે. 6 નગરપાલિકા વિસ્તારોમાં પણ કોઈ છૂટછાટ નહિ. બોટાદ, બોપલ, ગોધરા, ઉમરેઠ, ખંભાત, બારેજા નગરપાલિકા વિસ્તારોમાં પણ પ્રતિબંધ યથાવત રહેશે. જૂનાગઢ અને જામનગર નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાને બાદ કરતા 156 નગરપાલિકાઓમાં કામકાજ શરૂ કરવામાં આવશે.
નાગરિકો માટે મહત્વની જાહેરાત
- સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી તમામ લોકોએ ઘરની અંદર જ રહેવાનું રહેશે. આ દરમિયાન કોઈએ અવરજવર કરવાની રહેશે નહિ. આ સૂચનાનું દરેક ઝોનમાં કડકાઈથી પાલન કરવાની સૂચના તંત્રને આપી દેવાઈ છે.
- લોકડાઉન દરમિયાન કોઈને પણ પરવાનગી મેળવવા માટે નવેસરથી અપ્લાય કરવાનુ રહેશે નહિ. જે ગતિવિધિ સરકાર દ્વારા માન્ય રાખવામાં આવી હોય, જેમ કે, દૂધ, શાકભાજી, કરિયાણા, દવા અને આવશ્યક સેવાઓ દ્વારા પાસ અને પરવાનો આપવામાં આવ્યો હતો, તેને રિન્યુ કરવાનુ રહેશે નહિ. એક ઓર્ડર કરીને તેને રિન્યુ કરાશે.
આજના મહત્વના સમાચાર : અમદાવાદના પૂર્વથી પશ્ચિમ વિસ્તારોને જોડતા 5 બ્રિજ બંધ કરાયા
શું છૂટછાટ મળશે, અને શું નહિ...
- અશ્વિની કુમારે જણાવ્યું કે, કોઈ પણ ઝોનમાં છૂટ નહિ મળે.
- દારૂની પરમીટ દુકાનો પણ બંધ રહેશે.
- પાન માવા-મસાલાની દુકાનો બંધ રહેશે. બે અઠવાડિયા સુધી પાન મસાલાની દુકાન રાજ્યમાં સંપૂર્ણ બંધ રહેશે.
- ઓરેન્જમાં છૂટછાટ આપવામાં આવી છે.
- વાળંદની દુકાન, ચાની દુકાન, બ્યુટી પાર્લરને પણ ચાલુ કરવામાં આવશે
- જે દુકાનો મોલમાં નથી કે ગીચ વિસ્તારમાં નથી તેવી દુકાનો ખોલી શકાશે
- ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ટેક્સી અને કેબની સેવાઓ પણ ચાલુ કરી શકાશે. જોકે તેના માટે વન પ્લસ 2 ના નિયમનું પાલન કરવું પડશે
- એસ.ટી.ની બસ 50% ની કેપિસિટી સાથે ચાલુ રાખવાની રહેશે
- 30થી વધુ મુસાફરોને બેસાડી શકાશે નહિ
વલસાડ : પરવાનગી વગર પત્નીને મહેસાણા મૂકવા ગયેલા પોલીસ કર્મચારીનો ભાંડો ફૂટ્યો
લોકડાઉન ત્રીજી વખત વધારવામાં આવ્યું છે, ત્યારે પાસ માટે કે અન્ય માટે અપ્લાય કરવાનું રહેશે નહિ. જે અગાઉ જિલ્લા કલેકટર દ્વારા પાસ આપવામાં આવ્યા છે તે જ ચાલશે. અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર અને રાજકોટ જેવા છ શહેરી વિસ્તારમાં લોકડાઉનનું કડકપણે પાલન કરાવવામાં આવશે. દૂધ, દવા, કરિયાણા, શાકભાજી સિવાયની દુકાનો ચાલુ કરવા દેવામાં આવશે નહિ. જૂનાગઢ અને જામનગર સહિતના શહેરી વિસ્તારોમાં લોકોને તબક્કાવાર રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે છૂટ આપવામાં આવશે. જેમાં છ મહાનગરપાલિકા અને છ નગરપાલિકા સિવાયના વિસ્તારો છે. ગ્રીન ઝોનમાં જ એસટીની સેવાઓ ચાલુ કરવામાં આવશે.
2 કેસ બાદ દ્વારકા રેડ ઝોન જાહેર, બહારથી આવનાર દરેકને 7 દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઈ કરાશે
તેમણે જણાવ્યું કે, હિન્દુઓના તહેવારોમાં પોલીસ તંત્ર દ્વારા અને સ્વેચ્છાએ નાગરિકો દ્વારા ઉજવણી બંધ રાખવામાં આવી હતી. તેવી જ રીતે રમઝાન માસમાં પણ મુસ્લિમ ભાઈઓને અપીલ છે કે ઘરમાં રહીને જ રમઝાન ઉજવે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા શક્તિથી પાલન કરાવવામાં આવશે. જે પ્રકારે કેસો અને મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે, તે જોતા મુસ્લિમ બિરાદરોને અપીલ કરીએ છીએ કે ઘરમાં રહીને તહેવાર ઉજવે. રાત્રે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી ઘરની અંદર જ રહેવાનું રહેશે. કોઈને પણ બહાર અવરજવર કરવા દેવામાં આવશે નહિ. તેનું સખતાઈથી પાલન કરવા માટે વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે