વડોદરામાં ગૌમાંસના સમોસા મામલે DCP પન્ના મોમાયાનું મોટું નિવેદન, વધુ એક આરોપીનું ખૂલ્યું નામ
શહેરના છીપવાડ સ્થિત હુસેન મેન્સન ઇમારતમાં ગૌમાંસના સમોસા બનાવતી ફેકટરી ચાલતી હોવાની બાતમી ડીસીપી પન્ના મોમાયાને મળી હતી. જેના આધારે પોલીસે ગત તા. 6 એપ્રિલના રોજ હુસેન મેન્સનમાં દરોડો પાડી ગૌમાંસ નો જથ્થો ઝડપી પાડ્યો હતો.
Trending Photos
જયંતિ સોલંકી/વડોદરા: શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગૌમાંસના સમોસા બનાવી વેચાણ કરતા પિતા-પુત્ર સહિત સાતની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે હવે આ મામલે વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે. જેને લઈને ડીસીપી પન્ના મોમાયાએ નિવેદન આપ્યું હતું.
શહેરના છીપવાડ સ્થિત હુસેન મેન્સન ઇમારતમાં ગૌમાંસના સમોસા બનાવતી ફેકટરી ચાલતી હોવાની બાતમી ડીસીપી પન્ના મોમાયાને મળી હતી. જેના આધારે પોલીસે ગત તા. 6 એપ્રિલના રોજ હુસેન મેન્સનમાં દરોડો પાડી ગૌમાંસ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે 6 આરોપીઓ સામે ગુનો નોંધી ગૌમાંસ ના સમોસા વેચનાર પિતા પુત્રની ધરપકડ કરી હતી.
વધુ રૂપિયા કમાવવાની લાલચે ગૌમાંસના સમોસા બનાવી વેચાણ કરતા હોવાનુ અત્યાર સુધીની પોલીસ તપાસમાં ખુલ્યું છે. ત્યારે પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ તેજ કરતા ગૌમાંસનો વધુ સપ્લાયર પકડાયો છે. આ મામલે ડીસીપી પન્ના મોમાયા એ પત્રકાર પરિષદ યોજીને વિગતવાર માહિતી આપી હતી.
ડીસીપી પન્ના મોમાયા ના જણાવ્યા મુજબ, પોલીસની પુછતાછમાં ગૌમાંસનો સપ્લાયર ભાલેજનો ઇરફાન હોવાનુ ખુલ્યું હતુ. જેથી પોલીસે ઇરફાનની ધરપકડ કરી એક દિવસના પોલીસ રિમાન્ડ મેળવી પુછતાછ હાથ ધરી હતી. આ દરમિયાન ઇમરાન સાથે 20 વર્ષીય ફરદીન ભાગીદારીમાં ધંધો કરતો હોવાનુ ખુલ્યું હતુ. જેથી પોલીસે આણંદ ખાતે રહેતા મંહમદ ફરદીન કાસમભાઇ કુરેશીની પણ આ ગુનામાં ધરપકડ કરી છે.
મહત્વનું છે કે હાલ પોલિસે મંહમદ ફરદીન કાસમભાઇ કુરેશીની પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓ બીજી કઈ જગ્યાએ ગૌમાંસ સપ્લાય કરતા હતા તે અંગે તપાસ ચાલુ છે. આ ઉપરાંત વડોદરામાં પણ અન્ય કઈ જગ્યાએ સપ્લાય કરતા હતા તેની તપાસ હાલ ચાલુ છે.
પોલીસે અત્યાર સુધી આ ગુનામાં કૂલ 8 લોકોની ધરપકડ કરી છે. તથા કેટલા સમયથી અને વડોદરા સિવાય અન્ય કયા સ્થળે આ લોકો ગૌમાંસના સમોસાનુ વેચાણ કરતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. ત્યારે આ મામલે વધુ લોકોના નામ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે