રક્ષા મંત્રી નિર્મલા સીતારામને કર્યો સ્વિકાર, નથી જળવાતું પૂર્વ સૈન્ય જવાનોનું સન્માન

રક્ષા મંત્રી નિર્મલા સીતારામન આજે એક દિવસીય ગુજરાતની મુલાકાતે હતા. જેમાં અમદાવાદ ખાતે પૂર્વ સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી. એક તરફ દેશ ભરમાં પુલવામાં એટેકમાં શહીદ થયેલા સૈનિકો સાથે દેશ ઉભું છે. ત્યારે ગુજરાતમાં પૂર્વ સૈનિકો દ્વારા કેટલીક ચોંકાવનારી વિગતો રક્ષા મંત્રી સમક્ષ સજુ કરવામાં આવી જેમાં ગુજરાત સરકારની પૂર્વ સૈનિકો માટેના ઉદાસીન વલણ અંગે સૈનિકો દ્વારા હૈયા વરાળ ઠાલવવામાં આવી હતી. 
 

રક્ષા મંત્રી નિર્મલા સીતારામને કર્યો સ્વિકાર, નથી જળવાતું પૂર્વ સૈન્ય જવાનોનું સન્માન

કિજલ મિશ્રા/અમદાવાદ: રક્ષા મંત્રી નિર્મલા સીતારામન આજે એક દિવસીય ગુજરાતની મુલાકાતે હતા. જેમાં અમદાવાદ ખાતે પૂર્વ સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી. એક તરફ દેશ ભરમાં પુલવામાં એટેકમાં શહીદ થયેલા સૈનિકો સાથે દેશ ઉભું છે. ત્યારે ગુજરાતમાં પૂર્વ સૈનિકો દ્વારા કેટલીક ચોંકાવનારી વિગતો રક્ષા મંત્રી સમક્ષ સજુ કરવામાં આવી જેમાં ગુજરાત સરકારની પૂર્વ સૈનિકો માટેના ઉદાસીન વલણ અંગે સૈનિકો દ્વારા હૈયા વરાળ ઠાલવવામાં આવી હતી. 

દેશ ભરમાં સૈનિકોની શહાદત સૈન્યના શૌર્ય અને અદમ સાહસની ચર્ચા થઈ રહી છે. ત્યારે પૂર્વ સેનાના જવાનો માટે સરકારી વાતો માત્ર કાગળ પર હોવાની ચોંકારવાની વાતો બહાર આવી છે. બ્રિગેડિયર જી.એમ.અંકલેશ્વરીયાએ રક્ષા મંત્રી સામે કરી કેટલીક મહત્વની રજુઆત કરી હતી. જેમાં સિપાહીઓની સુરક્ષા અહેમ મુદ્દો હતો. પોતાની વાત કરતા એમને જણાવ્યું હતું કે, સિપાહી રજા પર આવે ત્યારે યુનિટથી ઘરેના પહોચે તેમજ ઘરેથી યુનિટ પહોંચી ડ્યૂટી જોઈનના કરે ત્યાં સુધી સૈનિકને ઓન ડ્યૂટી માનવામાં આવે જેના કારણે કઇ પણ હોનારત થાય તો એનો લાભ મળી શકે. 

સરકારી નોકરીમાં 10% સૈન્ય માટે અનામતની જોગવાઈ છે. ગુજરાત સરકારે પણ આ અનામત કરી છે પણ નથી મળતું. એક સિપાહી 20 વર્ષ બોર્ડર પર ઉભા રહીને ફરજ બજાવે છે. જ્યારે એને પોલીસના જોબ માટેની વાત આવે ત્યારે  22 વર્ષમાં યુવાન સાથે કોમ્પિટિશન ના કરી શકાય. જો કે બેક ઓફ બરોડા દ્વારા સૈન્યને નોકરીમાં અનામતને લઈને સારીએ સારી પહેલ કરવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરાયો.

સરકારની આયુષ્માન યોજનાને નામે લિંક બનાવી આ રીતે થઇ રહી છે ડેટા ચોરી

પૂર્વ સૈન્ય જવાનો દ્વારા અન્ય મુદ્દા રાજુ કરતા જણાવાયું હતું કે, ગુજરાત સરકાર સૈનિકના ઘર જો પત્નીના નામ પર હોય અને સૈનિકની મૃત્યુ થાય તો ટેક્સમાં રિલીફ નથી મળતી જે મળવી જોઈએ. ગુજરાતમાં લિકર માટે પરમીટ લેવી પડે છે. રીટાયરમેન્ટ પછી એમાંથી છૂટ મળવી જોઈએ. તો કેટલાક કિસ્સામાં x આર્મી મેનની ફરિયાદ પોલીસે લેવાની ના પાડે છે.

કિશોરીના ફોટાનો ઉપયોગ કરી કોલગર્લ દર્શાવી રૂપિયા પડાવતો યુવક ઝડપાયો

X આર્મી મેન માટે 16 એકર જમીન ખેતીવાડી માટે આપવામાં નિયમ ગુજરાત સરકારે બનાવ્યું હતો. જો કે હજુ પણ લાગુ કરાયું નથી જે કરવામાં આવે. એક સૈનિક કે કહ્યુ ગુજરાતમાં સેવા નિવૃત્ત સૈનિકોનાં આરોગ્યની સારવાર યોગ્ય રીતે નથી થતી. કેટલીક વાર ઇમર્જન્સીમાં રજાઓ રદ થાય છે.

રૂપિયા 1 લાખની લાંચ લેતા GST અધિકારીની એસીબીએ કરી ધરપકડ

સૈનિકોને તતાકાલિક મુસાફરી કરવી પડે છે. સૈનિકો ટ્રેનનાં ટોયલેટ પાસે બેસીને મુસાફરી કરતાં હોય તૈવા દ્રશ્યો મે જોયા છે સૈનિકો નું માન સન્માન નથી જડવાતું. જો કે આ તમામ મુદ્દાઓ ની રક્ષા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. શક્ય હોય એટલે મુદ્દાઓનું ઝડપથી નિરાકરણ કરવાની બાંહેધરી પણ આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news