સુરતમાં ધોધમાર વરસાદ બાદ DEOની શાળાઓને સૂચના અપાઈ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
Surat Heavy Rain : સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, સમી સાંજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
Trending Photos
Surat News પ્રશાંત ઢીવરે/સુરત : ભારે પવન સાથે ધોધમાર વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. અઠવા ગેટ જૂની આરટીઓ પાસે પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વાહનો વરસાદ બંધ પડી જતાં વાહન ચાલકોને ધક્કો મારવાનો વારો આવ્યો છે. હાલ સુરતના અઠવાગેટ, પુણાગામ, વરાછા, ઉધના સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી હાલાકી પડી રહી છે.
સુરતના અનેક વિસ્તારોમાં પાણી જ પાણી
હવામાન વિભાગે સુરત દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી હતી. સુરત દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર કરાયું હતું. સમી સાંજે સુરતના અઠવાગેટ ,પાર્લે પોઇન્ટ, પીપલોદ, મજુરાગેટ, ઉધના દરવાજા, વેસુ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાંદેર, અડાજણ, ચોક બજાર, નાનપુરા, ઉધના, ભેસ્તાન, પાંડેસરા, દિલ્હી ગેટ,કતારગામ સહીતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ વરસાદી માહોલ હતો પણ વરસાદ વરસતો ન હતો. ક્યાંક છૂટો છવાયો હતો. ક્યાંક ઝરમર વરસાદ આવતો હતો. સમી સાંજે અચાનક પવન સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરમાં ઠંડક પ્રસરી છે. અચાનક ધોધમાર વરસાદ શરૂ થતા રસ્તા ઉપર પાણી પણ ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સુરતના અઠવાગેટ , પુણાગામ, વરાછા, ઉધના સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી હાલાકી પડી રહી છે. લોકો મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા કરી રહ્યા છે.
સુરતમાં શાળાઓ બંધ
સુરતમાં વરસી રહેલા ભારે વરસાદને લઈ DEOની શાળાઓને સૂચના અપાઈ છે. વરસાદની સ્થિતિને જોઈ શાળા ચાલુ રાખવી કે બંધ આચાર્ય પર નિર્ણય આપ્યો છે. સુરતમાં સમી સાંજથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સુરત દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી હતી. સુરત દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર કરાયું હતું. સમી સાંજે સુરતના અઠવાગેટ ,પાર્લે પોઇન્ટ, પીપલોદ, મજુરાગેટ, ઉધના દરવાજા ,વેસુ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી પાણી ભરાયાં છે. રાંદેર, અડાજણ, ચોક બજાર, નાનપુરા, ઉધના, ભેસ્તાન ,પાંડેસરા, દિલ્હી ગેટ ,કતારગામ સહીતના વિસ્તારોમાં પવન સાથે વરસાદી પાણી ભરાયા છે. અચાનક ધોધમાર વરસાદ શરૂ થતા રસ્તા ઉપર પાણી પણ ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સવારે વિદ્યાર્થીઓને હાલા કે નહીં પડે શાળાના આચાર્યઓને સ્થિતિ જોઈ શાળા ચાલુ રાખવી કે તેનો નિર્ણય જાતે લેવા રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે