અમેરિકામાં જો બાઇડેન નહીં લડે આગામી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી, પત્ર લખી કરી જાહેરાત
અમેરિકામાં નવેમ્બર 2024માં યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે.
Trending Photos
વોશિંગટનઃ આખરે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને આગામી ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. જો બાઇડેને એક પત્ર લખી આ જાહેરાત કરી છે.
હાઈ વોલ્ટેજ ડ્રામા બની ગયેલી યુએસ પ્રમુખપદની ચૂંટણી બાઈડેનની રાજકીય કારકિર્દીના અંત સુધીનું કાઉન્ટડાઉન સાબિત થઈ છે. પ્રમુખ જો બાઈડેનની નબળી તબિયત, ડેમોક્રેટિક પાર્ટી પરની તેમની પોતાની પકડ અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સામે તેમની વધતી જતી અવ્યવસ્થા... એકંદરે, બાઈડેન હવે મેદાનમાંથી ખસી ગયા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના સિનિયર નેતા બરાક ઓબામાએ પણ હવે જો બાઈડેનને ચૂંટણીમાંથી ખસી જવાની સલાહ આપી હતી.
US President Joe Biden drops out of Presidential race. pic.twitter.com/O9M7kkqPVC
— Press Trust of India (@PTI_News) July 21, 2024
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી તેની ચર્ચા હતી કે શું બાઇડેન રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે? આ સવાલની સાથે ઘણી અટકળો ચાલી રહી હતી. તેમની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને લઈને પણ ચર્ચા હતી કે સ્વાસ્થ્ય કારણોથી રાષ્ટ્રપતિ ચૂંટણી લડશે નહીં અને રવિવારે આ અટકળો પર વિરામ લાગી ગયો છે, જ્યારે ખુદ બાઇડેને આ વિશે જાહેરાત કરી દીધી છે.
નોંધનીય છે કે બાઇડેનના રાષ્ટ્રપતિ પદની રેસમાંથી હટવાની ચર્ચા ત્યારે શરૂ થઈ ગઈ હતી, જ્યારે થોડા દિવસ પહેલા લાઇવ ડિબેટમાં ટ્રમ્પ સામે તે પાછળ રહેતા જોવા મળ્યા હતા. ચૂંટણી પહેલા રિપબ્લિકન અને કેમોક્રેટિક પાર્ટીઓ તરફથી ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન વચ્ચે પ્રથમ લાઇવ ડિબેટ થઈ હતી, જેમાં બાઇડેન પર ટ્રમ્પ ભારે પડતા જોવા મળ્યા હતા. તેવામાં રાજકીય વર્તુળોથી લઈને મીડિયા અને સામાન્ય જનતા વચ્ચે અટકળો હતી કે બાઇડેને રેસમાંથી હટી જવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે