રણછોડ માખણચોર ના જયઘોષ સાથે શ્રધ્ધાના મહાસાગરમાં તરબોળ બન્યા શ્રધ્ધાળુઓ
ખેડા જિલ્લાના મહેમદાવાદ પોલીસ સ્ટેશન તરફથી ફ્રૂટ અને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહેમદાવાદ પોલીસ સ્ટાફ ના જવાનો દ્વારા ખાત્રજ ચોકડી પર ડાકોર જતાં પદયાત્રીઓને ફ્રૂટ અને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના મહેમદાવાદ પોલીસ દ્વારા પાંચ જેટલા પોલીસ સહાયતા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે.
Trending Photos
નચિકેત મહેતા, ખેડા: ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે રાજયમાંથી લાખો શ્રદ્ધાળુઓએ શ્રદ્ધા સાથે ચાલતા ડગ માંડ્યા છે. જેના કારણે ડાકોરને જોડતા તમામ ભક્તિ માર્ગો પર પદયાત્રીકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. અહીંયા શ્રદ્ધાનું મહાસાગર છલકાતા અનેરા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ તરફથી પદયાત્રીકો વધુ આવી રહ્યાં છે. જેના કારણે આ ભક્તિમાર્ગ "જય રણછોડ માખણ ચોર ના નાદ સાથે ગુંજી ઉઠયો છે. ધોળી ધજા સાથે યુવાનો, બાળકો તથા અન્ય લોકો ડાકોર તરફ આગળ ધપી રહ્યા છે.
ડાકોર ફાગણી પૂનમ ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે પગપાળા પદયાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર અને મેડિકલ કેમ્પ સાથે સાથે ફ્રૂટ અને શેરડીના રસનું આયોજન કરવામાં આવ્યું છે. અગિયારસથી ફાગણી પૂનમ સુધીમાં ડાકોરના ઠાકોરના દર્શન કરવા શ્રદ્ધાળુ ભકતો પગપાળા સંઘ લઈ ડાકોર તરફ જવા રવાના થઈ ગયા છે.
ખેડા જિલ્લાના મહેમદાવાદ પોલીસ સ્ટેશન તરફથી ફ્રૂટ અને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહેમદાવાદ પોલીસ સ્ટાફ ના જવાનો દ્વારા ખાત્રજ ચોકડી પર ડાકોર જતાં પદયાત્રીઓને ફ્રૂટ અને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના મહેમદાવાદ પોલીસ દ્વારા પાંચ જેટલા પોલીસ સહાયતા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. ડાકોર જતાં તમામ માર્ગો પર જય રણછોડ માખણચોરના જ્યગોષનાં નારા સાથે ભકતો અમદાવાદથી ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે.
હાલ બે વર્ષ કોરોના ની મહામારી ના કારણે ડાકોર ફાગણી પૂનમ નો મેળો બંધ હતો પરંતુ આ વર્ષે કોરોના નો પ્રકોપ ઓછો થતાં રાજ્ય સરકાર દ્વારા મેળાવડા ની મંજૂરી આપવામાં આવતા દર વર્ષે પગપાળા ડાકોર જતાં હરિભક્તો માં ખુબ આનંદ લાગણી જોવા મળી રહી છે.
કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ ડાકોર ખાતે ફાગણી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે ઠેકઠેકાણેથી શ્રદ્ધાળુઓ પગપાળા અહીંયા ઉમટે છે. શ્રદ્ધાના આ મહાસાગરમાં શ્રદ્ધાળુઓ તરબોળ બની રણછોડજીની ભક્તિમાં લીન બને છે. ફાગણી પૂનમને આડે હવે ગણતરીના કલાક બાકી છે ત્યારે ભક્તોનો અવિરત પ્રવાહ ડાકોર તરફ આગળ વધી રહ્યો છે. પદયાત્રિકો ભૂખ, તરસ, થાકને ભૂલી જય રણછોડના જય ઘોષ સાથે ડાકોરના ઠાકોરને મળવા આતૂર બન્યાં છે.
તો બીજી બાજુ પદયાત્રીઓની સેવામાં 24 કલાક ખડેપગે રહી વિવિધ પ્રકારની સેવા કરતા સેવાભાવી લોકો પણ ધન્યતાની અનુભૂતિ કરી રહ્યાં છે. ચ્હા, પાણી, નાસ્તો, ભંડારા, રહેવાની સહિત મેડીકલને લગતી સેવાઓ પદયાત્રીઓને વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે