સખણા રહેજો 'સિંઘમ', તમને પણ દંડ થશે! સતત બીજા દિવસે પોલીસકર્મીઓ માટે જાહેર થયો પરિપત્ર
Ahmedabad News: ગુજરાતના પોલીસકર્મીઓ માટે સોશિયલ મીડિયા પોલિસી જાહેર કરવામાં આવી છે. પોલીસ કર્મીઓને સોશિયલ મીડિયા આચારસંહિતાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે.
Trending Photos
Gujarat Police Staff: સિંઘમ બનીને ફરતા અને નિયમો નેવે મૂકીને વર્દીને ડાઘ લગાનારા પોલીસકર્મીઓને તથા અધિકારીઓને ટ્રાફિક સહિતના નિયમોનું પાલન કરવા રાજ્ય પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી છે. વાહનોમાં બ્લેક ફિલ્મ, પોલીસની પ્લેટ વગેરે બાબતો ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે, આ સાથે આમ કરનારા પોલીસકર્મીઓ સામે કડક પગલાં ભરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી IPS વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર બહાર પાડીને વિકાસ સહાય દ્વારા પોલીસ કમિશનર, SP, GRP તથા તમામ સેનાપતિઓને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે. આ પરિપત્રમાં લોકો દ્વારા વારંવાર જે બાબતે ફરિયાદ ઉઠતી હોય છે તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે તે અંગે આ પરિપત્રમાં સૂચના આપવામાં આવી છે.
યુનિફોર્મમાં હોય તે દરમિયાન ટ્રાફીકના નિયમોનું પાલન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સિવાય હેલમેટ, સીટબેલ્ટ, ચાલુ વાહનને ફોન પર વાત કરવાનું ટાળવું, સજીસ્ટ્રેશન નંબર પ્લેટ પર કરવામાં આવતા લખાણો, ટુ-વ્હીલર પર ત્રણ સવારી, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, કારમાં રહેલી બ્લેક ફિલ્મ, પાર્કિંગના નિયમોનું ઉલ્લંઘન વગેરે બાબતોનું પોલીસ દ્વારા ચૂસ્તપણે પાલન કરાવવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું છે. પોલીસ સો પહેલા ટ્રાફિકના કાયદા તેમજ નિયમોનું સંપૂર્ણ ચૂસ્તપણે પાલન કરે અને જાહેર જનતાનું ટ્રાફિક નિયમનું પાલન કરાવે તે જરુરી છે. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા પોલીસકર્મીઓનો ઉલ્લેખ કરીને સૂચનાઓ પણ આપવામાં આવી છે.
નિયમો નહીં પાળનારા પોલીસકર્મીઓ હવે થઈ જજો સાવધાન; DGP વિકાસ સહાયે સતત બીજા દિવસે જાહેર કર્યો પરિપત્ર #Gujarat #GujaratPolice #BreakingNews #News pic.twitter.com/NCmzaDUEZW
— Zee 24 Kalak (@Zee24Kalak) August 18, 2023
પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, પોલીસ અધિકારી, કર્મચારી દ્વારા ટ્રાફિકના નિયમો નેવે મૂકીને ઉલ્લંઘન થતું હોવાથી પ્રજા પર તેની વિપરિત અસર પડે છે અને પોલીસની છબી ખરડાય છે. એટલે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા પોલીસકર્મીઓની વર્તણૂક અસ્વીકાર્ય રહેશે. પોલીસની વર્દીમાં ટુ-વ્હીલર પર ત્રણ સવારી જવાનું ટાળવું, યુનિફોર્મની ગરીમા જાળવવી, પોતાના વાહનમાં બ્લેક ફિલ્મનો ઉપયોગ ન કરવો. જો આમ કોઈ પોલીસકર્મીએ કર્યું હોય તો તેમની સામે કાર્યવાહી કરવાની પણ સૂચના અપાઈ છે.
આ સિવાય ટ્રાફિકની જાગૃતિ માટેના પ્રયાસ કરવા, બોડી વોર્ન કેમેરા સાથે ફરજ પર હાજર રહેવું અને સુરપવિઝન અધિકારીઓએ મોનિટરિંગ કરવું જોઈએ તેવી સૂચના પણ આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસે ફરજ દરમિયાન લાઈટ બેટન તથા બોડી રિફ્લેક્ટર અવશ્ય પહેરવાની સૂચના અપાઈ છે. ટ્રાફિક બ્રિગેડને પણ નિયમોનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુજરાતના પોલીસકર્મીઓ માટે સોશિયલ મીડિયા પોલિસી જાહેર કરવામાં આવી હતી. પોલીસ કર્મીઓને સોશિયલ મીડિયા આચારસંહિતાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો હતો. કેટલાક જવાનો નિયમોનું પાલન ન કરતાં હોવાનું સામે આવ્યું છે. કેટલાક જવાનો રીલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરે છે. ફરજ પર અથવા ફરજ પછી વીડિયો બનાવીને અપલોડ કરે છે. જેના કારણે પોલીસકર્મીઓ માટે પોલિસી જાહેર કરાઈ હતી. જો સોશિયલ મીડિયા આચારસંહિતા ભંગ થશે તો કાર્યવાહી કરાશે. DGP વિકાસ સહાયે IG SP અને વિભાગના વડાઓને પત્ર લખ્યો હતો.
રાજ્ય પોલીસના અધિકારી કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ, વિડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ છે. તથા પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી આચાર સહિતા બહાર પાડવામાં આવી છે. તેમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પોલીસ અધિકારી કે કર્મચારી સરકારની વિરુદ્ધ કોઈ ટીકા ટિપ્પણી કરી શકશે નહી. હવેથી વર્દી પહેરીને વીડિયો, રિલ્સ બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ દરેક પોલીસકર્મીએ નિયમોનું પાલન કરવાનું રહેશે. તથા પોલીસ અધિકારી કે કર્મચારી પર નિવેદન ન કરવા આદેશ આપવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે