માત્ર દેશ જ નહીં, વિદેશમાં પણ આ દિવડાની છે ભારે ડિમાન્ડ! ખાસિયત જાણી તમે પણ બજારમાં લેવા દોડશો

સામાન્ય રીતે માટીના દીવડા લોકો દિવાળીના પર્વ પર પ્રજ્વલિત કરતા હોય છે અને આ વર્ષો જૂની પરંપરા છે પરંતુ હાલ ટ્રેન્ડ પણ બદલાયો છે. આ મેટલ દીવડા સૌથી વધારે કોર્પોરેટ સેક્ટરમાં લોકો મંગાવી રહ્યા છે.

માત્ર દેશ જ નહીં, વિદેશમાં પણ આ દિવડાની છે ભારે ડિમાન્ડ! ખાસિયત જાણી તમે પણ બજારમાં લેવા દોડશો

ઝી બ્યુરો/સુરત: દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત શહેરમાં આ વખતે અલગ અલગ મેટલ અને એલિગન્ટ દેખાતા દીવડાની ડિમાન્ડ સૌથી વધારે છે. માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ આ જ મેટલના દિવડા લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ દીવડાની ખાસિયત આ પણ છે કે તેને માત્ર તેલ જ નહીં પરંતુ એલઇડી લાઇટ, પાણી અને મીણબત્તીથી પ્રજ્વલિત કરી શકાય છે.

સામાન્ય રીતે માટીના દીવડા લોકો દિવાળીના પર્વ પર પ્રજ્વલિત કરતા હોય છે અને આ વર્ષો જૂની પરંપરા છે પરંતુ હાલ ટ્રેન્ડ પણ બદલાયો છે. આ મેટલ દીવડા સૌથી વધારે કોર્પોરેટ સેક્ટરમાં લોકો મંગાવી રહ્યા છે. ગિફ્ટ આપવાની સાથે ઘરમાં પણ મૂકવા પર આ ખૂબ જ આકર્ષક લુક આપે છે. આ દીવડા આયન, બ્રાસ, સિલ્વર અને ગોલ્ડ કોટિંગ દીવડા હાલ તૈયાર કરવામાં આવ્યા છે જેની કિંમત પચાસથી શરૂ થાય છે અને અઢી હજાર રૂપિયા સુધીની છે. 

આ દીવડાની ખાસિયતની વાત કરવામાં આવે તો રશ પ્રૂફ ઉર્લી છે. જેની અંદર પાણી ભરવામાં આવે છે અને આર્ટિફિશિયલ વોટરપ્રૂફ કમલ મૂકવામાં આવે છે. પાણીના સંપર્કમાં આવતા જ આ કમલની અંદર લાઈટ પ્રજ્વલિત થઈ જાય છે, આવી જ રીતે અનેક દેવડા છે જે પાણીના મેજિકલ સેન્સરથી ચાલે છે. અલગ અલગ ડિઝાઇનમાં મેટલના દીવડા હાથ આકર્ષણના કેન્દ્ર છે. જેમાં ટ્રેડિશનલ સ્વસ્તિક કાચબા અને હિન્દુ ધર્મને લગતા તમામ ચિન્હો પર આધારિત મેટલના દીવડા બનાવવામાં આવ્યા છે. આ સાથે ફેન્સી અને એલિગેન્ટ લુક આપતા પણ દીવડા છે જે મીનબત્તી અને તેલ બંનેથી લોકો પ્રજ્વલિત કરી શકે છે. આ પ્રકારના દીવડાથી સૌથી મહત્વની બાબત એ પણ છે કે તેનાથી આગ લાગવાનો ભય હોતું નથી. 

એલઇડી લાઇટથી આ દીવડા પ્રચલિત થાય છે. જેથી લોકો ઘરે આ દીવડા પ્રજ્વલિત કરીને આરામથી બહાર ફરવા પણ જઈ શકે છે. કોઈ બાળક આ દીવડાને સંપર્ક પણ કરે તો સળગી જવાનો ભય પણ રહેતો નથી. સાથો સાથ આ દેખાવામાં પણ ખૂબ જ સુંદર હોય છે. આ મેટલ દીવડાના આર્ટિસ્ટ પૂજા જૈનએ જણાવ્યું હતું કે, અગાઉ માટીના દિવડા લોકો સૌથી વધુ પસંદ કરતા હતા. પરંતુ આ વખતે ઉર્લિ, કેન્ડલ સ્ટેન્ડ, ઓન ઓફ મેટલ દીવડા, એલઇડી દીવડા, રશ ફ્રુફ દીવડા, મેટલ કોટિંગ વાળા દીવડા, પાણીને ટચ કરી પ્રજ્વલિત થનાર મેજિક સેન્સર વાળા દિવડા હાલ બજારમાં સૌથી વધારે ડિમાન્ડમાં છે. 

આ પ્રકારના દીવડા અમે ઇનોવેટ કર્યા છે જેથી તેમની પાસે ઓપ્શન રહે અને લોકો તેને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે. સાથે તેઓએ જણાવ્યું હતું કે, પેન ઇન્ડિયા થકી તેઓ આ દીવડા મોકલે જ છે પરંતુ આ વખતે વિદેશમાં રહેતા ભારતીય આ દીવડા ને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. દીવડા ની સાથે હેમપર બનાવીને આપે છે. કેનેડા, યુએસએ યુકે સહિત અનેક અલગ અલગ પ્રકારના દિવડા અમેં મોકલ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news