ગુજરાત સરકારના ST કર્મચારીઓ માટે ખુશખબર! સરકારે જાહેર કર્યું દિવાળી પહેલા DA, જાણો કેટલું મળશે?

એસટી નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેના કારણે આ કર્મચારીઓના તહેવારો સુધરી જશે. એસટીના કર્મીઓને બાકી 7 ટકા ભથ્થુ ચુકવવાનો સરકારે નિર્ણય કર્યો છે.
 

ગુજરાત સરકારના ST કર્મચારીઓ માટે ખુશખબર! સરકારે જાહેર કર્યું દિવાળી પહેલા DA, જાણો કેટલું મળશે?

ઝી બ્યુરો/ગાંધીનગર: દિવાળી પહેલાં ગુજરાત સરકારના એસટી વિભાગમાં કામ કરતા કર્મચારીઓ માટે ખુબ જ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી જશે. રાજ્ય સરકારે એસટી નિગમના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં એસટી નિગમના કર્મચારીઓને ડીએ ચૂકવવામાં આવશે.

No description available.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓને દિવાળી પહેલા એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારે એસટી નિગમના કર્મચારીઓને ડીએ ચૂકવવા માટે મંજૂરી આપી છે. આ નિર્ણયથી એસટી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે અને બધું મળીને કુલ 7 ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં લાંબા સમયથી સરકાર સામે 11 ટકા મોંઘવારી ભથ્થાની રકમ ચૂકવી આપવા માટે માગણી કરી હતી. તેના અનુસંધાને એસટી નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સહિત કુલ 7 ટકા ચાલુ પગારમાં ચૂકવવા માટે સરકારે મંજૂરી આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news