Video : ગોગા મહારાજનો ડાયરો જોરદાર છવાયો, ખોલબે ભરીને ડોલરનો વરસાદ થયો
Dollars Rain In Dayro Event : મહેસાણાના કડીના કાસવા ગામે ગોગા મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાયો હતો લોકડાયરો... જેમાં ભક્તોએ મન મૂકીને રૂપિયાની સાથે ડોલરનો વરસાદ કર્યો
Trending Photos
Viral Video : અત્યારસુધી ગુજરાતના લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ તમે જોયો જ હશે. પણ છેલ્લા કેટલાક સમયથી ડાયરામાં ડોલરનો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે એવો જ એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં ગોગા મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ડોલરનો વરસાદ થયો છે. મહેસાણા જિલ્લાના કાસવા ગામમાં 6 દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. કાસવા ખાતે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે રાત્રે લોકડાયરાના આયોજનમાં ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો.
ડાયરામાં ઉર્વશી રાદડિયા, ગમન સાંથલ, બીરજુ બારોટ સહિતના અનેક લોક કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં ગમન સાંથલ અને પરેશદાન ગઢવી પર ડોલરનો વરસાદ થયો હતો. આ ઉપરાંત સાધુ સંતો ઉપર પર ડોલર વરસાવવામાં આવ્યા હતા. કરોડો રૂપિયાના ખર્ચે ગોગા મહારાજના મંદિરનો જીણોદ્ધાર કરવામાં આવ્યો છે. જો કે, ડાયરામાં માત્ર ડોલર જ નહીં પરંતુ લાખો રૂપિયાની ચલણી નોટોનો પણ વરસાદ થયો હતો. હાલ મહેસાણા જિલ્લાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
ગોગા મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ડોલરનો વરસાદ થયો હતો. મહેસાણાના કડીના કાસવા ગામમાં છ દિવસ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. કાસવા ખાતે ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ કરવામા આવી રહ્યું છે. નવ નિર્મિત મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવની 31 માર્ચથી 6 એપ્રિલ સુધી ઉજવણી ચાલશે. ત્યારે 2 માર્ચના રોજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું. આ ડાયરામાં બીરજુ બારોટ, પરેશદાન ગઢવી, ઉર્વશી રાદડિયા, વિક્રમ માલધારી, ગમન સાંથલ સહિતના લોક ગાયકોએ ડાયરાની રમઝટ બોલાવી હતી.
આ ડાયરામાં ગમન સાંથલ અને પરેશદાન ગઢવી ડાયરાની રમઝટ દરમ્યાન ડોલરનો વરસાદ કર્યો હતો. ઉપસ્થિત ભક્તોએ ચલણી નોટોનો વરસાદ શરૂ કર્યો હતો. ગોગા મહારાજ મંદિરના રાજાભાઈ ભુવાજી તેમજ આવેલ સાધુ-સંતો ઉપર પણ ડોલર અને ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. કરોડો રૂપિયા ખર્ચ કરીને મંદિરનો જીર્ણોદ્ધાર કરવામા આવી રહ્યો છે. ત્યારે લોકોએ ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ કરીને મદદ કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે