દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓએ પસંદ કર્યું ઉત્તર ગુજરાતનું આ સ્થળ! રોજ 10 હજારથી વધુની ભીડ
દિવાળી વેકેશન શરૂ થતા લોકો હરવા ફરવા હિલ સ્ટેશન સહિત અનેક જગ્યા ઉપર જતા હોય છે પરંતુ હાલમાં લોકોનો પ્રકૃતિ પ્રેમ જોવા મળી રહ્યો છે. હિલ સ્ટેશન છોડી હાલમાં લોકો ઓક્સિજન પાર્ક રૂપી ઋષિવનમાં દિવાળી વેકેશનની મજા માણી રહ્યા છે.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: દિવાળીના વેકેશનમાં લોકો શહેરોની ભીડ ભાડ છોડી નેચરલ ઑક્સિજન પાર્ક તરફ વળ્યા છે. મહેસાણાના વિજાપુર નજીક આવેલ ઋષિવનમાં વેકેશનમાં રોજ દસ હજારથી વધુ લોકો લઈ રહ્યા છે. દિવાળી વેકેશનને લઈ નેચરલ પાર્કમાં હરવા ફરવા લોકોની ભીડ વધી.
દિવાળી વેકેશન શરૂ થતા લોકો હરવા ફરવા હિલ સ્ટેશન સહિત અનેક જગ્યા ઉપર જતા હોય છે પરંતુ હાલમાં લોકોનો પ્રકૃતિ પ્રેમ જોવા મળી રહ્યો છે. હિલ સ્ટેશન છોડી હાલમાં લોકો ઓક્સિજન પાર્ક રૂપી ઋષિવનમાં દિવાળી વેકેશનની મજા માણી રહ્યા છે. પ્રકૃતિની વચ્ચે ગ્રીનરી સાથે હાલમાં લોકો પોતાની રજાઓ માણતા જોવા મળી રહ્યા છે. આ પાર્કમાં લાખો વૃક્ષો હોવાથી ઓક્સિજન પાર્ક તરીકે આ પાર્કને ઓળખવામાં આવે છે. હાલમાં લોકો રાજ્યના દૂર દૂરથી પાર્કની મુલાકાતે આવી રહ્યા છે.
આ પાર્કના સંચાલક જીતુભાઈ પટેલ પોતે ગ્રીન એમ્બેસેડર હોવાથી મહેસાણા જિલ્લા સહિત અનેક જગ્યાઓ પર મોટી સંખ્યામાં વૃક્ષારોપણ પણ કરી રહ્યા છે. હાલમાં તિરુપતિ ઋષિવનમાં પ્રકૃતિ વચ્ચે ફરવા માટેનું એક ઓક્સિજન પાર્ક ઉભું કરવાનો હેતુ એ લોકો પ્રકૃતિ પ્રેમ તરફ વળે અને ઝાડ વૃક્ષોનું મહત્વ સમજી જ્યાં પણ જગ્યા હોય ત્યાં વૃક્ષારોપણ કરવાની પ્રેરણા મળે તે આશયથી આ ઋષિવન પાર્ક બનાવવામાં આવ્યું છે અને અહીંયા હાલમાં દૈનિક 10,000 થી વધુ લોકો આ પાર્કની મુલાકાતે આવી વૃક્ષોને પ્રકૃતિના ખોળે મજા માણતા જોવા મળી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે