ચૂંટણીના રસાકસીભર્યા માહોલ વચ્ચે આજે કેટલા ઉમેદવાર ફોર્મ પરત ખેંચશે તેના પર સૌની નજર
Trending Photos
- ઉમેદવારો માટે હવે બે અઠવાડિયાથી પણ ઓછો સમય રહ્યો હોવાથી એક-એક મિનિટ અગત્યની ગણી પ્રચારમાં લાગી ગયા છે
- કાર્યાલયના ઉદ્ધાટનો, રેલીઓ, સંમલનો અને ગ્રુપ બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે
- વિકાસના દાવા અને વાદા સાથે ઠંડી ઓછી થતી રહેશે અને પ્રચારની ગરમી વધતી જશે
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ડમી ઉમેદવારો આજે ફોર્મ પરત ખેંચશે. કેટલાક અપક્ષ ઉમેદવારો પણ ફોર્મ પરત ખેંચશે. 21 તારીખે મતદાન થશે. ઉમેદવારો માટે હવે બે અઠવાડિયાથી પણ ઓછો સમય રહ્યો હોવાથી એક-એક મિનિટ અગત્યની ગણી પ્રચારમાં લાગી ગયા છે. કાર્યલયના ઉદ્ધાટનો, રેલીઓ, સંમલનો અને ગ્રુપ બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે. વિકાસના દાવા અને વાદા સાથે ઠંડી ઓછી થતી રહેશે અને પ્રચારની ગરમી વધતી જશે.
અમદાવાદમાં કોંગ્રેસના 2 ફોર્મ રદ
ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે અમમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગરમાં સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 797 ફોર્મ માન્ય રહ્યા છે. ફોર્મની ચકાસણી બાદ 907 ફોર્મ રદ થયા છે. જેમાં ભાજપના તમામ 192 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. તો કોંગ્રેસના 190 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. કોંગ્રેસના 2 ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા છે. આમ આદમી પાર્ટીના 159 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. બહુજન સમાજ પાર્ટીના 54 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. તો 102 અપક્ષોના ફોર્મ માન્ય રહ્યા છે. આજે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.
રાજકોટ કોંગ્રેસમાં 2 ઉમેદવારના ફોર્મ રદ
રાજકોટમાં કોંગ્રેસમાં બે ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. વોર્ડ નંબર 14માં વિજય જાનીનું ફોર્મ પરત ખેંચાયું છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનો વીડિયો વાયરલ થયો છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ સભામાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. કમલેશ મીરાણીએ સભામાં ફોર્મ પરત ખેંચાયાની જાણકારી આપી છે. ભરત શિયાળનું ફોર્મ પણ રદ કરાયું છે.
તો બીજી તરફ, ગુજરાતની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગર પાલિકાઓની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે બીજો દિવસ છે. જેમાં ઉમેદવારો નક્કી કરવા ભાજપ-કોંગ્રેસમાં કવાયત ચાલી રહી છે. જોકે, અહી પણ મહાનગરપાલિકાની જેમ ઉમેદવારો જાહેર કર્યા પછી ભડકો થાય છે કે નહિ તે જોવું રહ્યું. ગુજરાત ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો આજે ત્રીજો દિવસ છે. 231 તાલુકા પંચાયતો, 31 જિલ્લા પંચાયતો અને 81 નગર પાલિકાના ઉમેદવારોના નામ અંગે ચર્ચા થશે. ત્યારે આ વચ્ચે આવતી કાલે ભાજપ ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે