ગુજરાતમાં બહારથી આવી રહેલા દરેક નાગરિકે RTPCR ટેસ્ટ ફરજિયાત દેખાડવો પડશે
Trending Photos
અમદાવાદ : કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે સરકાર દ્વારા વધારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય રાજ્યમાંથી ગુજરાત આવતા તમામ લોકો ગત 72 કલાકમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવેલ હોય અને નેગેટિવ હોય તો જ તેમને પ્રવેશ મળશે તેવો નવો આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે આવતા તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ ફરજિયાત કરવાનું રહેશે. આ હુકમ પહેલી એપ્રિલથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી લાગું રહેશે. રાજ્ય બહારથી આવતા દરેક વ્યક્તિનું સ્કેનિંગ પણ ફરજિયાત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત દિવસોમાં ગુજરાતના પાડોશી રાજ્યોમાં કોવિડ 19 ના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. ગુજરાતમાં ગત્ત અઠવાડિયા દરમિયાન જોવા મળેલા કેસોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરા આ કેસોમાં અન્ય રાજ્યોમાંથી મુસાફરી કરીને પરત આવેલા કે તેના ધનિષ્ઠ સંપર્કમાં રહેલા લોકોમાં કોરોનાનુ સંક્રમણ વધારે જોવા મળ્યું હતું. જેના અનુલક્ષીને ગુજરાત રાજ્યમાં અન્ય રાજ્યોમાંથી કોવિડ 19ના કેસોનો વ્યાપ ન વધે તે માટે તકેદારીના ભાગરૂપે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશવા ઇચ્છતા લોકો છેલ્લા 72 કલાક જુના RTPCR ટેસ્ટ કરાવેલા હોય અને નેગેટિવ હોય તેમને જ પ્રવેશ મળશે.
આ નવો નિયમ 01 એપ્રીલથી લાગુ થશે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે આવતા તમામ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ ફરજીયાત કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, ZEE 24 Kalak ના કાર્યક્રમમાં નીતિન પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. હવેથી બહારથી આવનારા લોકોએ ફરજીયાત પણે આરટીપીસીઆર ટેસ્ટ માંગવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે