Gujarat Election Exit poll: કઈ જ્ઞાતિએ કોના પર ભરોસો જતાવ્યો? AAP, ભાજપ કે કોંગ્રેસ... જુઓ Video

Gujarat Election Exit poll: એક્ઝિટ પોલના જે આંકડા સામે આવ્યા છે તે મુજબ ગુજરાતમાં કઈ જ્ઞાતિએ કયા રાજકીય પક્ષ પર ભરોસો જતાવ્યો છે તે અંગેનું અનુમાન પણ સામે આવ્યું છે. જાણો પટેલ સમુદાય, સવર્ણો વગેરેએ કોના પર જતાવ્યો ભરોસો? વિગતવાર માહિતી માટે વાંચો અહેવાલ....

Gujarat Election Exit poll: કઈ જ્ઞાતિએ કોના પર ભરોસો જતાવ્યો? AAP, ભાજપ કે કોંગ્રેસ... જુઓ Video

Gujarat Election Exit poll: ગુજરાતને જો ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા કહીએ તો કશું ખોટું નહીં હોય. કારણ કે આ રાજ્યમાં ભાજપ છેલ્લા 27 વર્ષથી સતત ચૂંટણી જીતતું આવ્યું છે અને 24 વર્ષથી વધુ સમયથી સતત ભાજપનું અહીં શાસન છે. ગુજરાત ચૂંટણીને લઈને એક્ઝિટ પોલના જે આંકડા સામે આવ્યા છે અને જો તે પરિણામમાં ફેરવાય તો સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં દેશના રાજકારણમાં પણ તેની ઘણી અસર જોવા મળશે. 

એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ફરી એકવાર ભાજપ સરકાર!
એક્ઝિટ પોલના આંકડા જોતા તો એવું લાગે છે કે ભાજપ ફરીથી ગુજરાતમાં જંગી બહુમતીથી ચૂંટણી જીતી રહ્યું છે અને આ વખતે ભાજપને 2017 કરતા પણ વધુ બેઠકો મળી શકે છે. આ એક્ઝિટ પોલ BARC એ કર્યો છે અને તે મુજબ ગુજરાતમાં ભાજપ 110થી 125 બેઠકો મેળવી શકે છે. 2017માં ભાજપે 99 બેઠકો જીતી હતી. એટલે કે એક્ઝિટ પોલ મુજબ ભાજપને ઓછામાં ઓછો 11 બેઠકોનો ફાયદો થઈ રહ્યો છે. કોંગ્રેસના પ્રદર્શનની વાત કરીએ તો એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસ 45થી 60 બેઠકો જીતી શકે છે. 2017માં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. એટલે કે આ વખતે 2017ની સરખામણીમાં ઓછામાં ઓછી 17 બેઠકોનું નુકસાન થઈ શકે છે. એક્ઝિટ પોલ મુજબ નુકસાનનો આ આંકડો 32 બેઠકો સુધી પણ પહોંચી શકે છે. 

હવે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ગુજરાત ચૂંટણીમાં પાર્ટીને 1થી 5 બેઠકો મળે તેવી શક્યતા છે. 2017ની સરખામણીમાં આમ આદમી પાર્ટી માટે આ મોટી વાત છે. કારણ કે 2017માં આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 29 બેઠકો પર ચૂંટમી લડી હતી અને તમામ બેઠકો પર ડિપોઝિટ જપ્ત થઈ હતી. 2017માં આમ આદમી પાર્ટીને ફક્ત 0.17 ટકા મત મળ્યા હતા. એક્ઝિટ પોલ મુજબ એક્ઝિટ પોલ મુજબ અન્યના ફાળે શૂન્યથી લઈને 4 બેઠકો આવી શકે છે. એટલે કે એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ત્રિકોણિયો જંગ રહ્યો નથી અને ભાજપ ક્લિન સ્વીપ કરી રહી છે. 

ગુજરાતમાં કઈ જાતિએ કઈ પાર્ટી પર જતાવ્યો ભરોસો?
સીટો બાદ જો જાતિય સમીકરણોની વાત કરીએ એટલે કે કઈ જાતિએ કયા પક્ષ પર ભરોસો વ્યક્ત કર્યો છે. તો અહીં પણ સીધી રીતે ભાજપ બાજી મારતું જણાય છે. એક્ઝિટ પોલ મુજબ 49 ટકા સવર્ણ હિન્દુઓએ ભાજપને જ્યારે 41 ટકા સવર્ણ હિન્દુઓ કોંગ્રેસને મત આપ્યો હોવાનું અનુમાન છે. જ્યારે આમ આદમી પાર્ટી અને અન્ય પર 10 ટકા સવર્ણ હિન્દુઓએ ભરોસો વ્યક્ત કર્યો છે. એક્ઝિટ પોલ મુજબ 48 ટકા OBC એ ભાજપને જ્યારે 43 ટકા ઓબીસીએ કોંગ્રેસને મત આપ્યો હોવાનું અનુમાન છે. 

પટેલ સમુદાય કઈ દિશામાં?
ગુજરાતના રાજકારણમાં પટેલ સમુદાયની ભૂમિકા ખુબ મહત્વની છે. અહીં પટેલો કડવા અને લેઉઆ સમુદાયમાં વહેંચાયેલા છે. એક્ઝિટ પોલ મુજબ 58 ટકા કડવા પટેલે ભાજપને મત આપ્યો છે જ્યારે 34 ટકા કડવા પટેલે કોંગ્રેસ પર ભરોસો જતાવ્યો છે. જ્યારે 53 ટકા લેઉઆ પટેલોએ ભાજપ પર જ્યારે 37 ટકા લેઉઆ પટેલોએ કોંગ્રેસ પર ભરોસો જતાવ્યો છે. એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને પટેલોના વધુ મત મળ્યા નથી. લેઉઆ પટેલો મોટા ભાગે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં રહે છે જ્યારે કડવા પટેલ સમુદાયના લોકો ઉત્તર ગુજરાતના મહેસાણા, અમદાવાદ, કડી-કલોલ, વિસનગર વિસ્તારોમાં રહેતા હોય છે. 

એક્ઝિટ પોલના આંકડા મુજબ ગુજરાતના પછાત સમુદાયના લોકોએ પણ ભાજપ પર ભરોસો જતાવ્યો હોય તેવું જણાય છે. આંકડા મુજબ 48 ટકા દલિતોએ ભાજપને, 41 ટકા દલિતોએ કોંગ્રેસને મત આપ્યો હોવાનું અનુમાન છે. આમ આદમી પાર્ટી પર 7 ટકા દલિતોએ ભરોસો જતાવ્યો છે. જ્યારે આદિવાસીમાં પણ ભાજપને પસંદ કરતા હોવાનું જણાય છે. એક્ઝિટ પોલ મુજબ 49 ટકા આદિવાસીઓએ ભાજપને મત આપ્યો હોવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસ પર 42 ટકા આદિવાસીઓએ ભરોસો જતાવ્યો છે. જો મુસ્લિમોની વાત કરીએ તો એક્ઝિટ પોલ મુજબ સૌથી વધુ 67 ટકા મુસ્લિમોએ કોંગ્રેસને મત આપ્યો હોવાનું અનુમાન છે. જ્યારે આમ આદમી પાર્ટી પર 19 ટકા મુસ્લિમોએ ભરોસો જતાવ્યો છે. ભાજપ અહીં પાછળ છે અને એક્ઝિટ પોલના આંકડા મુજબ 11 ટકા મુસ્લિમોના મત ભાજપને ફાળે ગયા હોવાની સંભાવના છે. 

ભાજપને 51 ટકા વોટ
વોટ શેરની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને 51 ટકા વોટ મળે તેમ લાગી રહ્યું છે. જ્યારે, કોંગ્રેસના ખાતામાં 39 ટકા વોટ શેર જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીને વોટ શેરના મામલે પણ ઝટકો લાગ્યો છે. માત્ર 8 ટકા લોકોએ અરવિંદ કેજરીવાલની પાર્ટીને વોટ આપ્યો. આ સિવાય 2 ટકા વોટ અન્યના પક્ષમાં જતા જોવા મળી રહ્યા છે.

કયા કેટલી બેઠકો મળી શકે?

ઉત્તર ગુજરાતની 32માંથી કોને કેટલી સીટ?
ભાજપને 18 અને કોંગ્રેસને 14 બેઠકોનું અનુમાન

ઉત્તર ગુજરાતમાં કોને કેટલી સીટનું નફા-નુકસાન?
ભાજપને 4 સીટનો ફાયદો, કોંગ્રેસને 4 સીટનું નુકસાન

ઉત્તર ગુજરાતમાં કોને કેટલી સીટનું નફા-નુકસાન?
ઉત્તર ગુજરાતમાં AAPનું નહીં ખુલી શકે ખાતું

ઉત્તર ગુજરાતમાં કોને કેટલી સીટનું નફા-નુકસાન?
ઉત્તર ગુજરાતમાં AAPનું નહીં ખુલી શકે ખાતું

ઉત્તર ગુજરાતમાં કઈ પાર્ટીને કેટલો વોટ શેર?
ભાજપને 49 ટકા, કોંગ્રેસને 46 ટકા વોટ શેરનું અનુમાન

ઉત્તર ગુજરાતમાં કઈ પાર્ટીને કેટલો વોટ શેર?
AAPને 1 ટકા વોટ શેર, અન્યને 4 ટકા વોટ શેર

આ વીડિયો પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news