છેલ્લાં 10 વર્ષમાં ન થયું એ હવે થશે! ગુજરાતમાં રેકોર્ડ તોડશે ગરમી, આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી
Heatwave Alert : ગુજરાતીઓને કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર, હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું- છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડશે ગરમી, ગઈ કાલે અમરેલી, વડોદરા અને રાજકોટમાં 44 ડિગ્રી નોંધાયું તાપમાન
Trending Photos
Gujarat Weather : ગુજરાતીઓને કાળઝાળ ગરમીથી કોઈ રાહત નહિ મળે. ઉપરથી ગરમી તેના જૂના રેકોર્ડ તોડવા જઈ રહી છે. 25 એપ્રિલ સુધી ગરમી માં કોઈ રાહત નહીં મળે અને તાપમાન એક દસકાનો રેકોર્ડ તોડશે. 25 એપ્રિલ સુધી ગુજરાતમાં એવી કાળઝાળ ગરમી પડશે કે લોકો ત્રાહિમામ પોકારી જશે. ગરમી છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડશે તેવી આગાહી આગાહીકાર પરેશ ગોસ્વામીએ કરી છે.
હાલમાં તાપમાન સરેરાશ કરતાં 2 ડિગ્રી વધુ રહેશે. મહત્વનું છેકે ગુરુવારે ગુજરાતના 15 શહેરોનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું છે. વાત કરીએ તો અમરેલી, વડોદરા અને રાજકોટમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું હતું આ વખતે ગરમી 10 વર્ષનો રેકોર્ડ તોડશે.
રાજકોટમાં એલર્ટ જાહેર કરાયું
રાજકોટમાં હિટવેવનાં કેસ વધતા સિવિલ હોસ્પિટલનાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. સિવિલ હોસ્પિટલમાં 25 બેડ સાથેનો વોર્ડ તૈયાર કરાયો છે. ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફ સાથે PMSSY બિલ્ડીંગમાં વ્યવસ્થા કરાઈ છે. સિવિલ અધિક્ષકે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. ગરમીના સમયમાં વૃદ્ધો, બાળકો અને સગર્ભાઓને બહાર નહીં નીકળવા અપીલ કરી છે. આ સાથે જ બહારના ઠંડાપીણાથી દુર રહેવા અપીલ કરી છે.
હજુ એક અઠવાડિયુ ગરમીનો પ્રકોપ રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક અઠવાડિયુ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે. હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે. પરંતું તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહિ આવે.
ચોમાસું સારું જશે તેની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. જોકે, 10 થી 12 મેંમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. આકરી ગરમી વચ્ચે ચોમાસું સારુ જવાની આગાહી આવી છે. જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારુ રહેશે. દેશમાં 104 થી 110 ટકા વરસાદ નોંધાશે. દેશમાં સરેરાશ 89 CM વરસાદ પડી શકે છે. ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ 666.8 mm વરસાદ નોંધાવાની શક્યતા છે. દેશમાં ચોમાસું 1 જુન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે. તો ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે. અલનીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે