Home remedies for Fever: તાવમાં દવા કરતા વધારે ઉપયોગી છે આ ઘરેલુ નુસખા, નેચરલ વસ્તુઓથી ઝડપથી ઉતરશે તાવ
Home remedies for Fever: કુદરતે આપણને એવી ઘણી બધી વસ્તુઓ આપી છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વારંવાર આવતા તાવને કંટ્રોલ કરવા માટે પણ આવી જ કેટલીક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી કોઈ સમસ્યા પણ થતી નથી. એટલે કે તેની કોઈ આડઅસર હોતી નથી. તાવની વાત હોય તો આ ઘરેલુ નુસખા અજમાવવાથી તાવ માટે દવા પણ લેવી નહીં પડે.
Trending Photos
Home remedies for Fever: જો તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી હોય અને તમને વારંવાર તાવ આવતો હોય અને તમારે વારંવાર દવાઓ પણ ખાવી પડતી હોય તો ચિંતા ન કરવી. આજે તમને કેટલાક એવા ઘરેલુ નુસખા વિશે જણાવીએ જેનાથી તાવ ઝડપથી કંટ્રોલ થાય છે. આ નુસખા દવાથી વધારે અસરકારક સાબિત થાય છે. આ ઘરેલુ ઉપાય કરવાથી કોઈ નુકસાન પણ થતું નથી.
કુદરતે આપણને એવી ઘણી બધી વસ્તુઓ આપી છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વારંવાર આવતા તાવને કંટ્રોલ કરવા માટે પણ આવી જ કેટલીક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી કોઈ સમસ્યા પણ થતી નથી. એટલે કે તેની કોઈ આડઅસર હોતી નથી. તાવની વાત હોય તો આ ઘરેલુ નુસખા અજમાવવાથી તાવ માટે દવા પણ લેવી નહીં પડે. તો ચાલો તમને જણાવીએ કે તાવ આવે ત્યારે તમે કયા ઘરેલુ નુસખા અજમાવીને સ્વસ્થ થઈ શકો છો.
તાવ માટેના ઘરેલુ નુસખા
- તાવ આવે ત્યારે શરીરમાં પાણી ઘટી જાય છે. તેથી તાવ આવે એટલે પાણી પીવાની શરૂઆત કરી દો. પૂરતા પ્રમાણમાં પાણી પીશો તો શરીરનું તાપમાન પણ કંટ્રોલમાં રહેશે અને શરીરમાંથી વિષાક્ત પદાર્થ પણ બહાર નીકળી જશે. તમે પાણીમાં લીંબુ અને મધ ઉમેરીને પણ પી શકો છો તેનાથી એનર્જી પણ જળવાઈ રહેશે.
- તાવ આવે ત્યારે આરામ કરવો ખૂબ જ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી શરીરને આરામ આપો અને ઊંઘ કરવાનો પ્રયત્ન કરો. પૂરતો આરામ કરશો તો શરીરને બીમારી સામે લડવાની શક્તિ મળશે.
- જ્યારે પણ કોઈને તાવ આવે તો તેને ઠંડા પાણીના શેક કરવા જોઈએ. તાવ ઉતારવાનો આ કારગર ઉપાય છે. તાવ આવ્યો હોય ત્યારે માથા પર હાથ પર અને પગ પર ઠંડા તેલથી માલિશ પણ કરી શકાય છે અને ઠંડા પાણીના પોતાં પણ મૂકી શકાય છે.
- તાવ આવે ત્યારે એવા કપડાં પહેરવાથી બચવું જેનાથી શરીરમાં ગરમી વધે. તાવમાં સુતરાઉ અને ઢીલા કપડાં પહેરવા જેથી શરીરને ઠંડક મળતી રહે.
- તાવ આવે ત્યારે ભૂખ્યા રહેવાનું ટાળો. સાથે જ ભારે ભોજન કરવાથી પણ બચવું. તાવ આવ્યો હોય ત્યારે સૂપ, ખીચડી અને દલીયા જેવું હળવું ભોજન કરવું.
- તાવ આવે ત્યારે આદુનો ઉકાળો સૌથી વધારે અસર કરે છે. આદુમાં ઔષધીય ગુણ હોય છે જે તાવ ઉતારે છે. એક કપ પાણીમાં આદુનો એક ટુકડો ઉકાળી તેમાં મધ ઉમેરીને પી જવું.
- તાવ આવ્યો હોય ત્યારે તુલસી પણ ફાયદાકારક છે. તમે તુલસીના પાન ચાવી પણ શકો છો અથવા તો તેનો પણ ઉકાળો બનાવીને પી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે