Tulsi Plant: શું વારંવાર સુકાઈ જાય છે તુલસી? આવું થવાથી શું કોઈ નુકસાન થાય? જાણો ઉપાય
Tulsi Plant: શું તમે પણ તમારા ઘરમાં લગાવ્યો છે તુલસીનો છોડ? આજે જ ચેક કરી લેજો ક્યાંક તમે પણ નથી કરતાને આવી ભૂલો જેના વિશે આ આર્ટિકલમાં જાણકારી આપવામાં આવી છે.
Trending Photos
Tulsi Plant: હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કેટલાક લોકો દરરોજ તુલસીના છોડની પૂજા કરે છે અને તેને જળ ચઢાવે છે. આ છોડનું માત્ર ધાર્મિક મહત્વ નથી, પરંતુ તુલસીનો છોડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના પાનનું સેવન કરવાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય અને કિડની સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
તુલસીના છોડ અંગે શું કહે છે શાસ્ત્રો?
શાસ્ત્રો અનુસાર તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે કે જ્યાં તુલસીનો છોડ હોય છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. એવી પણ માન્યતા છે કે તુલસીની પૂજા કરવાથી જ ભગવાન વિષ્ણુની પૂજા પૂર્ણ થાય છે. તુલસીનો છોડ ઘણા રોગોનો નાશ કરે છે. કેટલીકવાર ભવિષ્યમાં થનારી ઘટનાઓ સાથે સંબંધિત ઘણા સંકેતો આપે છે. જો ઘરમાં રહેલી તુલસીનો છોડ સૂકવા લાગે તો તેને અશુભ માનવામાં આવે છે અને આ સ્થિતિમાં તે ઘણા સંકેતો પણ આપે છે.
તુલસી સુકાઈ જાય તો માનવામાં આવે છે અશુભ-
એવું માનવામાં આવે છે કે જો ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે તો તેનાથી જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. એવું પણ કહેવાય છે કે ખૂબ જ શુભ માનવામાં આવતા તુલસીના છોડને કારણે આપણી ઘણી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. પ્રાચીન સમયથી ઘરોમાં તુલસીનો છોડ લગાવવાની અને દરરોજ જળ ચઢાવવાની પરંપરા ચાલી આવે છે.
પિતૃ દોષ-
એવું પણ માનવામાં આવે છે કે પિતૃ દોષના કારણે આર્થિક અને શારીરિક સમસ્યાઓ આપણને પરેશાન કરવા લાગે છે. એટલું જ નહીં તુલસીના છોડને સૂકવવાથી ઘરમાં પિતૃદોષની હાજરીનો પણ સંકેત મળે છે. જેના કારણે ઘરના સભ્યો વચ્ચે મનભેદ થાય છે અને ઝઘડા થવા લાગે છે. વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જણાવેલા ઉપાય કરીને ઘરમાં હાજર પિતૃ દોષોને દૂર કરવાનો પ્રયાસ કરો.
ખોટી દિશામાં તુલસી લગાવવી-
શાસ્ત્રો અનુસાર જો તુલસીના છોડને યોગ્ય દિશામાં ન લગાવવામાં આવે તો પણ ઘરમાં સમસ્યાઓ ઉભી થઈ શકે છે. કહેવાય છે કે ઘરના દક્ષિણ ભાગમાં તુલસીનો છોડ ક્યારેય ન લગાવવો જોઈએ. જેનાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. ઘરના સભ્યો વચ્ચે ઝઘડા ઉપરાંત ધનનું નુકસાન પણ થાય છે. તુલસીના છોડનું સુકાવવાનું આ કારણ ભવિષ્યમાં આવનારી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે.
જો કે, તુલસીનો છોડ દરેક ઘરમાં જોવા મળે છે. પરંતુ તેની સાથે એક સમસ્યા ઘણી વાર જોવા મળે છે કે આ છોડને ખૂબ કાળજી લેવી પડે છે અને જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે ઝડપથી સુકાઈ જાય છે. જો તમારા ઘરમાં વાવેલો તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય છે, તો કેટલાક ઉપાયોની મદદથી તમે તેને સુકાઈ જવાથી બચાવી શકો છો. આવો જાણીએ તે ઉપાયો શું છે?
છોડ રોપતી વખતે આ વાતનું રાખો ધ્યાનઃ
તુલસીનો છોડ રોપવા માટે એવા વાસણનો ઉપયોગ કરો, જેના તળિયે કાણું હોય, જેથી છોડના મૂળમાં પાણી જામી ન જાય અને છિદ્રમાંથી નીકળી જાય. ઘણાં લોકો એક છોડની સાથે સાથે બીજા કોઈ રોપા, બીજ કે ફૂલના પત્તા પણ નાંખી દે છે. જેથી એક રોપામાં બબ્બે છોડ ઉગે છે તેનાથી બન્ને છોડને નુકસાન થાય છે.
યોગ્ય માટીનો ઉપયોગઃ
હા, જો તમે ઈચ્છો છો કે તુલસીનો છોડ ઝડપથી બગડે નહીં, તો યોગ્ય માટીનો ઉપયોગ કરો. આ માટીમાં કોઈપણ પ્રકારની ભેળસેળ ન થવી જોઈએ. આ સિવાય વાસણમાં 70 ટકા માટી અને 30 ટકા રેતી હોવી જોઈએ, કારણ કે માત્ર માટીથી પણ કામ કરવું મુશ્કેલ છે.
ગાયના છાણનો ઉપયોગ:
ગાયના છાણનો ઉપયોગ છોડમાં ખાતર તરીકે થાય છે. જોકે કેટલાક લોકો છોડમાં ગાયનું ભીનું છાણ ઉમેરીને મિક્સ કરે છે. જ્યારે આ પદ્ધતિ યોગ્ય નથી. ગાયના છાણને ભેળવવાની સાચી રીત એ છે કે તમે પહેલા ગાયના છાણને સૂકું અને કઠણ બનાવો અથવા બજારમાંથી ગાયનું છાણ ખરીદો. પછી તેને પીસીને વાસણની માટીમાં પાવડરના રૂપમાં મિક્સ કરો.
વધારે પાણી ન નાખોઃ
ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો તુલસીના છોડમાં વધુ પાણી ઉમેરે છે. જ્યારે આ છોડને વધારે પાણીની જરૂર નથી. તુલસીના છોડમાં વધુ પાણી ઉમેરવાથી મૂળમાં બેક્ટેરિયા અને ફૂગ વધવાનું જોખમ રહે છે. આ જ કારણ છે કે આ છોડમાં ક્યારેય વધારે પાણી ન નાખવું.
પાણી સ્ક્પીંકલ કરોઃ
શક્ય હોય તો છોડમાં સીધુ પાણી નાંખવાને બદલે સ્પ્રિંકલથી પાણી છોડ પર સ્પિંક કરો. એનાથી પાણીની પણ બચત થશે. સાથો સાથ છોડને જરૂર છે એટલી જ માત્રામાં પાણી મળશે. પત્તાની સાથે સાથે મૂળમાં પણ પાણી પહોંચે તે માટે થોડું પાણી મૂળ તરફ અને માટી તરફ પણ સ્પ્રિંક કરી તો.
(Discaimer: અહીં આપવમાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે