સૌરાષ્ટ્રની સૌથી મોટી સહકારી સંસ્થાઓમાં ચેરમેન બનવા BJPમાં જૂથવાદ, પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનો નગારે ઘા

રાજકોટ સહકારી ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ નિવેદન આપ્યું હતું. પક્ષ જે પણ નિર્ણય કરશે તે માન્ય રહશે. અમારા નેતા જયેશ રાદડીયા છે એ જે કરશે તેમ અમે આગળ વધીશું. જયેશભાઇ અમારા નામ પક્ષમાં આપશે. 

સૌરાષ્ટ્રની સૌથી મોટી સહકારી સંસ્થાઓમાં ચેરમેન બનવા BJPમાં જૂથવાદ, પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનો નગારે ઘા

ગૌરવ દવે/રાજકોટ: બે સહકારી સંસ્થાઓમાં ચેરમેન પદની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. ભાજપના જ નેતાઓ આમને સામને આવ્યા છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘ અને રાજકોટ-લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદ માટેની ચૂંટણીને લઈને આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન પણ બન્ને જૂથના આગેવાનોએ પોતાના જૂથનો હાથ ઉપર રહે તેવા પ્રયાસો કર્યા હતા. શું ગુજરાતમાં સહકારી ક્ષેત્રે ભાજપ VS ભાજપ?

આગામી 12 તારીખના રોજ જિલ્લા ઉત્પાદક સંઘની ચૂંટણી ને લઈને ફરી રાજકોટ જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. રાજકોટ સહકારી ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ નિવેદન આપ્યું હતું. પક્ષ જે પણ નિર્ણય કરશે તે માન્ય રહશે. અમારા નેતા જયેશ રાદડીયા છે એ જે કરશે તેમ અમે આગળ વધીશું. જયેશભાઇ અમારા નામ પક્ષમાં આપશે. 

જ્યારે હરીફ જૂથમાં પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ નિવેદન આપ્યું હતું કે, ફરીથી ચેરમેન બનવા માટે મારા કોઈ પ્રયાસો નથી. અમારામાં કોઈ પણ જૂથવાદ નથી. ઉલ્લેખનીય છે કે રાજકોટ ડેરી ચેરમેન તરીકે જે કોઈપણ આવશે તેઓ જયેશભાઈ રાદડિયાના કહેવાથી જ આવશે. રાજકોટ ડેરીમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે જિલ્લામાં ચર્ચા એવી છે કે વર્તમાન પ્રમુખ ગોરધન ધામેલીયા રીપીટ થઈ શકે છે. 

તો બીજી તરફ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં જૂથવાદ સામે આવતા સૌરાષ્ટ્રના સહકારી જગતમાં ફરી ખડભડાટ મચી ગયો છે. કરોડો રૂપિયાના વહીવટ ધરાવતા રાજકોટ લોધિકા સંઘમાં ચેરમેન બનવા માટે ભાજપના જ અલગ અલગ જૂથો ની અંદરો અંદરની લડાઈ શરૂ થઈ છે. વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાના સાથી હાલ સામે જોવા મળી રહ્યા છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન વર્તમાન ચેરમેન અને પૂર્વ ચેરમેન એ દાવો કર્યો હતો કે અમારી સાથે ડિરેક્ટરોની સંખ્યા વધુ છે. સેન્સ પ્રક્રિયા પહેલ સહકારી જગતમાં જબરદસ્ત ખળભળાટ જોવા મળ્યો હતો. 

વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાને હોદા પરથી કાઢવા માટે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી મેદાને આવ્યા છે. નરેન્દ્રસિંહના એક સમયના સાથીઓએ હાલમાં રા.લો સંઘના ચેરમેન માટે ઝંપલાવ્યું છે. પૂર્વ ધારાસભ્યો નું એક ગ્રુપ અને રાજકોટ જિલ્લાના સહકારી આગેવાનો થોડા દિવસ પહેલા પ્રદેશ પ્રમુખને મળવા માટે ગયા હતા. 

જોકે સમગ્ર મામલાને લઈને હુકમનો એક્કો રાજકોટ બેંકના ચેરમેન જયેશ રાદડિયા બને તેવી શક્યતાઓ છે. જયેશ રાદડિયા કિંગમેકરની ભૂમિકામાં છે. જોકે સહકારી અગ્રણી જયેશ રાદડિયા માટે પણ રાજકોટ લોધિકા સંઘમાં પોતાનો મત રજૂ કરવો મુશ્કેલ બની ગયો છે. વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના સાથીના ડિરેક્ટરો જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા આ સમયે નવેન્દ્રસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું કે મારી સાથે બહાર જેટલા ડિરેક્ટરો છે જયેશ રાદડિયા અમારા અગ્રણી નેતા છે અને તેઓ પણ અમારી સાથે છે. 

આજે સેન્સ પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્રના પ્રભારી વિનોદ ચાવડા જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. આ સમયે સહકારી આગેવાનો પણ મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા રાજકોટ લોધિકા સંઘ ને લઈને અલગ અલગ ડિરેક્ટર હોય એ પોતાની સેન્સ આપી હતી. પૂર્વ ચેરમેન અને વર્ષોથી જેઓ રાજકોટ લોધિકા સંઘમાં ચેરમેન રહ્યા તેવા નીતિન ઢાકેચા અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા તેમને પણ દાવો કર્યો હતો કે અમારી સાથે 14 ડીરેક્ટર છે.જો કે આ બન્ને અગ્રણીઓ ચેરમેન માટેની રેસમાં છે.

વર્તમાન ચેરમેન પૂર્વ ચેરમેન દાવો કરી રહ્યા છે કે અમારી સાથે આટલા ડિરેક્ટરો છે પણ કુલ ડિરેક્ટરો 19 છે ત્યારે હાલ ડિરેક્ટરો અને પોતાની તરફ ખેંચવા માટે હારે ખેંચતાણ ચાલી રહી છે. જોકે સહકારી ક્ષેત્રમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા વખત થી મોટાભાગની ચૂંટણીઓ બિન હરીફ કરવામાં આવે છે. ગત વખતે બે જૂથમાં આજ પ્રકારની ખેંચતાણ જોવા મળી હતી. તે સમયે પ્રદેશ ભાજપ દ્વારા સહકારી ક્ષેત્રે પ્રથમ વખત મેન્ડેડ આપવામાં આવ્યા હતા. 

આ વખતે પણ ફરી વિવાદ શરૂ થતાં પ્રદેશ ભાજપ વિવાદને શાંત કરવા મેન્ડેડ આપે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ સવાલ એ છે કે સહકાર થી સમૃદ્ધિનું સૂત્ર તો છે પરંતુ સમૃદ્ધિ કોની તે સવાલ જરૂર થી ઉઠી રહ્યો છે. કારણ કે, ભાજપના જ બે જૂથ આમને સામને આવી ગયા છે. કરોડો રૂપિયાના ટર્નઓવર ધરાવતી આ સહકારી સંસ્થાઓના ચેરમેન બનવા ભાજપ VS ભાજપ જોવા મળી રહ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news