ગુજરાતના પૂર્વ એડિશનલ ડીજીપી, ભાજપના નેતા એ.આઈ.સૈયદનું કોરોનાને કારણે નિધન
એ.આઈ.સૈયદ રાજ્યના એક બાહોશ પોલીસ અધિકારી હતા. તેઓ ભાજપમાંથી કોર્પોરેશનની ચૂંટણી પણ લડ્યા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો.
Trending Photos
બ્રિજેશ દોશી/અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના (Corona Virus in Gujarat) કેસોની સંખ્યા 28 હજારને પાર પહોંચી ગઈ છે. અનેક લોકોને આ મહામારીએ પોતાની ઝપેટમાં લીધા છે. હવે કોરોના વાયરસથી રાજ્યના પૂર્વ એડિશનલ ડીજીપી એ.આઈ.સૈયદનું (A.I. Syed) નિધન થયું છે. એ.આઈ.સૈયદ ગુજરાતના આઈપીએસ અધિકારી હતી. પોતાની નોકરીમાંથી નિવૃત થયા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. તેઓ વકફ બોર્ડના પૂર્વ ચેરમેન રહી ચુક્યા છે.
અમદાવાદમાં થોડી રાહત, છેલ્લા 24 કલાકમાં 230 કેસ, 381 દર્દી ડિસ્ચાર્જ
કોરોના વાયરસને કારણે થયું નિધન
એ.આઈ.સૈયદનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેઓ છેલ્લા ઘણા દિવસથી એપોલો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા. થોડા દિવસથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યારે આજે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તેમણે ભાજપ અને સરકારમાં અનેક ફરજ બજાવી હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે