સુરત: ટેમ્પો અને રીક્ષા વચ્ચે અકસ્માત થતા 4 લોકોના કમકમાટી ભર્યા મોત, 6 ઇજાગ્રસ્ત
માંડવી તાલુકાના હરિયાલ ગામ પાસે ગુરુવારે વહેલી સવારે ટેમ્પો અને રીક્ષા વચ્ચે આકસ્માત થતા ચાર લોકોના ઘટાના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા.
Trending Photos
કિરનસિંહ ગોહીલ/સુરત: માંડવી તાલુકાના હરિયાલ ગામ પાસે ગુરુવારે વહેલી સવારે ટેમ્પો અને રીક્ષા વચ્ચે આકસ્માત થતા ચાર લોકોના ઘટાના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા. ઓવર ટેક કરી રહેલા ટેમ્પા સામે આવી રહેલી રીક્ષાને અડફેટે લીધી હતી. રીક્ષા અને ટેમ્પા સાથે જોરદાર ટક્કર થઇ હતી. જેથી રીક્ષાની સેન્ડવીચ થઇ ગઇ હતી. અને રીક્ષામાં સવાર 10 લોકો પૈકી 4 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતથી રોડ પર થયો ટ્રાફિક જામ
માંડવી તાલુકાના હરિયાલ ગામ પાસે ગુરુવારે વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી હતી. ટેમ્પા અને રીક્ષા વચ્ચે અકસ્માત થતા 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રોડ પર અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને રોડ પર ટ્રાફીક જામની સ્થિતી સર્જાઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે