કેમરોકના એમ.ડી. કલ્પેશ પટેલની કરોડોની સંપત્તિ જપ્ત, ED દ્વારા ટ્વીટ કરી જાહેરાત કરાઈ
કેમરોક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડના એમડી કલ્પેશ પટેલ વર્ષ 2010માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા કંપનીના હાલોલ રોડ પરના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા પછી, કોર્પોરેટ જગતના બ્લુ આઈડ બોય તરીકે ઓળખાતા હતા.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: કેમરોક કંપનીના એમડી કલ્પેશ પટેલ દ્વારા કરોડોની છેતરપિંડીનો મામલે ઇડીએ મોટી કાર્યવાહી કરી છે. કેમરોક કંપનીના એમડી કલ્પેશ પટેલની 57.23 કરોડની સંપત્તિ ઇડી દ્વારા જપ્ત કરાઈ છે. તેની જાણકારી ઇડી દ્વારા સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરી આપવામાં આવી છે. જેમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ કલ્પેશ પટેલની પ્રોપર્ટી ટાંચમાં લેવાની જાહેરાત કરાઇ હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે અલ્હાબાદ બેંકે કેમરોક કંપનીના એમડી કલ્પેશ પટેલ વિરુદ્ધ રૂપિયા 443 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. કલ્પેશ પટેલ પર કરોડો રૂપિયાના અન્ય એક છેતરપિંડીનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. વર્ષ 2019 માં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમડી કલ્પેશ પટેલની ધરપકડ પણ કરાઇ હતી. આ સિવાય કંપની પર વર્ષ 2007 અને વર્ષ 2011 વચ્ચે ખાનગી બેંકમાંથી લીધેલી રૂપિયા 140 કરોડની લોનમાં ડિફેલ્ટ થવાનો આરોપ હતો.
ED has provisionally attached assets valued at Rs. 57.23Crore (approx) in case of loan fraud by Kalpesh M Patel, Managing Director of Kemrock Industries and Exports Ltd & others under PMLA, 2002.
— ED (@dir_ed) February 11, 2022
ઉલ્લેખનીય છે કે, કેમરોક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડ દ્વારા એરક્રાફ્ટ અને સંરક્ષણ સામગ્રી માટે ફાઇબર-રિઇનફોર્સ્ડ કમ્પોઝીટનું ઉત્પાદન કરાય છે. કેમરોક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડના એમડી કલ્પેશ પટેલ વર્ષ 2010માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા કંપનીના હાલોલ રોડ પરના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા પછી, કોર્પોરેટ જગતના બ્લુ આઈડ બોય તરીકે ઓળખાતા હતા. પરંતુ વર્ષ 2014માં કેમરોક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડ સામે ઇડી દ્વારા મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યા બાદ કંપની મુશ્કેલીમાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે