Ahmedabad: ઓઇલની પાઇપમાં ભંગાણ કરી લાખો રૂપિયાની ક્રૂડ ઓઇલની ચોરી
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમે બ્રાન્ચે ઓઈલ ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ ઓઇલ ચીરીના નેટર્વક નો પર્દાફાશ થયો છે અને લાખો રૂપિયાનું ક્રૂડ ઓઇલ પણ કબ્જે કરાયું છે. ઓઇલ ચોરીના કૌભાંડમાં પોલીસે અગાઉ સાત આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે આ કેસમાં વધુ બે આરોપીઓની પોલીસે ઝડપી ને 5 લાખના ઓઈલ ચોરી પકડી છે. આરોપીઓ ખેતર માલીકની જમીન ભાડે લઈને સલાયા મથુરા જતી ઓઇલ પાઇપ લાઈનમાં પંચર પાડીને ઓઇલ ચોરી કરતાં હતાં.
આરોપીઓ ઈસ્માઈલ ઉર્ફે સમીર નૂર ભાઈ મોદન અને ઇમરાન નાયાણી સાથે મળીને ઓઇલ ચોરી કરતા હતાં. આરોપી ઈસ્માઈલ ચોરીના નેટવર્કનો મુખ્ય સૂત્રધાર છે. ઓઇલ વેચવા આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આરોપી ઓઇલ ભાવનગર ખાતે વેચાણ આપવા આવ્યો હોવાની બાતમીને આધારે તેના રીસીવર ઇમરાન ની પણ પોલીસે ધરપકડ કરી છે.
આરોપી ઇમરાન પાસેથી પોલીસે 4 લાખ 97 હજાર નો મુદ્દામાલ રિકવર કરીને અન્ય આરોપી ની શોધખોળ શરૂ કરી છે. જોકે અત્યાર સુધીમાં લાખો રૂપિયાનું લોડાઈ ગેરકાયદેસર રીતે કોને કોને વેચ્યું તે બાબતે પણ પોલીસ આગામી સમયમાં પૂછપરછ કરી વધુ ખુલાસા કરી શકે છે. હાલ તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે