દેશભક્તિથી છલકાયુ અમદાવાદનું ગણેશ પંડાલ, બાપ્પાને બનાવ્યા વિંગ કમાન્ડર અભિનંદન
ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભગવાન વિઘ્નહર્તાનાં અવનવા રૂપમાં આયોજકો દ્વારા સ્થાપના કરવામાં આવી છે અને આ અવનવા રૂપ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમદાવાદનાં પાલડી વિસ્તાર ખાતે વિંગ કમાન્ડર અભિનંદનનાં સ્વરૂપમાં ભગવાન ગણેશની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથે જ મીગ-21 ફાઈટર પ્લેન અને સર્જિકલ સ્ટ્રાઈકમાં ઉપયોગમાં લેવામાં આવેલા હેલિકોપ્ટરનું સુંદર ચિત્ર પ્રતિમાનાં સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. આયોજકો લોકઉત્સવનાં માધ્યમથી નાગરીકોમાં રાષ્ટ્રપ્રેમ જ્ગાવવા અને સેનાનાં જવાનોનું શોર્ય દર્શાવવા માંગે છે.
Trending Photos
અમિત રાજપૂત/અમદાવાદ :ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભગવાન વિઘ્નહર્તાનાં અવનવા રૂપમાં આયોજકો દ્વારા સ્થાપના કરવામાં આવી છે અને આ અવનવા રૂપ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમદાવાદનાં પાલડી વિસ્તાર ખાતે વિંગ કમાન્ડર અભિનંદનનાં સ્વરૂપમાં ભગવાન ગણેશની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથે જ મીગ-21 ફાઈટર પ્લેન અને સર્જિકલ સ્ટ્રાઈકમાં ઉપયોગમાં લેવામાં આવેલા હેલિકોપ્ટરનું સુંદર ચિત્ર પ્રતિમાનાં સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. આયોજકો લોકઉત્સવનાં માધ્યમથી નાગરીકોમાં રાષ્ટ્રપ્રેમ જ્ગાવવા અને સેનાનાં જવાનોનું શોર્ય દર્શાવવા માંગે છે.
ઢબુડી માતા માટે ભક્તોમાં આંધળો વિશ્વાસ જગાવવા ધનજીની ટોળકીના આ ભેજાભાજો માસ્ટર પ્લાન બનાવતા
આ ગણેશ મંડળા જયેશ રામી જણાવે છે કે, તેમનુ પંડાલ અભિનંદનની બહાદુરીને સલામ કરે છે અને તેમણે જે બહાદુરીની મિશાલ પેદા કરી છે, તે જોતા અમે ગણેશ ઉત્સવમાં તેમની થીમ અને દેશભક્તિને લોકોની વચ્ચે લાવ્યા છીએ. આયોજક જૈમિને આ ઉપરાંત પાકિસ્તાનની જડબાતોડ જવાબ આપવા વિશે અભિનંદનને શુભકામનાઓ આપી હતી.
પંડાલમાં કમાન્ડર અભિનંદના રૂપમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરી છે. પાલડીનું આ ગણેશ પંડાલ હાલ અમદાવાદમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત ભગવાન ગણેશના સારથી ઉંદરને પણ કમાન્ડોના રૂપમાં બતાવાયા છે.
ઉલ્લેખનીય છે કે, વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનનું એફ-16 ફાઈટર જેટને ક્રેશ કર્યું હતું. જોકે, આ ઘટનામાં અભિનંદનનું મિગ-21 ફાઈટર જેટ પણ ક્રેશ થયું હતું અને અભિનંદન એલઓસીથી 7 કિલોમીટર દૂર પાકિસ્તાનના હોરનમાં પડ્યા હતા. ઘટનામાં વિંગ કમાન્ડર અભિનંદનનો જીવ તો બચી ગયો, પણ પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા હતા. બાદમાં પાકિસ્તાને જિનેવા કન્વેશન અંતર્ગત તેમને છોડી દીધા હતા.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે