ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી: સુરત હિબકે ચઢ્યું, ભાઈએ મુખાગ્નિ આપી, માતા-પિતા સહિત પરિવારનો કરૂણ આક્રંદ, વાતાવરણ ગમગીન

Grishma Vekaria murder case: સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 7-7 વાર યુવતીના પરિવાર સાથે હત્યારા યુવકનું સેટલમેન્ટ થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

Trending Photos

ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી: સુરત હિબકે ચઢ્યું, ભાઈએ મુખાગ્નિ આપી, માતા-પિતા સહિત પરિવારનો કરૂણ આક્રંદ, વાતાવરણ ગમગીન

ઝી ન્યૂઝ/સુરત: સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની અંતિમયાત્રા નીકળી છે. માતા પિતા અને આખો સમાજ ચોધાર આંસુએ વિદાય આપી રહ્યો છે, ત્યારે દરેકની આંખો એક અલગ જ કહાની બયાન કરી રહી છે. ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. તમને જણાવી દઈએ કે ગ્રીષ્માના પિતા વિદેશમાં હોવાથી તેની બે દિવસ અંતિમયાત્રા કરવામાં આવી નહોતી. આજે જ્યારે તેના પિતા આવ્યા ત્યારે દીકરી સાથે બનેલી ઘટના સાંભળીને સ્થિતિ કપરી બની હતી. ગ્રીષ્માની પાલખી પાસે પિતા, માતા, ભાઈ અને પરિવારજનો વિલાપ કરી રહ્યા છે. આખી સોસાયટી શોકમગ્ન બની ગઈ હતી. સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.

ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટ્યા છે.  આજે સવારે ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી ત્યારે અનેક રસ્તાઓ લોકોથી ઉભરાયા હતા. લોકો સ્વયંભૂ જોડાયા હતા. શહેરમાં પોલીસ બંદોબસ્ત સાથે ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી છે. અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં પહોંચ્યા બાદ ઈજાગ્રસ્ત ભાઈએ બહેનને મુખાગ્નિ આપી હતી. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બે હાથ જોડીને ગ્રીષ્માને વિદાય આપી હતી.

સ્મશાનગૃહમાં ગ્રીષ્માના પાર્થિવ દેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે જ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. કરપીણ હત્યા કરનારા આરોપી ફેનિલને ફાંસીને સજા આપવામાં આવે તેવી પણ માંગ લોકોએ કરી હતી.

તમને જણાવી દઈએ કે કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી કરેલી હત્યાથી રાજ્યભરમાં ચકચાર મચી છે. સરેઆમ તમામ લોકોની હાજરીમાં યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. ત્યારે, ગ્રીષ્માના મૃતદેહનો આજે અંતિમસંસ્કાર કરવામાં આવશે. ગ્રીષ્માના અંતિમસંસ્કારમાં સુરત આખું હિબકે ચડે અને મોટી સંખ્યામાં લોકો તેના અંતિમસંસ્કારમાં જોડાઈ શકે છે. જેના કારણે સુરક્ષાના કારણોસર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 

સુરત હિબકે ચડ્યું, જુઓ અંતિમયાત્રા Live:

આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે મંગળવારે સવારે 9:30 કલાકે ગ્રીષ્મા વેકરિયાની સ્મશાનયાત્રા નીકળશે. જેથી અશ્વનીકુમાર સ્મશાનભૂમિ સુધીના રસ્તા પર 200 પોલીસ કર્મીનો બંદોબસ્ત રહેશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે ગ્રીષ્મા વેકરિયાની માતાને સોમવારે પણ હત્યાની જાણ કરાઈ નથી. તેમને એવું જણાવવામાં આવ્યું છે કે તેમની દીકરી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આજે (મંગળવારે) જ્યારે ગ્રીષ્માના અંતિમ સંસ્કાર થવાના છે ત્યારે તેમના પિતા નામિબિયાથી આવી પહોંચશે. ત્યારબાદ સવારે 7 વાગ્યે ગ્રીષ્માનો મૃતદેહ ઘરે લવાશે ત્યારે જ માતાને જાણ કરાશે.

ખુલાસો: 7 વાર આરોપી-યુવતીના પિતા વચ્ચે સમાધાન થયું હતું
સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 7-7 વાર યુવતીના પરિવાર સાથે હત્યારા યુવકનું સેટલમેન્ટ થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે ગૃહરાજ્યમંત્રી એક્શનમાં આવી ગયા છે. પરિવારે જણાવ્યું છે કે, હત્યારાને જાહેરમાં ફાંસીએ લટકાવો. યુવતીના પરિવારે આરોપીને વારંવાર સમજાવ્યો હતો. આરોપી અને યુવતીના પિતા વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારને પોતાની દીકરી ખોવાનો વારો આવ્યો છે.

આરોપી યુવક ફેનિલના પિતાએ કહ્યું કે મારો જ સિક્કો ખોટો
આરોપી યુવકના પિતાએ આ ઘટના બાદ જણાવ્યું હતું કે, ફેનિલ મારો દિકરો છે, પરંતુ આજે કહું છું કે, અમારો ખોટો સિક્કો છે. તે અમારા કહ્યામાં નથી. તેના વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે વખતે મને જણાવ્યું કે, હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો ન હતો. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો અમને મંજૂર છે.

— Chetan Patel (@CDPatelMedia) February 15, 2022

જાણો શું હતી સમગ્ર ઘટના?
નોંધનીય છે કે, સુરતના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામના યુવકે યુવતીના મોટા પપ્પા, ભાઈ અને તેની માતાની નજર સામે જ જાહેરમાં યુવતીની હત્યા કરી હતી. એક વર્ષથી યુવતીને હેરાન કરતા યુવકને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે ફરી ઘરે આવી ગયો હતો. જો કે, તેને ફરી સમજાવવા જતાં યુવતીના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી યુવતીનું ગળું કાપી નાખ્યું હતું.

જાણવા મળી રહ્યું છે કે હત્યાના દિવસે આરોપી ફેનિલે કોલેજથી ગ્રીષ્માનો પીછો કર્યો હતો. તેણે ગમે તે રીતે ગ્રીષ્માની હત્યા માટે 6 જાન્યુ.એ તેણે સરથાણામાંથી ચપ્પુ ખરીદ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news