ST બસના ભાડામાં આજથી વધારો, કયા રુટના ભાડામાં કેટલો વધારો, આ રહ્યું લિસ્ટ

ST Bus fare Hike : 10 વર્ષ બાદ એસ ટી બસના ભાડામાં 25 ટકાનો કરાયો વધારો,,,લોકલ બસમાં પ્રતિ કિ.મી. 16 પૈસા તો એક્સપ્રેસ બસમાં 17 પૈસાનો કરાયો વધારો

ST બસના ભાડામાં આજથી વધારો, કયા રુટના ભાડામાં કેટલો વધારો, આ રહ્યું લિસ્ટ

Gujarat ST bus rent સપના શર્મા/અમદાવાદ : મોંઘવારીનો માર વધુ એકવાર ગુજરાતની જનતા પર પડ્યો છે. કારણ કે, રાજ્ય સરકારે ST બસના ભાડામાં વધારો કર્યો છે. 10 વર્ષ બાદ એસટી બસના ભાડામાં 25 ટકાનો વધારો થયો છે. આજથી આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. હવેથી લોકલ બસમાં પ્રતિ કિમીએ 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરાયા છે. એક્સપ્રેસ બસમાં પ્રતિ કિમીએ 85 પૈસા ભાડું લેવાશે. નોન એસી સ્વીપર બસમાં 62ની જગ્યાએ 77 પૈસા ચૂકવવા પડશે. 

શા માટે કરાયો ભાવ વધારો 
GSRTCએ બસના ભાડામાં વધારો કરતા હવે મુસાફરોએ એસ ટી બસમાં મુસાફરી માટે વધુ ભાડું ચૂકવવું પડશે. વર્ષ 2014 બાદ ભાડામાં વધારો ન કરાતા હવે ભાડા વધારો લાગુ કરવામાં આવ્યો. રાજ્યમાં દૈનિક 8 હજાર બસો દોડે છે, જેમા અંદાજે 10 લાખ લોકો રોજ મુસાફરી કરે છે. ત્યારે રાજ્ય સરકારે ભાડા વધારા માટે જુદા જુદા કારણો આપવામાં આવ્યા છે. જેમાં નવી બસોનું સંચાલન, નવી ભરતી, બસ સ્ટોપ બનાવવા, નવી ટેક્નોલોજી પાછળ થતા ખર્ચ વગેરેને એસટીના ભાડા વધારા માટેના કારણ ગણાવાયા છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ સરકારના ભાડા વધારા પર આક્ષેપ કર્યા છે. આ લાગૂ થનારા ભાડામાં રૂ. એકથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો થશે.  

આજથી એસટીમાં મુસાફરી કરવી મોંઘી પડશે. આજથી મુસફરોએ એસટી બસમાં મુસાફરી કરવા માટે 25 ટકા વધુ ભાડું ચૂકવવું પડશે. 10 વર્ષ બસ GSRTC દ્વારા બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આ કારણે દૈનિક 24 લાખ મુસાફરોના બજેટ ઉપર અસર થશે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં દૈનિક 8000 બસોનું પરિવહન થાય છે. જેમાં આજથી નવો ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. ભાડા વધારા માટે જુદા જુદા કારણો આપવામાં આવ્યા છે. નવી બસોનુ સંચાલન, નવી ભરતી, બસ સ્ટોપ બનાવવા, નવી ટેક્નોલોજી પાછળ થતા ખર્ચ ને ભાડા વધારાનું કારણ તરીકે ગણાવ્યા છે. 

કઈ બસ ના ભાડામાં  કેટલો ભાવ વધારો 
અમદાવાદથી સુરત જૂનું ભાડું 156 રૂપિયા, નવું ભાડું 183 રૂપિયા
અમદાવાદથી વડોદરા જૂનું ભાડું 98 રૂપિયા, નવું ભાડું 124 રૂપિયા
અમદાવાદથી રાજકોટ જૂનું ભાડું 137 રૂપિયા, નવું ભાડું 171 રૂપિયા
અમદાવાદથી ભાવનગર જૂનું ભાડું 134 રૂપિયા, નવું ભાડું 168 રૂપિયા
અમદાવાદથી પાલનપુર જૂનું ભાડું 106 રૂપિયા, નવું ભાડું 133 રૂપિયા 
અમદાવાદથી અંબાજી જૂનું ભાડું 120 રૂપિયા, નવું ભાડું 150 રૂપિયા 
અમદાવાદથી દાહોદ જૂનું ભાડું 150 રૂપિયા, નવું ભાડું 189 રૂપિયા
અમદાવાદથી મોરબી જૂનું ભાડું 132 રૂપિયા, નવું ભાડું 165 રૂપિયા
અમદાવાદથી ભુજ જૂનું ભાડું 200 રૂપિયા, નવું ભાડું 250 રૂપિયા 
અમદાવાદથી વલસાડ જૂનું ભાડું 215 રૂપિયા, નવું ભાડું 269 રૂપિયા
અમદાવાદથી સુરેન્દ્રનગર જૂનું ભાડું 97 રૂપિયા, નવું ભાડું 121 રૂપિયા 

એસટી વિભાગે 10 વર્ષ બાદ બસ ભાડામાં વધારો કર્યો છે તેને કારણે દરેક રુટના ભાડામાં વધારો થયો છે. ગુજરાતમાં સૌથી વધુ મુસાફરી વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પર થાય છે. ત્યારે આજથી આ મુસાફરીમાં પણ વધુ ભાડુ ચૂકવવુ પડશે. વડોદરાથી અમદાવાદ એકસપ્રેસ બસમાં જવા હવે 107 રૂપિયાના બદલે 132 ચૂકવવા પડશે. તો વડોદરાથી રાજકોટ જવા રૂપિયા 192ના બદલે 237, સુરત જવા 128 રૂપિયાના બદલે 156 ચૂકવવા પડશે. આ ઉપરાંત વડોદરાથી ગોધરા જવા માટે 81 રૂપિયાના બદલે 101 અને દાહોદ જવા રૂપિયા 119 ના બદલે 147 ચૂકવવા પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news