વિધાનસભાની વાતઃ ગારિયાધરમાં આ વખતે રાજકીય પક્ષોની કેવી છે ગોઠવણ? જાણો કેવા છે સમીકરણો

Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાત: ભાવનગર જિલ્લાની ગારિયાધર બેઠક મહત્વની બેઠક છે. જેમાં કુલ 2 લાખ ત્રણ હજાર 546 મતદારો છે. તેમાંથી 1 લાખ 6 હજાર 940 પુરુષ મતદારો અને 96 હજાર 606 મહિલા મતદારો છે. આ વિધાનસભા બેઠક પર કોળી સમુદાયનો દબદબો વધારે છે. જોકે આ વખતે અહીંયા આમ આદમી પાર્ટી પણ પોતાનું જોર અજમાવી રહી છે.

વિધાનસભાની વાતઃ ગારિયાધરમાં આ વખતે રાજકીય પક્ષોની કેવી છે ગોઠવણ? જાણો કેવા છે સમીકરણો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક છે. તેમાંથી એક છે ગારિયાધર બેઠક. આ બેઠક વર્ષ 2008માં નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવી. નવા સીમાંકન પ્રમાણે ગારિયાધર જેસર થઈ ગઈ છે. ગારિયાધર સીટમાં જેસર મહુવા વિસ્તારના અનેક ગામડાઓનો સમાવેશ થાય છે. ગારિયાધર વિધાનસભા બેઠક અમરેલી લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. અમરેલી લોકસભા અંતર્ગત આવતી સાત વિધાનસભા બેઠકમાંથી પાંચ બેઠક પર કોંગ્રેસ અને બે બેઠક પર ભાજપનો કબજો છે.

ગારિયાધર બેઠક પર મતદારો:
ગારિયાધર વિધાનસભામાં કુલ 2 લાખ ત્રણ હજાર 546 મતદારો છે. તેમાંથી 1 લાખ 6 હજાર 940 પુરુષ મતદારો અને 96 હજાર 606 મહિલા મતદારો છે. આ વિધાનસભા બેઠક પર કોળી સમુદાયનો દબદબો વધારે છે.

ગારિયાધર બેઠકનું રાજકીય સમીકરણ:
ગારિયાધર વિધાનસભા બેઠક પર 2017ની ચૂંટણીમાં બીજેપીના કેશુભાઈ નાકરાણીએ જીત મેળવી હતી. વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ નસીબ અજમાવી રહી છે. અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રસ્તો ખરાબ થઈ જતાં જાતે જ રસ્તો બનાવવાનું શરૂ કર્યુ છે. અને સરકારનો વિરોધ પણ શરૂ કર્યો છે. અહીંયા અનેક વિસ્તારોમાં આમ આદમી પાર્ટીથી લોકો પ્રભાવિત થયા છે. જેનાથી રાજકીય ગરમાવો વધી ગયો છે.

ગારિયાધર બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ  વિજેતા ઉમેદવાર       પક્ષ
2012  કેશુભાઈ નાકરાણી   ભાજપ
2017  કેશુભાઈ નાકરાણી   ભાજપ

2017ની ચૂંટણીનું પરિણામ:
ગારિયાધર વિધાનસભા બેઠક પર ભાજપના કેશુભાઈ નાકરાણીએ જીત મેળવી હતી. તેમને કુલ 50,635 મત મળ્યા હતા. કેશુભાઈ નાકરાણી સામે ઉભા રહેલા કોંગ્રેસના પરેશ ખેનીનો 1876 મતથી પરાજય થયો હતો. તેમને 48,759 મત મળ્યા હતા.

 

ગારિયાધર બેઠકની સમસ્યા:
તાલુકાના અનેક ગામડામાં પીવાના પાણીની સમસ્યા છે. છેલ્લા ઘણા સમયથી અહીંયા પીવાનું મીઠું પાણી આવતું નથી. શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારમાં આવેલા અનેક ગામડામાં પીવાલાયક પાણી આવતું નથી. તો ભૂગર્ભ ગટરની સમસ્યાનો ઉકેલ ન આવતાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. હજુ પણ આ વિસ્તારમાં પાણી, બેરોજગારી અને રસ્તાઓના પ્રશ્નો સૌથી મોટા છે. પાક વીમો, ખેતરોમાં 24 કલાક વીજળીનો અભાવ પણ ચૂંટણીને અસર કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news