આજથી ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું મોજુ, કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર

રાજ્યમાં હાડ થીજાવતી કાતિલ ઠંડી (coldwave) અનુભવાઈ રહી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડીનુ મોજું ફરી વળ્યુ છે. સૌથી વધુ તાપમાન કચ્છ (kutch) ના નલિયામાં નોંધાયુ છે. જોકે, રાજ્યમાં ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત.

આજથી ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું મોજુ, કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યમાં હાડ થીજાવતી કાતિલ ઠંડી (coldwave) અનુભવાઈ રહી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડીનુ મોજું ફરી વળ્યુ છે. સૌથી વધુ તાપમાન કચ્છ (kutch) ના નલિયામાં નોંધાયુ છે. જોકે, રાજ્યમાં ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત. રાજ્યમાં હવામાન આગાહીના મુજબ ઠંડીનું જોર વધ્યું છે. નલિયામાં સૌથી ઓછું તાપમાન 6.8 ડિગ્રી નોંધાયું છે ડીસામાં 10 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. ભુજમાં 13 ડિગ્રી સુધી ઠંડી નોંધાઈ છે. અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન પહોંચતા શહેરીજનો ઠુંઠવાયા છે. વડોદરામાં 12.8 રાજકોટમાં 14  તો સુરતમાં 15 ડિગ્રી તાપમાન થયું છે. ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે.

રાજ્યમાં હાડ થીજાવતી કાતિલ ઠંડી (coldwave) અનુભવાઈ રહી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડીનુ મોજું ફરી વળ્યુ છે. પરંતુ સૌથી વધુ તાપમાન કચ્છ (kutch) ના નલિયામાં નોંધાયુ છે. રાજ્યભરમાં કાતિલ ઠંડીથી લોકો ધ્રુજી ગયા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ઠંડીમાં વધારો થતા તેની અસર રિવરફ્રન્ટ પર જોવા મળી રહી છે. ઠંડી વધતા હાલ રિવરફ્રન્ટ પર લોકોની ભીડમાં ઘટાડો થયો છે. સાઈકલિંગ, વોકિંગ અને એક્સરસાઈઝ કરવા માટે મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ પર આવતા હોય છે. પરંતુ અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધતા લોકો ઘરમાંથી બહાર નથી નીકળી રહ્યા છે. જેથી હાલ રિવરફ્રન્ટ પર લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે.

રાજ્યમાં કોલ્ડવેવની આગાહી-
હવામાન વિભાાગે ત્રણ દિવસ સુધી કોલ્ડવેવની આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને જુનાગઢમાં લઘુત્તમ તાપમાન નોંધાશે. ગુજરાતના અનેક શહેરોમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. મોડી રાતે અને વહેલી સવારે સૂકા પવનો અનુભવાઈ રહ્યાં છે. હિમાલય રીજનમાં ભારે હિમવર્ષાને લઈ ઉત્તર દિશાથી ફૂંકાતા તેજ પવનોથી સમગ્ર રાજ્યભરમાં શીત લહેર છવાઈ ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news