રાજકારણ ગરમાયું! વલસાડની 3 હાઈપ્રોફાઈલ બેઠક પર કોંગ્રેસે નામ જાહેર કર્યા, પણ શું આ બેઠક BJP પાસેથી છીનવી શકશે?
વસંત પટેલ પૂર્વ કેબિનેટ મંત્રી બરહુલ પટેલના દીકરા વસંત પટેલના નામની જાહેરાત કરી હતી. જેને લઈને કપરાડા કોંગ્રેસમાં ઉત્સાહ વધ્યો હતો. વલસાડ જિલ્લાની કપરાડા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો.
Trending Photos
વલસાડ: રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા વલસાડ જિલ્લા સહિત રાજ્યનું રાજકારણ ગરમાયુ છે. મોડી રાત્રે (શુક્રવાર) રાજ્યની 182 બેઠક પૈકી 43 બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં વલસાડ જિલ્લાના 3 બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કપરાડા બેઠક ઉપર BJPના વર્તમાન પાણી પુરવઠા મંત્રી જીતુભાઈની સામે વસંત પટેલ કોંગ્રેસ પક્ષ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
વસંત પટેલ પૂર્વ કેબિનેટ મંત્રી બરહુલ પટેલના દીકરા વસંત પટેલના નામની જાહેરાત કરી હતી. જેને લઈને કપરાડા કોંગ્રેસમાં ઉત્સાહ વધ્યો હતો. વલસાડ જિલ્લાની કપરાડા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. પેટા ચૂંટણીમાં bjp દ્વારા કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી. આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ બેઠક પર BJP પાસેથી છીનવી પોતાના ગઢ બચાવવામાં કેટલી સફળતા મેળવે છે. તે જોવું રસપ્રદ બની રહેશે. કપરાડા બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા નામ જાહેર થતા કપરાડાનું રાજકારણ ગરમાયુ છે.
પારડી બેઠકના ઉમેદવાર જયશ્રી પટેલ
વલસાડ જિલ્લાની 3 હાઈપ્રોફાઈલ બેઠક પરથી કોંગ્રેસે તેના ઉમેદવારોને ઉતાર્યા છે. ત્યારે પારડી વિધાનસભા બેઠકના ઉમેદવાર જયશ્રી પટેલે પાર્ટીના નિર્ણયને આવકાર્યો છે, અને જીતની આશા વ્યક્ત કરી છે.
જયશ્રી પટેલનો રાજકીય ઇતિહાસ રહ્યો છે. કોંગ્રેસ માંથી 1985માં જયશ્રી પટેલના માતા સવિતા બેન પટેલ ધારાસભ્ય તરીકે જીત્યા હતા. જેને લઈ જયશ્રી પટેલનો પારડી સાથે જૂનો ઘરોબો છે. તો જયશ્રી પટેલના પિતાશ્રી ગમન પટેલ પણ 1971માં લોકસભા ચૂંટણી લડ્યા હતા. આમ જયશ્રી પટેલ પહેલા વલસાડ તાલુકા કોંગ્રેસ મહિલા પ્રમુખ પદે રહ્યા. ત્યાર બાદ 2001માં તાલુકા પંચાયત બેઠક જીત્યા પછી જિલ્લા મહિલા જિલ્લા પ્રમુખ તરીકે રહ્યા અને બાદ માં 2016માં જિલ્લા પંચાયત જીત્યા અને AICCના ડેલીગેટ સભ્ય તરીકે રહ્યા. આમ જયશ્રી પટેલ નાનપણથી જ રાજકીય ઘરોબો ધરાવે છે. જોકે જયશ્રી પટેલે ધરમપુર બેઠક પરથી ટીકીટ માંગી હતી. પરંતુ પાર્ટી એ ટીકીટ આપતા તેઓ ત્યાં પણ મહેનત કરીને પાર્ટીના કહેવા પ્રમાણે ચૂંટણી લડશે.
મહત્વનું છે કે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવતાં કપરાડાના કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે. વલસાડ જિલ્લાની કપરાડા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. પરંતુ પેટાચૂંટણીમાં ભાજપે આ બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે