26માંથી 16 રિપીટ, શા માટે ભાજપે આ બેઠકો પર ‘નો રિપીટ’ થિયરી લાગુ ન કરી?

ભાજપ ગુજરાતમાં ફરી મિશન 26 સાથે ચુંટણીના મેદાનમા ઉતર્યું છે. સામાન્ય રીતે ભાજપ ‘નો રિપીટ થિયરી’માં વધુ વિશ્વાસ કરે છે. પરંતુ આ વખતે પક્ષ ઉમેદવારોની જીતની શક્યતા પર વધુ ભાર મૂકી રહ્યો છે ત્યારે મોટાભાગના સાંસદોને તેના આધારે રિપીટ કર્યાં છે. 

26માંથી 16 રિપીટ, શા માટે ભાજપે આ બેઠકો પર ‘નો રિપીટ’ થિયરી લાગુ ન કરી?

ગુજરાત :ભાજપ ગુજરાતમાં ફરી મિશન 26 સાથે ચુંટણીના મેદાનમા ઉતર્યું છે. સામાન્ય રીતે ભાજપ ‘નો રિપીટ થિયરી’માં વધુ વિશ્વાસ કરે છે. પરંતુ આ વખતે પક્ષ ઉમેદવારોની જીતની શક્યતા પર વધુ ભાર મૂકી રહ્યો છે ત્યારે મોટાભાગના સાંસદોને તેના આધારે રિપીટ કર્યાં છે. પક્ષને જે બેઠકો પર નુકસાન થઇ શકે એવું હતું, ત્યાં જૂના ઉમેદવારોને રિપીટ કર્યાં છે. તેના જ ભાગરૂપે ભાજપ દ્વારા આ લોકસભાની ચૂંટણીમાં ‘નો રિપીટ થિયરી’ બધી બેઠકો પર લાગુ નથી કરી.  ગુજરાત ભાજપના કુલ 26 ઉમેદવારો અત્યાર સુધીમાં જાહેર થયા છે, ત્યારે જોઈ લો પક્ષે કેટલાને રિપીટ કર્યાં. 

એક ઉમેદવાર એકથી વધુ કેટલી સીટ પર ચૂંટણી લડી શકે? માથુ ખંજવાળતા સવાલનો આ છે જવાબ

કોને ક્યાં રિપીટ કર્યાં
ભાજપે 26માંથી 16 સીટ પર જૂના સાંસદોને રિપીટ કર્યાં છે. જેમાં ખેડા, દાહોદ, વડોદરા, ભરૂચ, બારડોલી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, સાબરકાંઠા, અમદાવાદ પશ્ચિમ, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગરના સાંસદોને
રિપીટ કર્યાં છે. 

  • કચ્છમાં યુવા સાંસદ વિનોદ ચાવડાની કામગીરી સંતોષકારક હતી અને સ્થાનિક કોઇ વિવાદ ન હોવાના કારણે રિપીટ કરાયા છે. આરક્ષિત બેઠક પર સ્થાનિક ચહેરો હોવાની સાથે વિકાસલક્ષી કામગીરીનો લાભ મળ્યો છે.
  • અમદાવાદ પશ્ચિમમાં 2 ટર્મથી સાંસદ ડો. કિરિટ સોલંકીને વધુ એકવાર નસીબનો લાભ મળ્યો છે. અમદાવાદ પૂર્વ અને ગાંધીનગરના ઉમેદવાર બદલાવાના કારણે કિરીટ સોલંકીને યથાવત રખાયા.
  • કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂનમબેન માડમને જામનગર બેઠક પર રિપીટ કરવાનું નિશ્ચિત હતું. તેઓ આહીર સમાજનો મજબૂત ચહેરો અને યુવા સાંસદ છે.
  • જ્ઞાતિગત સમીકરણનો સીધો લાભ ભાવનગરમાં ડો.ભારતીબેન શિયાળને મળ્યો છે. કોળી મતબેંકમાં નિર્વિવાદિત ચહેરા હોવાથી તેમને રિપીટ કરાયા છે. તો બીજી તરફ હીરા સોલંકી સામે સ્થાનિક વિરોધ હોવાથી ભારતીબેનને રીપીટ કરાયા
  • ખેડામાં કોંગ્રેસમાંથી આવેલા દેવુંસિંહ ચૌહાણને રિપીટ કરાયા છે. સ્વચ્છ અને શિક્ષિત ચહેરો હોવાથી અને પોતાના વિસ્તારમાં વિકાસની કામગીરી સંતોષજનક કરવાથી તેમને રિપીટ કરાયા છે.
  • દાહોદમાં કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરને રિપીટ કરવાનું નિશ્ચિત હતું. આદિવાસી વિસ્તારોના સમીકરણને ધ્યાનમાં રાખીને સ્થાનિક નેતાઓએ પણ એક જ નામ મોકલ્યું હતું
  • સ્થાનિક આદિવાસી સમીકરણનો લાભ બારડોલીમાં પ્રભુ વસાવાને મળ્યો છે. સ્થાનિક અનુભવી અને મજબૂત ચહેરો હોવાના કારણે પક્ષે તેમને રિપીટ કર્યાં છે. પહેલેથી મનાઇ રહ્યું હતું કે પક્ષ તેમને રિપીટ કરશે.
  • ભરુચમાં સાંસદ મનસુખ વસાવાને સતત 6 ટર્મનો અનુભવ છે. તેમની સામે અન્ય યોગ્ય ઉમેદવાર વિકલ્પ ન હોવાથી તેમને રિપીટ કરાયા છે.
  • સ્થાનિક હોદ્દેદારોનો વિરોધ હોવા છતાં અમરેલીમાં નારણ કાછડિયાને રિપીટ કરાયા છે. જ્ઞાતિગત સમીકરણોને કારણે પક્ષે તેમને રિપીટ કર્યા છે. તેઓ લોકો અને કાર્યકરોમાં 108 તરીકે જાણીતા છે.
  • રાજકોટમાં પાટીદાર અગ્રણી મોહન કુંડારીયાને રિપીટ કરવાનું નિશ્ચિત હતું. તેઓ સ્થાનિક સ્તરે મજબૂત પાટીદાર ચહેરો છે.
  • નવસારીના સાંસદ સી.આર. પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વાસુ સાંસદ છે. તેથી તેમની ટિકીટ કન્ફર્મ હતી. નવસારી લોકસભામાં સૌથી વધુ વિકાસ કાર્યોનો લાભ થયો છે.
  • હનીટ્રેપનો વિવાદ હોવા છતાં વલસાડ બેઠક પર કે.સી.પટેલને રિપીટ કરાયા છે. કારણ કે, વલસાડ બેઠક જીતનાર પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે. આવામાં જો નવા નેતાને ટિકીટ અપાય તો બેઠક પર હારવાના કે ઓછી લીડથી જીતવાની શક્યતા વધી જાય છે. કે.સી. પટેલની સામે તેમના ભાઇ દાવેદાર હતા. બંને ભાઇઓમાંથી કોઇ એકને પક્ષ ટિકિટ આપવાનુ હતું.
  • સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડ સ્થાનિક સ્તરે મજબૂત ચહેરો હોવાથી તેમને રિપીટ કર્યા છે. દિપસિંહ રાઠોડને બદલવાને લઇને પક્ષમાં અસમંજસ પણ હતી.
  • વડોદરામાં રંજનબેન ભટ્ટને બીજી વાર નસીબનો સાથ મળ્યો. ભાજપના ગઢ સમાન વડોદરા બેઠક પર ભાજપે રિપીટ કર્યા છે. જ્ઞાતિગત સમીકરણ અને મહિલા ચહેરા તરીકે પક્ષની પસંદગી કરાઈ છે. 

Pics : વોટિંગની શાહી કઈ કંપની બનાવે છે અને ક્યાંથી આવે છે? જાણો રોચક વિગત

બેઠક ભાજપ
કચ્છ વિનોદ ચાવડા
બનાસકાંઠા પરબત પટેલ
પાટણ ભરતસિંહ ડાભી
મહેસાણા શારદા પટેલ
સાબરકાંઠા દીપસિંહ રાઠોડ
ગાંધીનગર અમિત શાહ
અમદાવાદ પૂર્વ એચ.એસ.પટેલ
અમદાવાદ પશ્ચિમ કિરીટ સોલંકી
સુરેન્દ્રનગર મહેન્દ્ર મુંજપરા
રાજકોટ મોહન કુંડારિયા
પોરબંદર રમેશ ધડૂક
જામનગર પૂનમબેન માડમ
જૂનાગઢ રાજેશ ચુડાસમા
અમરેલી નારણ કાછડિયા
ભાવનગર ભારતીબેન શિયાળ
આણંદ મિતેષ પટેલ
ખેડા દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ રતનસિંહ રાઠોડ
દાહોદ જસવંતસિંહ ભાભોર
વડોદરા રંજનબહેન ભટ્ટ
છોટાઉદેપુર ગીતાબેન રાઠવા
ભરુચ મનસુખ વસાવા
બારડોલી પ્રભુ વસાવા
સુરત દર્શના જરદોશ
નવસારી સી. આર. પાટીલ
વલસાડ કે. સી. પટેલ
   

એક ક્લિક પર મેળવો લોકસભા ચૂંટણીના ગુજરાતના તમામ અપડેટ્સ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news