ગુજરાત કોંગ્રેસ હવે સંગઠનની રચના હાથ ધરશે, કામ કરતા કાર્યક્રર્તાને મળી શકે છે સ્થાન
ગુજરાત વિધાનસભા ચૂંટણી-2017 અને લોકસભા ચૂંટણી 2019મા ધાર્યા પરિણામ ન મળ્યા બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનનો ભંગ કરી દેવામાં આવ્યો હતો. હવે પાર્ટી આગામી સમયમાં નવા સંગઠનની રચના કરવા જઈ રહી છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદઃ કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ સામે આંદોલન પુર્ણ કર્યા બાદ ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) સંગઠનની રચના પર કાર્ય હાથ ધરશે કોંગ્રેસનું નવુ સંગઠન ઉત્તરપ્રદેશના સંગઠન પ્રમાણેનુ રહેશે જેમાં મારા નહીં સારા કાર્યકરોને સ્થાન આપવામાં આવશે.
ગુજરાત કોંગ્રેસ પાસે નેતાઓની ફોજ ધરાવતુ જમ્બો માળખુ હોવા છતાં લોકસભાની ચૂંટણીઓમાં (loksabha election) પરિણામ ન મળતાં કોંગ્રેસ હાઇ કમાન્ડે પ્રમુખને બાદ કરતાં સંગઠને વિખેરી નાખ્યું હતું. આ માળખામાં 18 ઉપ પ્રમુખ 28 મહામંત્રી અને 7 પ્રવક્તા સહિત સાડા ત્રણસો કરતાં વધારે હોદ્દેદારો હતા. જેમાં નેતાઓના સમર્થકોનો સમાવેશ થતો હતો. જોકે કોઇ પરિણામ ન મળતાં તેને વિખેરી નવું માળખુ રચવા તરફ કોંગ્રેસ આગળ વધી રહી છે. જેમાં નેતાઓને નહીં પણ કોંગ્રેસના કાર્યકરોને સ્થાન મળશે.
આ પ્રકારે હોઈ શકે છે કોંગ્રેસનું નવું સંગઠન
8 ઉપપ્રમુખ
16 મહામંત્રી
40 મંત્રી અને 5 પ્રવક્તાઓનો સમાવેશ કરાશે
રાજ્યના ઝોન પ્રમાણે કોંગ્રેસ હોદ્દેદારોની પસંદગી કરશે
જુના સંગઠનની સાથે સાથે કોંગ્રેસે ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન સાથેના બાકીના સેલનું પણ વિસર્જન કરવાનું નક્કી કર્યુ છે. ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી દ્વારા લાંબા સમયથી સેલની કામગીરી પર નજર રાખવામાં આવતી હતી. જ્યાં ઘણા હોદ્દેદારો લાંબા સમયથી એક જ હોદ્દાપર રહેલા અને કોઇ કામ ન કરતા હોવાનુ સામે આવતાં 40 સેલ વિખરેવાનો અહેવાલ કરવામાં આવ્યો છે. આ અંગે પણ ટુંક સમયમાં નિર્ણય કરવામાં આવશે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ દ્વારા નવા સંગઠન માટે ચોક્કસ ફોર્મુલા નક્કી કરવામાં આવી છે. વર્ષ 2017ની વિધાનસભા અને 2019ની લોકસભાની ચૂંટણીમાં સારી કામગીરી કરનારને નવા સંગઠનમાં મહત્વનું સ્થાન આપવામાં આવશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે