ગુજરાત કોંગ્રેસ પ્રમુખનું વિવાદિત નિવેદન, 'દેશની સંપત્તિ પર પહેલો હક લઘુમતીઓનો...'
અમદાવાદમાં મળેલા ગુજરાત કોંગ્રેસ લઘુમતી સંમેલનમાં જગદીશ ઠાકોરે જણાવ્યું છે કે, કોંગ્રેસના પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહે ડંકાની ચોટ પર કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો હક લઘુમતીઓનો છે, અને આજે પણ કોંગ્રેસ પોતાની આ વિચારધારા સાથે જોડાયેલી છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: ZEE 24 કલાક પર રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેર મંચ પરથી દેશની સંપત્તિ પર પહેલો હક લઘુમતીઓનો હોવાનું નિવેદન આપ્યું છે.
અમદાવાદમાં મળેલા ગુજરાત કોંગ્રેસ લઘુમતી સંમેલનમાં જગદીશ ઠાકોરે જણાવ્યું છે કે, કોંગ્રેસના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહે ડંકાની ચોટ પર કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો હક લઘુમતીઓનો છે, અને આજે પણ કોંગ્રેસ પોતાની આ વિચારધારા સાથે જોડાયેલી છે. જગદીશ ઠાકોર આટલેથી અટક્યા નહોતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવું બોલવાથી કેટલું નુકસાન થયું હતું અને કેટલું થશે એનો અંદાજ હોવા છતાં કોંગ્રેસ પાર્ટી પોતાની વિચારધારાને વરેલી છે. તો હિંદુસ્તાનની સંપત્તિ પર લઘુમતીઓનો પહેલો હક હોવાનો કોંગ્રેસે ફરી એકવાર દાવો કર્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ભરી સભામાં દેશની સંપત્તિ પર પહેલો હક તો લઘુમતી સમાજનો જ હોવાના કોંગ્રેસના દાવાને દોહરાવ્યો છે.
પ્રાસંગિક સંબોધન દરમિયાન પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ભાજપ પાસે આજે કાર્યકરો નથી, તમામ કાર્યક્રમો સરકારના ખર્ચે કરાઈ રહ્યા છે. જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, લઘુમતીના 20000 થી વધુ વોટ ધરાવતી રાજ્યમાં 60 બેઠકો છે, આ તમામ બેઠકો પર કાર્યક્રમો કરવાના છે. દરેક બેઠક પર લઘુમતિના દરેક ફિરકા અને જમાતને આમંત્રણ આપો. મતદાનના દિવસે મહત્તમ મતદાન કરવાનો પ્રયત્નો કરો. ચૂંટણીમાં ભાજપનો મતદાર મત આપ્યા વગર રહેતો નથી, તો આપણો મતદાર કેમ બાકી રહે છે? આપણું મતદાન ઓછું થાય છે એટલે આપણે સત્તામાં નથી.
જગદીશ ઠાકોરના વિવાદિત નિવેદન બાદ રાજ્યના પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે જણાવ્યું છે કે, આવા નિવેદનો ક્યારેય સ્વીકારી ન શકાય. ભાજપ સૌના સાથ, સૌના વિકાસમાં માનનારી પાર્ટી છે. નીતિન પટેલે ભાર પૂર્વક જણાવ્યું હતું કે, આના નિવેદનથી ડૂબેલી કોંગ્રેસ વધુ ડૂબશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે