GUJARAT CORONA UPDATE: રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં 11 હજારથી વધુ કેસ
રાજ્યમાં કોરોના વાયરસના કેસ દરરોજ નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 11,176 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 5 લોકોના મૃત્યુ થયા છે.
Trending Photos
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ દરરોજ નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 11,176 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 5 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4285 લોકોએ કોરોનાને માત આપી છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8 લાખ 96 હજાર 894 થઈ ગયા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10142 લોકોના મૃત્યુ થયા છે.
રાજ્યમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 3663 કેસ સામે આવ્યા છે. તો સુરત કોર્પોરેશનમાં 2690, વડોદરા કોર્પોરેશનમાં 776, રાજકોટ કોર્પોરેશનમાં 950, ગાંધીનગર કોર્પોરેશનમાં 319, ભાવનગર કોર્પોરેશનમાં 198, જામનગર કોર્પોરેશનમાં 170 કેસો નોંધાયા છે.
કોરોનાને લીધે ચાર લોકોના મૃત્યુ
ગુજરાતમાં આજે કોરોનાને લીધે 5 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં 1, સુરત શહેરમાં 1, વલસાડમાં 1, રાજકોટમાં 1 અને ભાવનગરમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાહતની વાત છે કે ગુજરાતમાં આજે ઓમિક્રોનનો એકપણ કેસ સામે આવ્યો નથી.
ગુજરાતમાં કોરોના વાયરસના નવા 11176 કેસ નોંધાયા, રાજ્યના 32 જિલ્લામાં સામે આવ્યા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 50 હજારને પાર #coronavirus #COVID19 #OmicronVirus #ZEE24Kalak @MoHFW_GUJARAT pic.twitter.com/AYOTyKrHXr
— Zee 24 Kalak (@Zee24Kalak) January 13, 2022
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 50,612 થઈ ગઈ છે. જેમાં 64 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10142 લોકોના નિધન થયા છે. કોરોનાની સારવાર બાદ 8,36,140 લોકો સાજા થઈ ચુક્યા છે. રાજ્યનો રિકવરી રેટ 93.23 ટકા છે. રાજ્યમાં આજે 3 લાખ 11 હજાર 217 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી 9 કરોડ 44 લાખ 44 હજાર 918 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે