ગુજરાતમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ! કેસ અને મોતનો આંકડો વધ્યો, જાણો આજના પોઝિટીવ કેસ
ગુજરાતમાં હાલ 1992 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 વેન્ટીલેટર પર છે અને 1988ની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધી ગુજરાતમાં 1272830 દર્દીઓ કોરોનામાંથી સાજા થઈને ડીસ્ચાર્જ થયા છે, જ્યારે 11065ના મોત થયા છે.
Trending Photos
Gujarat Corona Case: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે આજે ફરી રાજ્યમાં કોરોના વાયરસે રોકેટગતિ પકડી છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 397 કેસ સામે આવ્યા છે. આમ હવે 400ની આસપાસ કેસ પહોંચી જતા તંત્ર એલર્ટ બન્યું છે. જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કે આજે શહેરમાં કેસની સાથે એકનું મોત પણ થયું છે. આજે અમદાવાદ અને મહેસાણામાં 1-1 મોત પણ થયા છે.
રાજ્યનમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો ગુજરાતમાં હાલ 1992 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 વેન્ટીલેટર પર છે અને 1988ની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધી ગુજરાતમાં 1272830 દર્દીઓ કોરોનામાંથી સાજા થઈને ડીસ્ચાર્જ થયા છે, જ્યારે 11065ના મોત થયા છે.
જો કેસની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં 137 કેસ, મહેસાણામાં 46 કેસ, વડોદરા શહેરમાં 27 કેસ, સુરત શહેરમાં 26 કેસ અને રાજકોટ શહેરમાં 11 કેસ નોંધાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે