કોરોના વાયરસ સામે એકમાત્ર હથિયાર એટલે સાવચેતી : શિવાનંદ ઝા
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે સ્થાપના દિવસની નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસ સામે એકમાત્ર હથિયાર સાવચેતી છે. તેથી આ વિજય સંકલ્પ દરેક નાગરિકને લેવા માટે રાજ્યના પોલીસવડાએ અપીલ કરી છે. કોરોના સંક્રમણ સામે તમે જે રીતે એક થઈને લડ્યા છો, તે રીતે આગળ પણ આ સંક્રમણને હરાવી શકાય. માસ્ક પહેર્યા વગર બહાર નીકળવું નહિ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને વારંવાર સાબુ કે સેનેટાઈઝરથી હાથ સાફ કરવા આ સંકલ્પ આજે લો.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે સ્થાપના દિવસની નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસ સામે એકમાત્ર હથિયાર સાવચેતી છે. તેથી આ વિજય સંકલ્પ દરેક નાગરિકને લેવા માટે રાજ્યના પોલીસવડાએ અપીલ કરી છે. કોરોના સંક્રમણ સામે તમે જે રીતે એક થઈને લડ્યા છો, તે રીતે આગળ પણ આ સંક્રમણને હરાવી શકાય. માસ્ક પહેર્યા વગર બહાર નીકળવું નહિ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને વારંવાર સાબુ કે સેનેટાઈઝરથી હાથ સાફ કરવા આ સંકલ્પ આજે લો.
લૉકડાઉન દરમિયાન પોલીસ સહિતના કોરોના વોરિયર્સ ઉપર થતાં હુમલાઓને રાજ્ય સરકાર અતિગંભીરતાથી લઈ આવા તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે ડીજીપીએ જણાવ્યું કે, સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે તા. 28 માર્ચના રોજ પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે, મોરબી જિલ્લાના હળવદ ખાતે તા.૧૯ એપ્રિલના રોજ પોલીસા ફરજમાં અવરોધ ઉભો કરી પોલીસ ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગા કરી દેવાયા છે. લોકડાઉન બાદ અત્યાર સુધી પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે 20 ગુના નોંધી 46 હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જે બાળકીને હોસ્પિટલ મૂકીને માતાપિતા રાજસ્થાન ભાગી ગયા હતા, તેના અંતિમ સંસ્કાર એક સામાજિક કાર્યકરે કર્યાં
લોકડાઉનમાં નોંધાયેલા ગુનાઓની વિગતો
- ડ્રોનના સર્વેલન્સથી ૨૯૩ ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૦,૩૯૧ ગુના દાખલ કરીને ૨૦,૦૪૨ લોકોની અટકાયત કરાઈ છે.
- સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૧૧૪ ગુના નોંધીને ૧૪૭ લોકોની અટકાયત કરતાં આજ સુધીમાં રાજ્યભરમાંથી ૨,૧૧૯ ગુના નોંધી ૩,૧૬૩ લોકોની અટકાયત કરાઈ છે.
- સોસાયટીના CCTV આધારે ગઇકાલે ૩૪ ગુનામાં ૪૦ લોકોની જ્યારે આજસુધીમાં ૪૩૪ ગુનાઓ દાખલ કરીને ૬૯૫ લોકોની અટકાયત કરવામાં આવી છે.
- સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઇકાલે ૨૫ અને અત્યારસુધીમાં કુલ ૫૮૫ ગુના દાખલ કરીને ૧,૨૨૯ આરોપીની અટકાયત કરી છે.
- ગઇકાલે ૨૩ એકાઉન્ટ સહિત અત્યાર સુધીમાં કુલ ૫૩૩ એકાઉન્ટ બંધ કરાયા છે.
- વીડિયોગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત ગઇકાલે અનુક્રમે ૨૩૬ જ્યારે કુલ ૧,૬૮૬ અને ૭૪ જ્યારે કુલ ૮૩૦ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
- કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલે ૫૨ તેમજ કુલ ૫૫૫ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
- 30 એપ્રિલથી આજ સુધીમાં કુલ ૨,૩૩૪ કિસ્સાઓ, ક્વોરેન્ટાઈન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા ૧,૩૧૨ તથા ૫૭૯ અન્ય ગુનાઓ (રાયોટીંગ/Disaster Management Actના) મળી ૪,૨૨૫ ગુનાઓમાં કુલ ૫,૩૭૭ આરોપીઓ સહિત અત્યાર સુધીમાં કુલ ૧,૧૫,૪૩૦ લોકોની અટકાયત કરવામાં આવી છે.
- લૉકડાઉનના ભંગ બદલ ગઇકાલે ૮,૨૩૧ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
- ગત રોજ ૭,૧૧૩ વાહનો મુક્ત કરવાની સાથે અત્યાર સુધીમાં કુલ ૧,૪૯,૦૧૮ વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે