વિધાનસભાની વાતઃ આ ચૂંટણીમાં કેમ મહત્વની છે વિસનગર વિધાનસભા બેઠક, જાણો રાજકીય ગણિત

Gujarat Election 2022/વિધાનસભાની વાતઃ મહેસાણા જિલ્લાની વિસનગર વિધાનસભા બેઠક પર પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે. જે હંમેશા ભાજપને મત આપતા રહ્યા છે. આ જ કારણે ભાજપ માટે આ બેઠક સુરક્ષિત માનવામાં આવે છે. વર્ષ 1995થી આ સીટ પર ભાજપના ઉમેદવાર જીતતા આવે છે. જોકે છેલ્લી ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપને મત ઓછા મળ્યા હતા. તેમ છતાં આ બેઠક ભાજપના ખાતામાં ગઈ હતી.

વિધાનસભાની વાતઃ આ ચૂંટણીમાં કેમ મહત્વની છે વિસનગર વિધાનસભા બેઠક, જાણો રાજકીય ગણિત

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પારો હાઈ છે. દરેક રાજકીય પક્ષો મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે. પ્રચારના હાઈ પારાની વચ્ચે અમે તમને બતાવીશું મહેસાણાની વિસનગર બેઠકનું રાજકીય સમીકરણ. વિસનગર વિધાનસભા બેઠક પર પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે. જે હંમેશા ભાજપને મત આપતા રહ્યા છે. આ જ કારણે ભાજપ માટે આ બેઠક સુરક્ષિત માનવામાં આવે છે. વર્ષ 1995થી આ સીટ પર ભાજપના ઉમેદવાર જીતતા આવે છે. જોકે છેલ્લી ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપને મત ઓછા મળ્યા હતા. તેમ છતાં આ બેઠક ભાજપના ખાતામાં ગઈ હતી.

બેઠક પર મતદારો:
વિસનગર બેઠક પર કુલ 2 લાખ 11 હજાર 833 મતદારો છે. જેમાં 1 લાખ 10 હજાર 362 પુરુષ મતદારો છે. જ્યારે 1 લાખ 1 હજાર 471 મહિલા મતદારો છે.

બેઠકનું જાતિગત સમીકરણ:
બેઠક પર પાટીદાર વધારે છે. 33 ટકા પટેલ, 23 ટકા ઠાકોર, 6 ટકા મુસ્લિમ, 14 ટકા ઓબીસી, 10 ટકા એસસી અને 14 ટકા અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

2017નું પરિણામ:
2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઋષિકેશ પટેલને 77 હજાર 496 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના મહેન્દ્ર પટેલને 74 હજાર 627 મત મળ્યા હતા.

વિસનગર બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ         વિજેતા ઉમેદવાર                        પક્ષ

1962  રમણીકલાલ ત્રિકમલાલ મણિયાર           કોંગ્રેસ
1967  એસ બી પટેલ                                  કોંગ્રેસ
1972  જગન્નાથ મૂળશંકર વ્યાસ                       કોંગ્રેસ
1975  સાંકળચંદ કાલીદાસ પટેલ                      અપક્ષ
1980  ગંગારામ ભાઈચંદદાસ પટેલ                   ભાજપ
1985  ભોળાભાઈ ચતુરભાઈ પટેલ                  અપક્ષ
1990  ભોળાભાઈ ચતુરભાઈ પટેલ                  જનતા દળ
1995  કિરીટભાઈ પટેલ                           ભાજપ
1998  પ્રહલાદભાઈ પટેલ                           ભાજપ
2002  પ્રહલાદભાઈ પટેલ                           ભાજપ
2007  ઋષિકેશ પટેલ                                 ભાજપ
2012  ઋષિકેશ પટેલ                                 ભાજપ
2017  ઋષિકેશ પટેલ                                 ભાજપ

 

રાજકીય સમીકરણ:
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું. જેનું કેન્દ્ર વિસનગર હતું. તે સમયે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા. 2015માં અનામત આંદોલનને લઈને વિસનગરમાં એક મોટું અધિવેશન આયોજિત કરવામાં આવ્યું હતું. તે રેલીમાં મોટી સંખ્યામાં પાટીદારો એકઠા થયા હતા. ચૂંટણીની દ્રષ્ટિએ જોઈએ તો પાટીદાર સમુદાય મહત્વની ભૂમિકા ભજવે છે. હાલના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ સામે ભારે નારાજગી છે. પરંતુ ભાજપ આ નારાજગીને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ વખતે મહેસાણાની વિસનગર બેઠક પર ત્રિકોણીય મુકાબલો યોજાશે તેવું લાગી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news