Bhavnagar west Gujarat Chutani Result 2022 ભાવનગર પશ્ચિમ બેઠક ભાજપે જીતી, જીતુ વાઘાણીનો ભવ્ય વિજય

Bhavnagar West Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Bhavnagar west Gujarat Chutani Result 2022 ભાવનગર પશ્ચિમ બેઠક ભાજપે જીતી, જીતુ વાઘાણીનો ભવ્ય વિજય

Bhavnagar West Gujarat Chunav Result 2022: ભાજપના જીતુ વાઘાણીએ હરિફ ઉમેદવાર કિશોરસિંહ ગોહિલને 41222 મતથી હરાવ્યા છે. આ બેઠકમાં ચિત્રા મસ્તરામ બાપા મંદિર સામે વર્ષોથી ચિત્રા GIDC પણ આવેલી છે. આ બેઠક પર અનેક પ્રકારના વ્યવસાયો ખીલ્યા છે. ચિત્રા જીઆઇડીસીમાં શ્રમિકો અને મધ્યમવર્ગને રોજગાર મળે છે તો, હીરાના કારખાનાઓ, પ્લાસ્ટિકના કારખાનાઓ હજારો લોકોને રોજીરોટી પૂરી પાડે છે.

ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકઃ
ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકમાં નારી ચોકડી, મસ્તરામ બાપા મંદિર, યાર્ડ, દેસાઈનગર, લાલટાંકી, બોરતળાવ, શાસ્ત્રીનગર અને નિલમબાગ તેમજ કુંભારવાડા જેવા પછાત વિસ્તારનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ચિત્રા મસ્તરામ બાપા મંદિર સામે વર્ષોથી ચિત્રા GIDC પણ આવેલી છે. આ બેઠક પર અનેક પ્રકારના વ્યવસાયો ખીલ્યા છે. ચિત્રા જીઆઇડીસીમાં શ્રમિકો અને મધ્યમવર્ગને રોજગાર મળે છે તો, હીરાના કારખાનાઓ, પ્લાસ્ટિકના કારખાનાઓ હજારો લોકોને રોજીરોટી પૂરી પાડે છે.

2022ની ચૂંટણીઃ-
પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    જીતુ વાઘાણી
કોંગ્રેસ     કિશોરસિંહ ગોહિલ
આપ    રાજુ સોલંકી

2017ની ચૂંટણીઃ-
જીતુભાઇ વાઘાણી ભાવનગર પશ્ચિમ બેઠક પર સારી પકડ ધરાવે છે. બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,41,893 નોંધાયેલ છે. જેમાં 2017ની ચૂંટણીમાં 1,51,406 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં જીતુ વાઘાણીને 55.28 ટકા મત અને કોંગ્રેસને 37.33 ટકા મત મળ્યા હતાં. આ બેઠક પરથી શક્તિસિંહ ગોહિલ હતાં ત્યારે તેમનું કદ મોટું હતું.

2012ની ચૂંટણી:-
ભાવનગર શહેરની 105 વિધાનસભા બેઠક પર સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોળી સમાજ,પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે. 2012થી 105 વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ ભાજપ તરફ રહ્યો છે. ભાજપ 2012થી સત્તામાં મતદારોના કારણે આવ્યું છે. જો કે કોળી સમાજના નેતા પરસોતમભાઈ સોલંકીનો સમાજ પર રહેલા પ્રભુત્વને કારણે કોળી સમાજનું પલડું ભાજપ તરફ રહ્યું છે. જ્યારે પટેલ સમાજના પણ મતો પણ ભાજપી વલણ ધરાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news