સાવલીમાં ZEE 24 કલાકે લીધી ઉમેદવારોની પરીક્ષા લીધી, પાસ થયા કે ફેલ તેના માટે જુઓ વીડિયો

Gujarat Elections 2022 : નેતાઓ ઘરે ઘરે જઈને લોકોને મત આપવાની અપીલ કરી રહ્યા છે. ત્યારે ZEE 24 કલાકે આ નેતાઓને પોતાની બેઠક વિશેની તમામ માહિતી છે કે નહીં તે ચકાસવા માટે અનોખી પરીક્ષા લીધી

સાવલીમાં ZEE 24 કલાકે લીધી ઉમેદવારોની પરીક્ષા લીધી, પાસ થયા કે ફેલ તેના માટે જુઓ વીડિયો

Gujarat Elections 2022 : તમારા પ્રતિનિધિ, વિધાનસભામાં તમારો અવાજ બનનારા નેતાઓ તમારી સમસ્યાઓથી કેટલા વાકેફ છે..? આ સવાલ અમે એટલા માટે પૂછી રહ્યા છીએ કેમ કે અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે તમારી સમસ્યા તમારો ઉમદવાર સમજે છે..? જી હાં, વડોદરાની સાવલી બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોને તમારા પ્રશ્નો વિશે પૂછ્યું. વડોદરામાં ZEE 24 કલાકે ઉમેદવારોની પરીક્ષા લીધી. જાણો તમારી સમસ્યા વિશે તમારા ઉમેદવારોને કેટલું છે જ્ઞાન.. 

તમારી સમસ્યાઓથી કેટલા વાકેફ છે તમારા નેતા? તમારા પ્રશ્નોનું કેવી રીતે કરશે નિરાકરણ? માત્ર મત માટે નહીં પરંતુ કોને છે કરવી છે જનતાની સેવા? આ પ્રકારના તમામ સવાલો સાથે આજે અમારી ટીમ વડોદરાની સાવલી વિધાનસભા બેઠક પર પહોંચી હતી. વડોદરાના સાવલીમાં છેલ્લાં 2 ટર્મથી ભાજપના કેતન ઇનામદાર ધારાસભ્ય છે. સાવલી બેઠક પર 2 લાખ 30 હજાર મતદારો છે અને આ બેઠકમાં 306 જેટલા ગામડાઓનો સમાવેશ થાય જ્યારે 272 જેટલા બુથ આવેલા છે. સૌથી પહેલાં અમે વર્તમાન ધારાસભ્ય પાસેથી જ જાણવાનો પ્રયાસ કર્યો કે આ બેઠક વિશે તેમને કેટલું જ્ઞાન છે. 
 
ન માત્ર પોતાના મત ક્ષેત્રની જાણકારી પરંતુ સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઈનામદાર એવો પણ દાવો કરે છે કે તેઓ પોતાના વિસ્તારમાં પ્રચાર કરવા માટે જતા જ નથી. મોટી સંખ્યામાં મતક્ષેત્રના લોકો કેતન ઇનામદાર પાસે પોતાની રજૂઆત લઈને આજે પણ આવી રહ્યા છે. વડોદરા શહેર અને ગ્રામ્યની તમામ બેઠકો પર તાપમાનનો પારો હાઈ છે. કેમ કે ઉમેદવારો મત મેળવવા માટે રસ્તા પર ઉતર્યા છે. 

આ પ્રકારના સવાલ કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજીને પણ કર્યા. સાવલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજીની પરીક્ષા લીધી. કોંગ્રેસના ઉમેદવારને બેઠક વિશે કેટલું જ્ઞાન છે તેના પૂછ્યા સવાલ. જોકે, કુલદીપસિંહ રાઉલજીને સાવલી બેઠક વિશે સંપૂર્ણ માહિતી છે. સાવલી બેઠકમાં કેટલા મતદારો, કેટલા બૂથ છે, કેટલા ગામ આવે છે, કેટલી પંચાયત આવે છે તેની તમામ જાણકારી કુલદીપસિંહ રાઉલજીને છે. આમ, કુલદીપસિંહ રાઉલજી પણ ZEE 24 કલાકની પરીક્ષામાં પાસ થયા છે. 

સાવલી બેઠક પર 3 લાખ 20 હજાર મતદારો છે..જ્યારે 306 ગામડાં અને 272 બુથ છે. મહત્વનું છે નેતાઓ ઘરે ઘરે જઈને લોકોને મત આપવાની અપીલ કરી રહ્યા છે. ત્યારે ZEE 24 કલાકે આ નેતાઓને પોતાની બેઠક વિશેની તમામ માહિતી છે કે નહીં તે ચકાસવા માટે અનોખી પરીક્ષા લીધી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજી પાસ થયા.
 
વડોદરાની તમામ બેઠકો પર હાલ પ્રચાર તેજ છે.. ત્યારે જોવુ એ રહ્યું કે મતદારોના મતથી કોને સત્તા મળશે અને કોની સત્તા જશે..?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news