ભરૂચની આગમાં ભસ્મ થયેલા 16 લોકોના પરિવારજનો માટે ગુજરાત સરકારે સહાય જાહેર કરી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત સ્થાપનાનો દિવસ ભરૂચવાસીઓ માટે કાળો દિવસ બનીને આવ્યો છે. ક્યારેય ન ભૂલાય તેવી ઘટના ભરૂચમાં બની હતી. ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં મધરાતે અચાનક આગ ફાટી નીકળતા, 14 દર્દીઓ અને 2 નર્સ સહિત કુલ 16 લોકો આગ (gujarat fire) માં જીવતા ભૂંજાયા હતા. ત્યારે ગુજરાત સરકારે તમામ મૃતકો માટે 4 લાખની સહાય જાહેર કરી છે.
મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કહ્યું કે, ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દર્દીઓ, ડૉક્ટરો અને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે.
ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દર્દીઓ, ડૉક્ટરો અને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે.
— Vijay Rupani (@vijayrupanibjp) May 1, 2021
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે