દરેક ગુજરાતી માટે કામની ખબર, સરકારે PMJAY યોજના માટે જાહેર કરેલો આ નંબર સેવ કરી લેજો, કામ આવશે

PMJAY Scheme : PMJAY યોજનાને લઈને સરકારનો મહત્વનો નિર્ણય... રાજ્ય સરકારે જાહેર કર્યો વ્હોટ્સએપ નંબર... 92299 23005 નંબર જાહેર કરવામાં આવ્યો... કાર્ડમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો જાણ કરવા સૂચના.. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી

દરેક ગુજરાતી માટે કામની ખબર, સરકારે PMJAY યોજના માટે જાહેર કરેલો આ નંબર સેવ કરી લેજો, કામ આવશે

Gujarat Government Big Action : ખ્યાતિ મોતકાંડ બાદ PMJAY યોજનામાં સતત થઈ રહેલા નવા કૌભાંડોને પગલે ગુજરાત સરકારે એક્ટિવ બની છે. રાજ્ય સરકારે આ અંગે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. 92299 23005 આ નંબર પર આયુષ્માન કાર્ડમાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી જણાઇ તો જાણ કરવા આ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ટ્વીટ કરી આ જાણકારી આપી છે. 

PMJAY યોજનાને લઈને સરકારે આજે મહત્વના સમાચાર પણ આપ્યા છે. PMJAY કાર્ડના એપ્રુવલ આપતી એજન્સીને બદલી દેવામા આવી. ક્રાઇમ બ્રાન્ચે એજન્સીનું આ સમગ્ર કૌભાંડ બહાર લાવી હતી. PMJAY કાર્ડને એપ્રુવલ આપવામાં ગેરરિતી કર્યા બાદ એજન્સીને બદલી દેવાઈ છે. 

તાજેતરમાં જાહેર કરી એસઓપી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ PMJAY યોજનાની નવી SOP જાહેર કરી છે. તાજેતરમાં થયેલા ખ્યાતિ જેવા કાંડ રોકવા સરકાર દ્વારા હોસ્પિટલો માટે નવી SOP જાહેર કરવામાં આવી છે. PMJAY હેઠળ એમ્પેનલ હોસ્પિટલ માટે વધુ કડક નિયમો બનાવાયા છે. કેટલાક નિયમોની વાત કરીએ તો, કાર્ડિયોલોજીની સેવામાં હોસ્પિટલોમાં ફુલ ટાઈમ ડોક્ટરો જરૂરી છે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય એવા સંજોગોમાં ફક્ત કારિયોલોજિસ્ટ સેવાઓ આપતા સેન્ટર એન્જો પ્લાસ્ટિક કરી શકશે. હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટિકની સીડી વિડીયોગ્રાફી અપલોડ કરવાની રહેશે. તેમજ વિડીયોગ્રાફી પણ કરવી પડશે. દર્દીઓ અને સગાની સંમતિ માટે લેખિતમાં અને વિડીયોગ્રાફી દ્વારા સંમતિ લેવી પડશે.

 

"PMJAY-મા" યોજના સાથે જોડાયેલી હોસ્પિટલમાં "આયુષ્માન કાર્ડ" હેઠળ આપવામાં આવતી સારવારમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો

📱૯૨૨૭૭ ૨૩૦૦૫
વ્હોટ્સએપ નંબર પર સંપર્ક કરી અમને જણાવો....

તમારી મુશ્કેલીનું નિરાકરણ અમે લાવીશું.... pic.twitter.com/1EMhgejei7

— Rushikesh Patel (@irushikeshpatel) January 4, 2025

 

PMJAY મા યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) 

રાજ્યના કોઇપણ ગરીબ કે મધ્યમવર્ગીય પરિવાર પર એકાએક આવી પડેલી ખાસિયલ બીમારીના સારવાર ખર્મના કારણે કોઇ દેવાદાર ન બને તેની સતત ચિંતા રાજ્ય સરકારે કરી છે. 
પ્રજાના કલ્યાણ માટે આપી મુશ્કેલીઓમાં સાથે આપવા માટે, તથા પરિવારના કોઈ સભ્યની અણધારી બિમારીના કારણે આખો પરિવાર વેર-વીખેર ના થઇ જાય તે માટે આરોગ્ય સહાય આપવા આશિકૃપી "PMIAY-મા" યોજના ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓમાં અમલી કરેલ છે. 
જીલ્લાના છેવાડાના દર્દીને તમામ પ્રકારની સુવિધા અને સારપાર નજીકના અંતરે ઉપાબધ્ધ કરાવવામાં આવે તે ઉદ્દેશ્યથી ખાનગી હોસ્પિટલને એમપેન્વડ કરવામાં આવે છે. 
જેમાં યોજના સાથે કાર્યરત વીમા કંપની અને જીલ્લાની ટીમ દ્વારા જરૂરી ચકાસણી સાથે યોજના સાથે જોડવામાં આવે છે. યોજના હેઠળ ટેકેર સેકન્ડરી અને ટર્સરી બિમારીઓ માટે નિયત કરેલ સારવાર મળવાપાત્ર છે. જેમા કાન, નાક અને ગળાના રોગો, સ્ત્રી રોગ, માનસિક રોગો, હૃદયના રોગો, કીડનીના રોગો, મગજના રોગો, ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓને લગતા ગંભીર રોગો, કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ, હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટેશનની સાથે સાથે કોક્લીઅર ઈમ્પલાન્ટ(હીયરીંગ એઇડ) સહિતની અન્ય જટીબ પ્રકારની અને ખર્ચાળ સારવારનો લાભ દર્દી યોજના હેઠળ મેળવી શકે છે. 
હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, કન્સલ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રીપોર્ટ, સર્જરી, સર્જરી બાદની ફોલોઅપની સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, મુસાફરી ખર્ચ વગેરેનો લાભ લાભાથીને મળવાપાત્ર છે. 
ગુજરાત સરકારે ખાનગી ક્ષેત્રના તજજ્ઞોને સાંકળીને, આર્થિક રીતે પછાત વર્ગની સગર્ભાઓને સલામત પ્રસુતિ સેવાઓ પૂરી પાડવા તેમજ રાજ્યના હાઈ પ્રાયોરીટી તાલુકાઓ કે જેમાં નવજાત શિશુ માટે NICU ની સુવિધા મળે રહેતે હેતુથી ચિરંજીવી યોજના" અને "બાલસખા યોજના"ના લાભોને પણ "PMJAY-મા - મા" યોજના સમાવિષ્ટ કરેલ છે. 
રાજ્યના સામાન્ય પ્રજા તેમજ છેવાડાના માનવીને યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી ઉત્તરોત્તર હોસ્પિટલની નોંધણી કરીને યોજનાનો લાભા આપવાનો ઉદ્દેશ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news